આધુનિકરણ માટે ભારતીય નૈસેનાના મક્કમ પગલા 10/02/2016 10:02 am Sandip Bhavsar જો વિશ્વમાં આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રે પોતાનું આધિપત્ય અને વગ જમાવવી હોય તો નૈસેના મજબુત હોય તે અત્યંત જરૂરી છે. ભારતીય નૈસેના પણ આધુનિક યુગ માટે સક્ષમ બનવા મક્કમ પગલા ભરી રહી છે. વિશ્વના મુખ્ય દેશો નીચે પ્રમાણે સંરક્ષણ માટે બજેટ ફાળવી રહ્યાં છે. ભારતનો નંબર આ દેશોમાં સાતમો છે.
તા. ૨૦ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૬ 11/02/2016 6:20 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
સિયાચીનમાં ૨૫ ફૂટ બરફ નીચેથી મળેલા હનુમંતથપ્પા જિંદગી સામે જંગ હાર્યા 10/02/2016 8:08 am Nilesh Parmar વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં પ્રચંડ હિમસ્ખલનના છ દિવસ બાદ આશરે ૨૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત મળેલા ઇંડિયન આર્મીના લાન્સ નાયક હનુમંતથપ્પા કોપ્પડ આખરે જિંદગી સામેનો જંગ હારી ગયા છે. દિલ્હીની આર્મી રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જવાન હનુમાનથપ્પાના જિંદગી સામેના આ જંગે તબીબી વિજ્ઞાન સામે અનેક પ્રશ્નો સર્જ્યા છે. સિયાચીન ગ્લેશિયરમાં ત્રીજી ફેબ્રુઆરીએ ૧૯,૫૦૦ ફૂટની ઊંચાઇએ થયેલા હિમપ્રપાતમાં ઇંડિયન આર્મીના ૧૦ જવાનો જીવતા દટાઇ ગયાં હતાં. વ્યાપક શોધખોળના અંતે આ તમામ જવાનોને શહીદ જાહેર કરી દેવાયા હતા, ત્યાં છઠ્ઠા દિવસે હનુમાનથપ્પા જીવતા મળવાની ચમત્કારિક ઘટના સર્જાઇ હતી. અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા હનુમંતથપ્પાની કિડની અને લીવર કામ કરતા બંધ થઇ ગયા હતા અને તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. દેશભરમાં તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના યોજાઇ હતી તો કેટલાક લોકોએ આ બહાદુર જવાનને પોતાની કિડની આપવા પણ તૈયારી દર્શાવી હતી.
હરિન્દર સિદ્ધુ ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશ્નર 12/02/2016 6:12 am Khushali Dave ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન હરિન્દર સિદ્ધુને ભારતમાં ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત ૧૧મી ફેબ્રુઆરીએ કરાઈ છે. સિદ્ધુ પેટ્રિક સકલિંગનું સ્થાન લેશે.