Advanced search


Bhaktivedanta Manor-London

Bhaktivedanta Manor-London

૧૩ વર્ષમાં પહેલી વાર એપલનો નફો...

વિશ્વની સૌથી મોટી કંપનીનું બહુમાન ધરાવતી એપલના નફામાં ૧૩ વર્ષમાં પહેલી વાર પડતી જોવા મળી છે. જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમિયાન તેની રેવન્યૂ અને નફો બંનેમાં ઘટાડો નોંધાયો છે. ચોથા ત્રિમાસિક ગાળામાં નફો કંપનીનો ૬૯,૮૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગત વર્ષે ૯૦,૪૦૦ કરોડ રૂપિયા હતો. કંપનીએ પહેલાં સતત ૫૧ ત્રિમાસિક ગાળા સુધી ગ્રોથ મેળવ્યો હતો. પહેલી વાર આઈફોનનું વેચાણ પણ ઘટ્યું છે. ૨૦૦૭માં આઈફોન લોન્ચ થયા બાદ ગત વર્ષે ડિસેમ્બર સુધી તેનું વેચાણ વધ્યું હતું. આઇફોનનું વેચાણ ચીનમાં ૨૬ ટકા ઘટ્યું, જ્યારે ભારતમાં ૫૬ ટકા વધ્યું છે.

બ્રસેલ્સ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્...

ગત મહિને બેલ્જિયમમાં થયેલા આતંકવાદી હુમલામાં ઇજા પામેલી ૪૨ વર્ષીય ભારતીય એર હોસ્ટેસ નિધિ ચાપેકર એક મહિના પછી કોમામાંથી બહાર આવી છે. જેટ એરવેઝની હોસ્ટેસ નિધિ ૨૨મી માર્ચે એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટમાં ઘાયલ થઈ હતી અને હુમલાને કારણે હેબતાઇ ગયેલી નિધિની તસવીર વિસ્ફોટ બાદ વાયરલ થઇ હતી. ઘટના પછી નિધિની બ્રસેલ્સની ગ્રાન્ડ હોસ્પિટલ દે ચાર્લરોઈમાં સારવાર ચાલી રહી હતી. 

એફડીઆઈ આકર્ષવામાં ભારતે ચીનન

સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આકર્ષવાના મુદ્દે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. ભારતે વર્ષ ૨૦૧૫માં ૬૩ બિલિયન ડોલરના એફડીઆઈ પ્રોજેક્ટને આકર્ષ્યા હતા. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના એફડીઆઈ વિભાગ દ્વારા આ જાણકારી અપાઇ છે. ફોક્સકોન અને સનએડિશન નામની મોટી કંપનીઓએ વર્ષ ૨૦૧૫માં અનુક્રમે પાંચ અને ચાર બિલિયન ડોલરના પ્રોજેક્ટમાં રોકાણ કરવા પણ સંમતિ દર્શાવી છે.

nidhi

nidhi

naz shah jpg

naz shah jpg

MP Naz Shah

મોદી સરકારના જુઠ્ઠાણાંથી હું

યુપીએના શાસનકાળ દરમિયાન બહાર આવેલા ૩,૫૬૫ કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં ૧૨૫ કરોડની ખાયકીના મામલે ભાજપ સરકારે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ઘેરવાનો પ્રયાસ કરતાં જ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડા પ્રધાન સાથે સોદો કર્યો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ મારા ચારિત્ર્યહનનની વ્યૂહરચના અપનાવી રહ્યો છે. હેલિકોપ્ટર સોદામાં મારા પર મુકાઈ રહેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અમે એવું કશું કર્યું નથી જે છુપાવવું પડે. તેમને મારું નામ લેવા દો, હું ડરતી નથી. આ સરકાર છેલ્લાં બે વર્ષથી સત્તામાં છે, શા માટે તેણે સોદાની તપાસ પૂરી કરી નથી? સરકારે બને તેટલી ઝડપથી પક્ષપાત વિના તપાસ પૂરી કરવી જોઈએ અને સત્ય બહાર આવી જશે. તેમની પાસે કોઇ પુરાવા નથી, તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. 

ગુજરાત લાયન્સે રોમાંચક મેચમા

ઓલરાઉન્ડર મોરિસે રમેલી મેન ઓફ ધ મેચ ઇનિંગ્સના કારણે રોમાંચક બનેલી આઇપીએલ-૯ની મેચમાં ગુજરાત લાયન્સે એક રને દિલ્હી ડેરડેવિલ્સને હરાવ્યું છે. ગુરુવારે રાજધાનીમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં છ વિકેટના ભોગે ૧૭૨ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનારી દિલ્હી ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૧ રન કર્યા હતા.