Advanced search


દેશની યુનિવર્સિટીઓમાં રંગભેદ...

લંડનઃ ઉચ્ચ યુનિવર્સિટીઓમાં દેશ માટે શરમજનક રંગ-વંશભેદ પ્રવર્તતો હોવાની વડા પ્રધાન ડેવિડ કેમરનની ટીપ્પણીથી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં રોષ ફેલાયો છે. કેમરને લશ્કરી દળો, મોટા બિઝનેસીસ અને યુનિવર્સિટીઓમાં સંસ્થાગત વલણ ઘર કરી ગયું હોવાનો આક્ષેપ લગાવી કહ્યું હતું કે આના કારણે લોકો તેનાથી દૂર રહેવું પસંદ કરે છે. અસમાનતા દૂર કરવાના પ્રયાસમાં પોલીસ, મિલિટરી અને કોર્ટ્સમાં સમીક્ષા હાથ ધરવામાં આવનાર છે.

ડાયાબેટિક ફુટ-અલ્સર રોકે એવાં સ્માર્ટ મોજાં શોધાયાં

જેરુસલેમઃ ડાયાબિટીસ થયો હોય ત્યારે પગમાં થતી ઈજા કેવી પીડાદાયક પુરવાર થતી હોય છે એ તો ભોગવનાર જ જાણે. જોકે હવે આ પરિસ્થિતિને આવતી રોકવા માટે ઇઝરાયલના જેરુસલેમમાં આવેલી હિબ્રુ યુનિવર્સિટીએ એક સરસ ઉપાય શોધ્યો છે. તેમણે સેન્સ-ગો નામનાં પગમાં પહેરવાનાં સ્માર્ટ મોજાં શોધ્યાં છે. 

wedding-couple-with-love-signs

wedding-couple-with-love-signs

for jp_ gandhi book1

for jp_ gandhi book1

અરુણાચલ પ્રદેશમાં લદાયેલા રાષ્ટ્રપતિ શાસને ભારે રાજકીય અનિશ્ચતતાનો માહોલ સર્જ્યો છે. એનડીએ સરકારની ભલામણથી અમલી બનેલા આ નિર્ણયથી શાસક કોંગ્રેસના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે અને આથી જ તેણે આ નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. 

બ્રિટિશરો ‘આઇ લવ યુ’ કહેવામાં...

લંડનઃ સામાન્ય રીતે લોકો પહેલી નજરને પ્રેમને સ્વીકારી લેવામાં જરા પણ સમય વેડફતા નથી. જોકે, બ્રિટિશરો પ્રેમના સ્વીકારના મામલે જરા અલગ પસંદગી ધરાવે છે. આમ પણ અંગ્રેજો અતડાં ગણાતા હોય છે તેથી દિલની વાત બહાર લાવવામાં અચકાય છે. બ્રિટિશરો પ્રેમનો સ્વીકાર કરવામાં સરેરાશ પાંચ મહિના પસાર કરી દેતા હોય છે.

ઘાતક તાવ ડેંગ્યુને કાબુમાં લેવા માટેની રસી વિક્સાવવામાં સંશોધકોને સફળતા મળી છે. ફ્રાન્સની દવા ઉત્પાદક કંપની સનોફીએ ૨૦ વર્ષના રિસર્ચ અને ૧.૬ બિલિયન ડોલરનો ખર્ચ કર્યા પછી આ સફળતા મળી હોવાની જાહેરાત કરી છે. આ દવાનો પ્રથમ ઉપયોગ મેક્સિકોના ડેંગ્યુ દર્દી પર થશે.
દર વર્ષે અંદાજે ૪ કરોડ લોકો ડેંગ્યુનો ભોગ બને છે. તેની સામે હવે આ રસી અક્સીર સાબિત થઈ શકશે. 

કેરળના સોલર પેનલ કૌભાંડમાં બુધવારે વિજિલન્સ કોર્ટે મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ ચાંડીના વિરોધમાં દેખાવો તેજ કરતા તેમનું રાજીનામું માગ્યું છે.

for jp_ gandhi book1

for jp_ gandhi book1

 નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ તથા મનરેગા યોજનાનો અમલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે અમુક રાજ્યો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે ગુજરાત પાસે પણ સુપ્રીમે પહેલી ફેબ્રુઆરીએ જવાબ માગતા ઠપકો આપ્યો હતો કે, રાજ્યએ શા માટે મનરેગા યોજનાનો અમલ નથી કર્યો?