ચૂંટણી પરિણામોઃ આત્મનિરીક્ષણનો અવસર 09/12/2015 6:05 am Vikram Nayak સહુ કોઇના - વ્યક્તિગત - જીવનમાં ધાર્યું ભલે ઉપરવાળા ધણીનું થતું હોય, પરંતુ ચૂંટણીઓમાં હંમેશા મતદારોનું ધાર્યું થતું હોય છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ આ વાત ફરી એક વખત પુરવાર કરી છે. કોઇ પણ પ્રદેશ હોય કે રાજ્ય, શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની હંમેશા સમસ્યાઓ અલગ જ હોવાની. ગુજરાતના ચૂંટણી પરિણામોમાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે. શહેર, નગર તથા ગ્રામ્ય સ્તરે ભલે, રાજકીય દૃષ્ટિકોણથી, વિરોધાભાસી ચૂંટણી પરિણામો જોવા મળતા હોય, પણ તેમાં લાગતાવળગતા સહુ કોઇ માટે એક સૂચિતાર્થ તો સમાન જ છે - આત્મનિરીક્ષણ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓઃ શહેરોમાં ‘કમળ’, ગામડાંઓમાં ‘પંજો’ 09/12/2015 6:27 am Vikram Nayak અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યના મતદારોએ બે તબક્કામાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ઇતિહાસનું પુનરાવર્તન કરતા હોય તેમ કોંગ્રેસ પર વિજયકળશ ઢોળ્યો છે.
ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની વ્હારે તિરુપતિ બાલાજી 09/12/2015 6:07 am Vikram Nayak ભારત સરકારની ગાજેલી બહુ, પણ વરસેલી નહીં એવી મહત્વાકાંક્ષી ગોલ્ડ મોનેટાઇઝન સ્કીમની વહારે ભગવાન તિરુપતિ બાલાજી આવ્યા છે. સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર પોતાને દાનસ્વરૂપે મળેલું આશરે ૫.૫ ટન સોનું સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં જમા કરાવશે તેવા અહેવાલ છે.
NIDના વિદ્યાર્થીને વાર્ષિક રૂ. ૪૮ લાખના પગારની ઓફર મળી 09/12/2015 6:30 am Vikram Nayak અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી) સંસ્થામાં કેમ્પસ પ્લેસમેન્ટના પ્રથમ દિવસે એટલે કે ચોથી ડિસેમ્બરે જ બેંગ્લોરના એક વિદ્યાર્થીને જાણીતી કોર્પોરેટ કંપનીએ હાઇએસ્ટ વાર્ષિક રૂ. ૭૨ લાખના પેકેજની ઓફર કરી છે.
ભાજપ-કોંગ્રેસને ફંડ આપવામાં રાજ્ય બીજા ક્રમે 09/12/2015 6:32 am Vikram Nayak રાષ્ટ્રીય પક્ષોને દાન આપનારાઓમાં ગુજરાતના લોકોનો ફાળો આગળ છે. ૨૦૧૪-૧૫માં રૂ. ૬૨૨ કરોડ રાજકીય પક્ષોને લોકોએ કાયદેસર આપ્યા હતા. જેમાં ભાજપ ૧૨૩૪ કંપનીઓએ રૂ. ૪૩૭.૩૫ કરોડ અને કોંગ્રેસને ૨૮૦ લોકોએ રૂ. ૧૪૧.૪૬ કરોડ રાજકીય ફંડ આપ્યું છે જે લોકસભાની ચૂંટણીમાં વપરાયું હતું.
સારંગપુર ખાતે પૂ. પ્રમુખ સ્વામીનો ૯૫મો જન્મોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો 09/12/2015 6:35 am Vikram Nayak ભાવનગરઃ યાત્રાધામ સારંગપુર ખાતે તારીખ પ્રમાણે આઠમી ડિસેમ્બરે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ દિનની ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો અને હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.