• લેબર પાર્ટીના હેરિયટ યેઓ Ukipમાં જોડાયાં 23/02/2015 8:12 am Achyut Sanghavi લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના પૂર્વ ચેરમેન હેરિયટ યેઓ ઈયુ રેફરન્ડમના મુદ્દે પક્ષ છોડી નાઈજલ ફરાજના Ukipમાં જોડાઈ ગયાં છે. યુરોપિયન યુનિયનમાં બ્રિટનના સભ્યપદ મુદ્દે લેબર નેતા એડ મિલિબેન્ડે જનમત ઓફર કરવા ઈન્કાર કર્યો હોવાથી હેરિયટ યેઓએ રાજીનામું આપી દીધુ છે. તેઓ ૨૦૧૨-૨૦૧૩માં લેબર પાર્ટીમાં નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ હતાં.
લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ 24/02/2015 11:47 am Kamal Rao તમો લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ માટે ખૂબ જ મહેનત કરો છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આટલો બધો પ્રયત્ન તમારા સિવાય કોઈએ કરેલ નથી. પેપરમાં પિટીશન લેવી અને મંત્રીઓને મળીને ગુજરાત - દિલ્હી મિટીંગ કરવી, દરેકને મળવું વગેરે માટે તમો જે સમય અને શક્તિ આપી રહ્યા છો તે ધન્યવાદને પાત્ર છે.
ઓલ્ઝાઇમર્સનું એક લક્ષણઃ નીરસતા 23/02/2015 9:59 am Nilesh Parmar ડિપ્રેશન વગરની નીરસતા એટલે ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું પ્રાથમિક લક્ષણોમાંની એક. ૬૦ વર્ષથી વધુ વયના લગભગ ૫૦-૭૫ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે ત્યારે જાણો ઓલઝાઇમર્સના અન્ય લક્ષણો.
The Indian budget - how much of a big bang could it be? 24/02/2015 11:57 am Urja Patel India’s Finance Minister Arun Jaitley will submit the first full budget of the Modi government to the Indian Parliament today (28th February). Both in India and abroad enormous interest is focused on the strategy and measures contained within that budget. Naturally that is to be expected.
બિહારમાં ઓક્ટોબરની ચૂંટણીલક્ષી ઉહાપોહ 23/02/2015 10:42 am Nilesh Parmar લોકનાયક જયપ્રકાશ નારાયણના આંદોલનમાંથી નીકળેલા રાજકીય કાર્યકરો બિહારના ભવિષ્યને ઘડવા આમનેસામનેઃ આયારામ-ગયારામનો બેઉ બાજુ પ્રવાહ
રાસાયણિક શસ્ત્ર મેળવવાનો પ્રયાસ નિષ્ફળ 23/02/2015 11:39 am Achyut Sanghavi લિવરપૂલઃ શહેરની એક પ્રોપર્ટીમાં જીવલેણ રાસાયણિક શસ્ત્રનો કબજો મેળવવાના પ્રયાસના ગુનાસર પોલીસે ૩૧ વર્ષીય મોહમ્મદ આમેર અલીની ધરપકડ કરી હતી. પ્રાથમિક સુનાવણી પછી અલીને કસ્ટડી રિમાન્ડ અપાયા હતા અને તેને ૧૩ માર્ચે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ હાજર કરાશે.