વિદેશી કુશળ વર્કર્સ પર અંકુશની ભલામણ 25/01/2016 5:53 am Achyut Sanghavi લંડનઃ માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ યુકેમાં કામ કરવા આવતા કુશળ વર્કર્સની સંખ્યા પર અંકુશ રાખવા સરકારને ભલામણ કરી છે. કમિટીના રિપોર્ટમાં વિદેશથી ભરતી કરતા એમ્પ્લોયર્સ પર લેવી લાદવા, લઘુતમ વેતનો ઊંચે લઈ જવા અને ઓવરસીઝ આઈટી કોન્ટ્રાક્ટર્સ પર નિયંત્રણો સહિતના પગલાં સૂચવાયાં છે. જોકે, કમિટીની ભલામણોનો એમ્પ્લોયર્સ દ્વારા વિરોધ કરાયો છે. તેમનું કહેવું છે કે આના કારણે ખર્ચ વધવા સાથે લોકોને કામે રાખવાનું મુશ્કેલ બનશે.
લોર્ડ પોપટ ટ્રેડ એન્વોયપદે નિયુક્ત 25/01/2016 5:51 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને નિકાસને ઉત્તેજનની નીતિને આગળ વધારતા લોર્ડ પોપટને યુગાન્ડા અને રવાન્ડા માટે ટ્રેડ એનવોય (વાણિજ્યદૂત) તરીકે નિયુક્ત કર્યા છે. આ નવી જવાબદારી સાથે લોર્ડ પોપટ આ બે દેશમાં વડા પ્રધાનના વાણિજ્ય પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવશે. નિરાશાજનક નિકાસ આંકડાને ધ્યાનમાં રાખી સરકારે ચાવીરુપ ઉભરતાં બજારોને લક્ષ્ય બનાવવા લોર્ડ પોપટ અને પૂર્વ ચાન્સેલર નોર્મન લેમોન્ટ સહિત ૧૨ વાણિજ્ય પ્રતિનિધિઓની નિમણૂકો કરી છે.
ક્વીનને નવી મેઈડ જોઈએ છે! 25/01/2016 5:54 am Achyut Sanghavi લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને તેમના સત્તાવાર સ્કોટિશ નિવાસસ્થાને નવી મેઈડની જરૂર હોવાની ચર્ચા ચાલી રહી છે. ક્વીનના નિવાસે તેમની મનપસંદની કેટલીક કળાકૃતિઓની સારસંભાળ અને સફાઈની કામગીરી આ ચાકરને સંભાળવાની રહેશે. એડિનબરા ખાતે નિવાસમાં હાઉસકીપિંગ આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યા માટે વાર્ષિક ૧૭,૧૬૦ પાઉન્ડના વેતનની ઓફર કરાઈ રહી છે.
"We need a mayor who can get things done. That’s the mayor I want to be" 25/01/2016 10:17 am Reshma Trilochun Since the start of this campaign I’ve met award-winning British Asian businesses, I’ve celebrated Rath Yatra in Harrow, Janmashtami in Watford and Diwali in Kingston. At Wembley I’ve seen proud Brits give a rapturous welcome to an Indian Prime Minister.
યુકેમાં સ્ત્રીઓ સામે સેક્સ હુમલાના જોખમની ધર્મનેતાઓની ચેતવણી 25/01/2016 5:45 am Achyut Sanghavi લંડનઃ યુકેમાં સ્ત્રીઓ સામે જર્મનીના કોલોન સ્ટાઈલના સામૂહિક સેક્સ હુમલા થવાના જોખમની ચેતવણી શીખ અને હિન્દુ કોમ્યુનિટીના અગ્રણીઓએ આપી છે. અગાઉના બાળ યૌનશોષણ કૌભાંડોમાંથી પાઠ ભણવો જોઈએ તેમ ધર્મનેતાઓએ કહ્યું હતું. તેમણે બિનમુસ્લિમ સ્ત્રીઓ પર મુસ્લિમ પુરુષોના હુમલાઓને હેટ ક્રાઈમ ગણવા સરકારને હાકલ કરી છે.
બાફેલાં કરતા ઓલિવ તેલમાં તળેલાં શાકભાજી વધુ સારા 25/01/2016 5:43 am Achyut Sanghavi લંડનઃ ખોરાકને રાંધવાની પધ્ધતિની પસંદગી તેને આરોગ્યકારી કે બિનઆરોગ્યકારી બનાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે શાકભાજીને તળવા આરોગ્ય માટે હાનિકારક છે અને તળવાના કારણે તેમના એન્ટિઓક્સીડન્ટ ગુણધર્મો પર ચરબીનું ભારે આવરણ છવાઈ જાય છે. જોકે, નવા અભ્યાસ અનુસાર શાકભાજીને બાફવા કરતા શુદ્ધ ઓલિવ તેલમાં તળવામાં આવે તો તે વધુ ગુણકારી બની રહે છે. આ રીતે શાકભાજીને તળવાથી તેમની એન્ટિઓક્સીડન્ટ ક્ષમતા અને ફિનોલ ટાઈપના રસાયણો વધવાથી કેન્સર, ડાયાબીટીસ, અંધાપા સહિત લાંબા ગાળાના રોગોનું જોખમ રહેતું નથી.