સાવરકુંડલા નજીક બસ પલટી ખાતાં ૯નાં મૃત્યુ 15/02/2016 7:23 am Khushali Dave સાવરકુંડલામાં ૧૩મી ફેબ્રુઆરીએ રાજ્ય પરિવહનની વધુ એક બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બસમાં આશરે ૬૫ જેટલા લોકો સવાર હતા. આ અકસ્માતમાં ૯ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૪૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે.
વોડાફોનને રિમાઇન્ડરઃ રૂ. ૧૪,૨૦૦ કરોડનો વેરો ચૂકવો નહીં તો સંપત્તિ જપ્ત 18/02/2016 4:26 am Nilesh Parmar ભારત સરકારના આવકવેરા વિભાગે બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોનને રૂ. ૧૪,૨૦૦ કરોડનો કરવેરો ચૂકવી દેવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે આમાં કસૂર થયે તેની સંપત્તિ જપ્ત થઇ શકે છે. આ રિમાઇન્ડરના જવાબમાં વોડાફોને જણાવ્યું છે કે આવકવેરા વિભાગનું પગલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્સ ફ્રેન્ડલી વાતાવરણના વચન સાથે મેળ ખાતું નથી.
સુપ્રીમ કોર્ટ સંકુલમાં દેશભક્ત વકીલોએ હિંસા આચરી 18/02/2016 2:55 am Nilesh Parmar જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી હતી.
બલૂન દ્વારા ૧૪૫ વર્ષ પહેલા મોકલાયેલો પત્ર મળ્યો 18/02/2016 5:51 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાની નેશનલ આર્કાઈવ્ઝમાંથી ૧૪૫ વર્ષ પહેલાંનો એક પત્ર મળી આવ્યો છે. એ પત્રની વિશિષ્ટતા એ છે કે પત્ર બલૂન દ્વારા ડિલિવર કરવામાં આવ્યો હતો. ૧૮૭૦-૭૧માં જર્મનોએ પેરિસ કબજે લીધું હતું તે સમયના સંજોગોનું વર્ણન એ પત્રમાં છે. પત્ર પર લાગેલા સિક્કામાં તે બલૂન દ્વારા મોકલાયો હોવાનો ઉલ્લેખ છે અને આથી જ એ પત્ર ઐતિહાસિક બન્યો છે.