• ભાડૂતોને ઘર ખાલી ન કરવા સલાહ 05/02/2016 6:53 am Achyut Sanghavi હાઉસિંગ કટોકટીના ઉપાય તરીકે સ્થાનિક કાઉન્સિલોએ ભાડૂતોને તેમને હાંકી કાઢવામાં ના આવે ત્યાં સુધી ભાડે રાખેલી બાય-ટુ-લેટ પ્રોપર્ટી નહિ છોડવાની સલાહ આપી છે. આના પરિણામે મકાનમાલિકોએ કાનૂની કાર્યવાહીમાં સેંકડો પાઉન્ડનો ખર્ચ કરવો પડશે. જે મકાનમાલિકો વિદેશ રહ્યા પછી દેશમાં પોતાના મકાનોમાં પાછા ફરવા માગતા હોય તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ભાડૂતોને ઘર ખાલી કરવાની કાર્યવાહીમાં સામાન્યપણે ચાર મહિના લાગે છે અને મકાનમાલિકોને સેંકડો પાઉન્ડનો ખર્ચ થાય છે.
સતીશ ધવન ચેર ઈન સ્પેસ પોલિસી સ્થાપવા ભારત પાસે ભંડોળની માગણી 05/02/2016 5:56 am Achyut Sanghavi લંડનઃ કિંગ્સ કોલેજ, લંડને કોલેજ ખાતે સતીશ ધવન ચેર ઈન સ્પેસ પોલિસીને કાર્યરત બનાવવા ભારત સરકાર પાસેથી બાકીના ભંડોળને મંજૂર કરવા માગણી કરી છે. કિંગ્સ કોલેજના વિઝિટિંગ પ્રોફેસર ભુપેન્દ્ર જસાણીએ આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ધવન ચેર અંગે વિચારોની માહિતી આપવા માટે મુલાકાતનો સમય પણ માગ્યો છે. કિંગ્સ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ વોર સ્ટડીઝમાં આ ચેર-વિભાગ સ્થાપવાની યોજના છે.
ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇનામ મેળવે તો રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ કરોડનું ઇનામ 05/02/2016 6:47 am Khushali Dave ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને રૂ. ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૨થી ૫ કરોડ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૧ કરોડનો પુરસ્કાર એનાયત થશે.
Kim Jong-Un begins rocket launch process 05/02/2016 6:56 am Mitul Paniker US satellite data has suggested that North Korea may have already begun to fuel a rocket it intends to launch in protest of international opposition, reported a Japanese newspaper.
ભારતીય સંસ્કૃતિના અભ્યાસાર્થે ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓની ગુજરાત મુલાકાત 05/02/2016 6:29 am Khushali Dave પંડિત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લિબરલ સ્ટડિઝ દ્વારા હાથ ધરાયેલા ધ સ્ટડી ઈન ઇન્ડિયા એકસ્પોઝર પ્રોગ્રામનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રોગ્રામ હેઠળ ઓસ્ટ્રેલિયન એડિથ કોવાન યુનિવર્સિટીના માનસશાસ્ત્રના યુવા વિદ્યાર્થીઓ તેમના૨ ફેકલ્ટીઝ સાથે બે સપ્તાહના રિસર્ચ કાર્ય માટે આવ્યા છે. ૨જી ફેબ્રુઆરીથી ૧૧મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ભારતીયો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય માનસ અને ઈસીયુ વિદ્યાર્થીઓમાં ભારતીય માનસશાસ્ત્ર પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે મૂલવી શકાય તે સંદર્ભે અભ્યાસ તથા સંશોધન કાર્ય હાથ ધરી રહ્યા છે.