Highly anticipated release of Kapoor & Sons' trailer 11/02/2016 6:47 am Reshma Trilochun The highly awaited Dharma Production movie, Kapoor & Sons- Since 1921, presented by Fox Star Studios, is slated to be released on 18th March 2016. But you won't have to wait until then to catch a glimpse of this film. The much anticipated trailer has officially released and is increasing the excitement amongst Bollywood cine-goers.
મહિલા શિક્ષિકાએ પુત્રીને પ્રેમ કરનારા ૭મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાંખી 12/02/2016 1:49 am Khushali Dave સેફાયર ઇન્ટરનેશનલ સ્કૂલની હિન્દીની શિક્ષિકા નેઝમા ખાતુનની ૧૦મી ફેબ્રુઆરીએ હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પોતાની ૧૧ વર્ષની પુત્રીને પ્રેમ કરનારા સાતમા ધોરણના વિદ્યાર્થી વિનય મહતોની નેઝમાએ પાંચમી ફેબ્રુઆરીએ હત્યા કરી હતી. તેને આ કિશોર પસંદ ન હતો. નેઝમા પોતાના પતિ અને બે સંતાનો સાથે રહેતી હતી તે શિક્ષકોના ક્વાર્ટર્સ પાસેથી એક શિક્ષકને વિનયની લાશ મળી હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી વૈજ્ઞાનિક શોધખોળ બાદ મળેલા પુરાવા સાથે ૧૦મી ફેબ્રુઆરીએ નેઝમા, તેના પતિ અને પુત્રી સહિતનાં બે સંતાનોની ધરપકડ કરાઈ છે.
ફેસબુકના રોકાણકાર માર્ક એન્ડ્રિસની ટ્વિટથી ભારતીયો ભડક્યા 12/02/2016 1:23 am Khushali Dave ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જાહેર કરેલા ફ્રી બેઝિક્સના પ્લાનથી નારાજ ફેસબુકના રોકાણકાર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય માર્ક એન્ડ્રિસને ટ્વિટ કર્યું હતું કે, ભારતનું અર્થતંત્ર બ્રિટિશ શાસનના ઇશારે ચાલતું હતું તે વધારે સારું હતું. ભારતને આવા જ શાસનની આદત થઈ ગઈ છે તો હવે તેનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. માર્કની અયોગ્ય ટિપ્પણીને કારણે ટ્વિટર પર ભારતીયો ભડક્યા હતા
એડવોકેટ શ્રવણકુમારની હત્યા પછી લખનઉમાં હોબાળો 12/02/2016 1:13 am Khushali Dave ગણેશગંજ વિસ્તારમાં એક ગટરની પાસે ૪૦ વર્ષીય એડવોકેટ શ્રવણકુમાર વર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેચના વકીલોએ ૧૧મી જાન્યુઆરીએ જોરદાર હોબાળો કર્યો હતો.
બીએસઇમાં ૮૦૦ પોઇન્ટનો કડાકોઃ રોકાણકારોના રૂ. ૩ લાખ કરોડ સ્વાહા 12/02/2016 2:43 am Nilesh Parmar પબ્લિક સેક્ટર બેન્કોની બેડ લોન અને અમેરિકાના વ્યાજદરની ચિંતાના પગલે મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સમાં ગુરુવારે એક જ દિવસમાં ૮૦૭ પોઇન્ટનો પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફટી સર્વોચ્ચ સપાટીથી ર૧ ટકા નીચે ઊતરી જવાની સાથે જ શેરબજાર 'બેર-માર્કેટ'ના ઝોનમાં હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. આમ હવે પછી નજીકનો કે શોર્ટ ટર્મ પિરિયડ નવી નીચી બોટમનો હોવાની દહેશત પાકી બની હતી. શેરબજારના ધબડકામાં રોકાણકારોના રૂ. ૩.૧૮ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. આ સાથે ચાલુ વર્ષે કામકાજમાં ૩૦ દિવસમાં માર્કેટકેપની રીતે ઇન્વેસ્ટરોએ સરેરાશ રોજના રૂ. ૪પ,૩૦૦ કરોડ ગુમાવ્યા છે!
વિશ્વનું સૌથી લાંબુ એરક્રાફ્ટ ટેકઓફ માટે તૈયાર 12/02/2016 2:16 am Khushali Dave વિશ્વનું લાંબુ એરક્રાફ્ટ એરલેન્ડર ૧૦નું વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વાર પરીક્ષણ કરાયું હતું અને એ પછી આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ વર્ષ ૨૦૧૨માં તેને પોતાના ઉપયોગ માટે બનાવ્યું હતું, પણ બાદમાં આ પ્રોજેક્ટ પડતો મુકાતા હવે એક બ્રિટિશ કંપનીએ એરોપ્લેન કે એરશિપને બદલે આ પ્રોજેક્ટને એરક્રાફ્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં આ એરક્રાફ્ટે બેન્ડફોર્ડશાયરમાં પ્રથમ વખત હેંગરની અંદર ઉડાન ભરી હતી. એ પછીથી એન્જિનિયર્સે વ્યાવસાયિક રીતે ઉડાવવા માટે અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યું હતું. આ વિશાળ એરક્રાફ્ટની લંબાઇ ૩૦૦ ફૂટ એટલે કે ૯૩ મીટર છે અને માર્ચ મહિનાથી તે સંપૂર્ણ વ્યાવસાયિક રીતે ઊડાવવામાં આવશે.