પંડિત એફિડેવિટ નહીં કરે તો લગ્નનું સર્ટિફિકેટ મળશે નહીં 03/02/2016 7:09 am Khushali Dave પંડિત એફિડેવિટ નહીં કરે તો લગ્નનું સર્ટિફિકેટ મળશે નહીંઃ ચેરિટી કમિશનર કચેરી અમદાવાદે બહાર પાડેલા હુકમના સંદર્ભે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંબંધિત ખાનગી ટ્રસ્ટોને તાજેતરમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદ શહેરમાં રજિસ્ટર થયેલા ખાનગી ટ્રસ્ટોમાં લગ્ન કરાવનાર પંડિતે હવેથી લગ્ન કરાવ્યા હોવાની એફિડેવિટ રજૂ કરવાની રહેશે.
Global risks could slow inflation 03/02/2016 7:04 am Reshma Trilochun This week in the UK Kristin Forbes a voting member of the BoE monetary policy has said that wage growth is not yet enough to lift inflation but that it may not be far off. She said that if they regain the momentum they had last year we may see levels consistent with meeting the inflation target.
સાદિક ખાને લંડન માટે એપ્રેન્ટિસશિપ યોજનાઓ જાહેર કરી 02/02/2016 10:49 am Achyut Sanghavi લંડનઃ લેબર પાર્ટીના લંડનના મેયરપદ માટેના ઉમેદવાર સાદિક ખાને સ્લોઆન સ્ક્વેરમાં પીટર જોન્સ સ્ટોરમાં જઈ લંડન માટે પોતાની એપ્રેન્ટિસશિપ યોજનાઓ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ‘સ્કિલ્સ ફોર લંડનર્સ’ની સ્થાપના કરશે, જ્યાં વ્યૂહાત્મક નેતૃત્વ પુરું પાડવા સાથે રાજધાનીના વર્કફોર્સમાં મુખ્ય ખાઈઓની ઓળખ કરાશે.
Gujarati journalist pioneered investigation into Subhas Bose's death 03/02/2016 7:05 am Mitul Paniker The investigative work of a Gujarati journalist provided first incontrovertible proof that Subhas Bose died after a plane crash at Taipei, capital of Taiwan on 18 August 1945
નવરત્ન સાગરજીની અંતિમયાત્રા 03/02/2016 7:06 am Khushali Dave ચેન્નઈ પાસેના વેલ્લુરમાં ૩૦મી જાન્યુઆરીએ વિહાર કરતી વખતે પાલખીમાંથી પડી ગયા બાદ ગંભીર રીતે ઘવાઈને કાળધર્મ પામેલા શ્વેતામ્બર સંપ્રદાયના આચાર્ય નવરત્ન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતિમસંસ્કાર રવિવારે મધ્ય પ્રદેશના ભોપાવર મહાતીર્થ ખાતે કરાયા હતા. તેમની અંતિમવિધિમાં ભોપાવર તીર્થના જિર્ણોદ્ધાર માટે અંદાજે રૂ. પાંચ કરોડની બોલી બોલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
રક્તપિત્તના દર્દીઓની સંખ્યા પાંચ વર્ષમાં ૪૦ ટકા વધી 03/02/2016 7:04 am Khushali Dave ગાંધી નિર્વાણ દિન સાથોસાથ વિશ્વ રક્તપિત્ત દિવસ પણ હોય છે અને આ રોગ અંગે જાગૃતિ માટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પડ્યો ત્યારે તારણ મળ્યું કે, ગુજરાતમાં રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. રાજ્યમાં ૨૦૧૧ના વર્ષમાં રક્તપિત્તના ૭૫૦૦ દર્દીઓ હતા.
આફ્રિકાની ચૂંટણીમાં ધૂમ મચાવતી જેતપુરની સાડીઓ 03/02/2016 7:12 am Khushali Dave આફ્રિકાના મધ્યમવર્ગીય અને ગરીબ વિસ્તારોમાં જેતપુરની સાડીઓ વર્ષોથી પ્રચલિત છે, હવે આફ્રિકામાં આવી રહેલી પ્રમુખની ચૂંટણીના બેનર્સ અને પડદા પણ જેતપુરમાં બની રહ્યા છે. ઉપરાંત મતદારોને સંમોહિત કરવા માટે ભારતમાં જે રીતે ભેટ સોગાદોનું વિતરણ થાય છે એથી થોડું અલગ આફ્રિકામાં પ્રમુખપદના ઉમેદવારોના ફોટાવાળી સાડી મહિલાઓને અપાઈ રહી છે. અત્યારે પૂરજોશથી જેતપુરમાં આવી સાડીઓ બની રહી છે. આફ્રિકા ખંડના ૪૪ જેટલા દેશોના એક પણ ગામમાં એક પણ આફ્રિકન સ્ત્રી એવી નહીં હોય કે જેણે જેતપુરની સાડી કે જેને કિંટાગો કહેવામાં આવે છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી આસારામનું નિવેદન લેવાશે 03/02/2016 6:57 am Khushali Dave યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા આસારામ જોધપુર જેલમાં છે. ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલા તેમના યૌન શોષણ કેસ પ્રકરણ ચાર્જ ફ્રેમ કરવા માટે ઘણા સમયથી તારીખો પડે છે. આસારામને જોધપુર જેલ સુપ્રિટેન્ડેન્ટ ગાંધીનગર લાવતા ન હોવાથી ચાર્જફ્રેમ થઈ શકતી નથી. આસારામ સામે કરાયેલા આરોપો તેમને મંજૂર છે કે ના મંજૂર તે અંતર્ગત આરોપી આસારામનું નિવેદન લેવા માટે વીડિયો કોન્ફરન્સ કરવા વિચારણા ૩૦મી જાન્યુઆરીએ હાથ ધરાઈ હતી અને આખરે સોશિયલ મીડિયા ‘સ્કાય-પી’ (વીડિયો કોલિંગનું સોફ્ટવેર)ના માધ્યમથી આસારામનું નિવેદન લેવાનો નિર્ણય લેવાયો છે.