બગોદરામાં દેશનું પ્રથમ એવિએશન પાર્ક 10/02/2016 6:08 am Khushali Dave દેશનું પ્રથમ એવિએશન પાર્ક અમદાવાદ નજીક આવેલા બગોદરા ખાતે ૬૦ હેક્ટરના એરિયામાં તૈયાર કરાશે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો સહિત લોકોમાં એવિએશન સેક્ટર અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલથી તૈયાર થનારા આ એવિએશન પાર્કમાં હવાઈ ક્ષેત્રના સાહસિકો માટે એર સ્ટ્રીપ, ટ્રેનિંગ સ્કૂલ, હેલિપેડ તેમ જ એરક્રાફ્ટના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે જરૂરી સ્પેરપાર્ટના ઉત્પાદન એકમો તૈયાર કરવામાં આવશે.
હું આખું જીવન ભારતમાં રહેવાનું પસંદ કરીશઃ કેટરીના કેફ 10/02/2016 6:00 am Khushali Dave અભિનેત્રી કેટરીના કેફે દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે સાતમી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, ભારત સૌથી સહનશીલ દેશ છે અને અહીં તે આખું જીવન પસાર કરવા માગશે.
રણદીપે સબરજીતનો દુર્બળ લુક અપનાવ્યો 10/02/2016 6:03 am Khushali Dave રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના દિગ્દર્શક ઓમંગકુમારે કહ્યું હતું કે, આ ફિલ્મમાં સરબજીતના પાત્ર માટે રણદીપ હાડપિંજર જેવો દેખાવો જરૂરી હતો.
Headley reveals role of LeT, Pak army in Mumbai attack 10/02/2016 5:02 am Mitul Paniker Disclosing startling details regarding the 26/11 attacks and his role in it, American terrorist of Pakistani origin, David Headley spilled a lot of beans involving the LeT and the Pakistani Army.
આણંદની ફાર્મસી કોલેજમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ 10/02/2016 6:44 am Khushali Dave શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ દ્વારા ૫ાંચમી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ મધુભાન રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એકેડમી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ પ્રેરિત ટ્રાન્સેલશન રિર્સચ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ વિષય પર યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશવિદેશના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સેવામંડળના પ્રધાન જ્યોત્સનાબહેન પટેલને વિશિષ્ટ સર્વિસ એવોર્ડ તથા ડો. તેજલ ગાંધીને વિશિષ્ટ લીડરશિપ એવોર્ડ એનાયત થયા હતા.