રબરના બોલ ૩૦ કરોડ ડોલરનું પાણી બચાવશે 28/04/2016 7:47 am Nilesh Parmar હોલિવૂડ સિતારાઓની નગરી તરીકે જાણીતા લોસ એન્જલસથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા સિલામર લેક પર નજર ફેરવશો તો તમને તેની સપાટી પર કાળી ચાદર છવાયેલી જોવા મળશે. પહેલી નજરે તો કોઇને પણ એવું લાગે કે આ તો કચરો છે, પરંતુ એવું નથી. ખરેખર તો આ ખાસ પ્રકારના રબ્બરના બોલ છે, જે લાખોની સંખ્યામાં પાણીમાં તરતા મુકવામાં આવ્યા છે. ૭૦ હેકટરમાં ફેલાયેલા જળાશયમાં આવા ૯૬૦ લાખ તરતા મૂકાયા છે. પાણી બચાવો અભિયાનના ભાગરૂપે આ બોલ તરતા મૂકાયા છે.
આખા વર્ષ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરતો મોડાસાનો પરિવાર 28/04/2016 8:25 am Khushali Dave મેઘરજ રોડ પર આવેલી જીવનજયોત સોસાયટીમાં રહેતા રજનીભાઇ પટેલ અને તેમનો પરિવાર ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવીને તેનો સંગ્રહ કરે છે અને એ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન રોજિંદા કાર્યોમાં કરે છે. આ છેલ્લા પાંચ વર્ષથી આ પરિવાર વર્ષનાં ૧૩ હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરે છે.
૭ કલાક લાંબું ટ્રેલર, ૧ મહિનો લાંબી ફિલ્મ 'એમ્બિયન્સ' 28/04/2016 8:56 am Nilesh Parmar હોલિવૂડની ફિલ્મો બે કલાકની હોય છે અને બોલિવૂડની ફિલ્મો ત્રણ કલાકની. ફિલ્મ હોલિવૂડની હોય કે બોલિવૂડની તેનું ટ્રેલર તો માંડ ત્રણ-ચાર મિનિટનું જ હોય. પણ કોઇ તમને કહે કે એક ફિલ્મનું ટ્રેલર સાત કલાકથી વધુ લાંબુ છે અને ફિલ્મનું ડ્યુરેશન એક મહિનો લાંબુ છે?! આપણને તે વ્યક્તિ ભેજાગેપ જ લાગે. પરંતુ જરા થોભો. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. હોલિવૂડમાં ખરેખર આવી ફિલ્મ તૈયાર થઇ રહી છે.