Advanced search


'યુનિવર્સીટી અોફ મીયામી'ના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનોમાં જણાયું છે કે દરેક મહિલાને હસાવી શકે તેવો પ્રેમી પસંદ પડે છે. આજ રીતે પુરૂષોને પણ સારી 'સેન્સ અોફ હ્યુમર' ધરાવતી યુવતીઅો વધારે પસંદ પડે છે. આ સંશોધન એમ સાબીત કરે છે દરેક પ્રકારના સંબંધોમાં હાસ્યનું ખુબજ મહત્વ રહેલું છે. 

અમદાવાદ સહિત દેશના ચાર એરપોર્ટનું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના યુનિયને વિરોધ નોંધાવ્યો છે.

લો, ગાયના ગળામાં સાયકલ...

ભારતમાં રખડતી ગાયોનો ત્રાસ ઘણો છે, પણ અહિં એવું નથી. પરંતુ એન્જીનીયર જ્હોન વેઇલર હેમ્પશાયરના બ્રોકનહર્સ્ટથી પસાર થતા હતા ત્યારે તેમને ગળામાં સાયકલ સાથે ફરતી ગાય મળી ગઇ હતી.

Cow-Cycle1

Cow-Cycle1

તો છોકરીઅો 'ગન' લઇને કોલેજ જવા દ...

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા અમેરિકાના દસેક રાજ્યોના 'ગંડુ રાજા' જેવા રાજકારણીઅો હવે માંગણી કરી રહ્યા છે કે કોલેજ કન્યાઅોને હવે કોલેજમાં રિવોલ્વર કે પિસ્તોલ લઇ જવા દેવી જોઇએ.

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપના પ્રથમ બે મુકાબલામાં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનની ટીમની પરેશાનીઓ વધી ગઈ છે. ટીમ મેનેજમેન્ટથી લઈને પાકિસ્તાન સુધી આ બાબતની અસર દેખાઈ રહી છે. ટીમે વધતા દબાણના કારણે સોમવારે તેની પ્રેક્ટિસ પણ રદ કરી હતી. એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ ટીમના ખરાબ પ્રદર્શન સંદર્ભે તપાસનો આદેશ પણ આપી શકે છે.

અર્થશાસ્ત્રીઅોએ કરેલા અભ્યાસમાં જણાયું છે કે NHS દ્વારા પ્રત્યેક દર્દી દીઠ દવા પાછળ ખર્ચવામાં આવેલ £૧૩,૦૦૦ કરતા વધુ રકમ ફાયદા કરતા વધારે નુકશાન કરે છે અને તે માટે બીજી વ્યક્તિના ફંડનો ઉપયોગ થાય છે.