Advanced search


ગુજરાતમાં ચાર પાસપોર્ટ સેવા ક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાનો અમલ કરતાં ગુજરાતનાં ચાર પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પેપરલેસ વર્કનો પ્રારંભ શરૂ થયો છે. વિદેશ મંત્રાયલ દ્વારા પાસપોર્ટ સંબંધિત અરજદારોના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે દેશમાં ૮૫ પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) શરૂ કરાયા છે, જે પૈકી ગુજરાતમાં ચાર પીએસકેનો સમાવેશ થાય છે. આ તમામ પીઅસકે પર ૧૭મી ફેબ્રુઆરીથી જ પેપરલેસ કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. જ્યાં અરજદારોના ડોક્યુમેન્ટ સીધા જ કમ્પ્યુટરમાં સ્કેન કરી સોફ્ટવેરમાં અપલોડ કરી દેવાય છે. આ કામગીરીની શરૂઆત કરનાર પીએસકે ગુજરાતમાં પ્રથમ કચેરીઓ છે.

હે રામ! કોર્ટે હનુમાનજીને હાજર...

બિહારની રોહતાસ જિલ્લાની એક નીચલી કોર્ટે ભગવાન હનુમાનને રસ્તા પરના મંદિરના મામલે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે! સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે રોહતાસના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) દ્વારા કરવામાં આવેલી અરજીની ૧૭ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરી હતી. આ પછી કોર્ટે હનુમાનજીને કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. કોર્ટનો આદેશ રોહતાસ જિલ્લાના દેહરી-ઓન-સોણમાં હનુમાનજીની મૂર્તિ પર ચોંટાડાયો હતો.

ચોરીનો આટલો બધો ડર કે ઘરને ગ્ર

ચીનના એક ભાઇના મનમાં તસ્કરોનો ભય એવો તે બેસી ગયો છે કે તેમણે પોતાના ઘરને બે સેન્ટીમીટર પહોળી સ્ટીલની પટ્ટીઓની જાળીમાં બંધ કરી દીધું છે. આથી ઘરને જાણે પાંજરામાં પુરી દીધું હોય તેવું લાગે છે. આ ઈમારત ચીનમાં રહેણાંક વિસ્તારમાં બનેલી હોવાથી આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે.

passport

passport

steel grill House

steel grill House

paris-letter

paris-letter

માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીનાં વડપણ હેઠળ ૧૮મી ફેબ્રુઆરીએ યોજાયેલી એક બેઠકમાં એવો નિર્ણય જાહેર કરાયો છે કે, દેશની તમામ ૪૬ કેન્દ્રિય યુનિવર્સિટીઓના મધ્ય ભાગમાં ૨૦૭ ફૂટની ઊંચાઈએ ભારતીય ધ્વજ ગર્વભેર લહેરાવવાનો રહેશે. સૌથી પહેલાં જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં તિરંગો ફરકાવીને ધ્વજવંદન થશે. તમામ કેન્દ્રિય યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યોજાયેલી બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે તિરંગો મજબૂત ભારતનો સંદેશ આપે છે.

ટી૨૦ વર્લ્ડ કપઃ શ્રીલંકન ટીમમ

ફિટ થયેલા કેપ્ટન લસિથ મલિંગા તથા વાઇસ કેપ્ટન એન્જેલો મેથ્યુઝનું આવતા મહિને ભારતમાં રમાનારી આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટેની શ્રીલંકન ટીમમાં પુનરાગમન થયું છે. ઇજાના કારણે મલિંગા, મેથ્યુઝ તથા ઝડપી બોલર નુવાન કુલશેખરાએ તાજેતરમાં ભારત સામેની શ્રેણી ગુમાવી હતી.

સુપ્રસિદ્ધ સિતારવાદક ઉસ્તાદ

દેશના સૌથી વયોવૃદ્ધ સંગીતકાર તેમજ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાનનું ૧૦૭ વર્ષની વયે કોલકતામાં ૧૯મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેઓ તાનસેનના વંશજ હતા. પદ્મભૂષણ અબ્દુલ રશીદ ખાનના પરિવારમાં તેમના બે પુત્રો અને બે પુત્રીઓ છે. વયસ્ક હોવાના કારણે તેમની તબિયત નાદુરસ્ત હતી અને ૧૯મી ફેબ્રુઆરીએ સવારે તેમને કોલકતાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

shane-warne-reality-show 1

shane-warne-reality-show 1