ટોરી સાંસદ જ્યોફ્રી કોક્સ જંગી બાહ્ય કમાણી જાહેર કરવામાં નિષ્ફળ 15/02/2016 6:25 am Achyut Sanghavi લંડનઃ પોતાના સાથીઓના નૈતિક ધોરણો પર દેખરેખ રાખવા માટે જવાબદાર સાંસદ જ્યોફ્રી કોક્સ ખુદ પોતાની ૪૦૦,૦૦૦ પાઉન્ડની કમાણી જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમનો બચાવ એ હતો કે આવી બાહ્ય કમાણી થઈ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું ન હતું. સ્ટાન્ડર્ડ્સ કમિટીએ કોક્સને કોમન્સની માફી માગવા જણાવ્યું હતું.
બેન્કોમાં આપણી બચત કેટલી સુરક્ષિત? 15/02/2016 6:25 am Achyut Sanghavi લંડનઃ સામાન્ય રીતે બેન્કોમાં મૂકેલી આપણી બચત સુરક્ષિત હોવાનું આપણે માનીએ છીએ પરંતુ પહેલી જાન્યુઆરીથી અમલી નિયમો અનુસાર લાખો બચતકારોએ કેટલીક સુરક્ષા ગુમાવી છે. એટલે કે ૧૦,૦૦૦ પાઉન્ડની સુરક્ષાનો ઘટાડો થયો છે. આનુ કારણ બાકીના યુરોપ સાથે સુસંગત મર્યાદા રાખવાનો છે.
લોર્ડ બ્રામેલ તપાસઃ સર બર્નાર્ડ હોમ એફેર્સ કમિટીને ખુલાસો આપશે 15/02/2016 6:25 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનના સૌથી સીનિયર પોલીસ ઓફિસર સર બર્નાર્ડ હોગાન-હોવને બાળ યૌનશોષણ તપાસ મુદ્દે પોતાની વર્તણૂકનો ખુલાસો કરવા ૨૩ ફેબ્રુઆરીએ હોમ એફેર્સ સિલેક્ટ કમિટી સમક્ષ બોલાવાયા છે. બાળ યૌનશોષણના ૪૦ વર્ષ અગાઉના દાવા મુદ્દે આર્મીના પૂર્વ વડા ફિલ્ડ માર્શલ લોર્ડ બ્રામેલની તપાસ બાબતે સર બર્નાર્ડ સામે તીવ્ર ટીકા થઈ હતી. ગંભીર આરોપો છતાં લોર્ડના પૂર્વ સાથીઓની પૂછપરછ કરાઈ ન હતી. આખરે, પૂરાવાના અભાવે તપાસ પડતી મૂકાઈ હતી. લોર્ડ બ્રામેલે સર બર્નાર્ડ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે તપાસ મુદ્દે તેમની માફી મગાશે કે નહિ તેની જાણ કરાઈ નથી.
મેડિકલ વર્કર્સ દ્વારા વેતનવૃદ્ધિ માટે સ્ટાફની અછતનો ઉપયોગ 15/02/2016 6:25 am Achyut Sanghavi લંડનઃ ડોક્ટરો અને નર્સીસ સ્ટાફની અછતની કટોકટીનો ઉપયોગ વેતનવધારાના દબાણ તરીકે કરી રહ્યાં છે. અન્યત્ર વધારે વેતન મળવાથી હોસ્પિટલ છોડી ચાલ્યા જતા હંગામી વર્કર્સના લીધે આરોગ્યક્ષેત્રે નવું સંકટ સર્જાયું છે. ટેક્સને ટાળવા માટે પણ કાયમી નોકરીઓ છોડી ફૂલ ટાઈમ એજન્સી સ્ટાફ તરીકે વધુ કમાણી કરવા તેઓ આમ કરી રહ્યાં છે. એજન્સીઓ દ્વારા સ્ટાફ પૂરો પાડવા NHS પાસેથી ૧૦ ટકા કમિશન પણ ખંખેરવામાં આવે છે અને સ્ટાફની ભારે અછતને પૂરવા જંગી પગારથી નવા મેડિકલ વર્કર્સ એજન્સીઓ પાસેથી લેવાની ફરજ પડે છે.
સાંસદને ઘર ખરીદવું પોસાતું નથી 15/02/2016 6:25 am Achyut Sanghavi લંડનઃ ભારતમાં સાંસદપદે આવ્યા પછી મકાનમાલિક થવું તદ્દન સહેલું બની જાય છે, પરંતુ યુકેમાં અલગ પરિસ્થિતિ છે. હેઝલ ગ્રોવના ટોરી સાંસદ વિલિયમ વ્રેગને પાર્લામેન્ટના સભ્ય તરીકે ૭૪,૦૦૦ પાઉન્ડની આવક હોવા છતાં ઘર ખરીદવા જરૂરી ડિપોઝીટના અભાવે પેરન્ટ્સની સાથે રહેવા જવાની ફરજ પડી છે. દેશના લાખો યુવાન લોકોની સાથે તેઓ પણ પ્રોપર્ટી ની સીડી પર આગળ જઈ શકે તેમ નથી.
તમિળનાડુમાં દ્રવિડ પક્ષો સાથે જોડાણનાં કજોડાં 15/02/2016 9:25 am Nilesh Parmar કોઈ પણ પક્ષ કોઈ પણ મોરચા સાથે ઘર માંડી શકે, પણ દ્રમુક અને અન્ના દ્રમુક તો સામસામે રહેવાના એટલું તો નક્કી
સાનિયા-હિંગિસ સેન્ટ પીટર્સબર્ગ ચેમ્પિયનઃ સતત ૪૦મો વિજય 15/02/2016 6:56 am Nilesh Parmar ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસની જોડીએ સતત ૪૦મી મેચમાં જીત સાથે સેન્ટ પીટર્સબર્ગ લેડીઝ ટ્રોફીમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં સાનિયા-હિંગિસની જોડીનો સામનો રશિયાની દુશેવિના અને ચેક રિપબ્લિકની બાર્બરા ક્રેજકોવાન સામે હતો, જેમાં ઇન્ડો-સ્વિસ જોડીએ આ મુકાબલો ૬-૩, ૬-૧થી જીત્યો હતો.