ભારતે નેવિગેશન સિસ્ટમ વિકસાવીઃ અમેરિકા, રશિયા, યુરોપની હરોળમાં 29/04/2016 3:30 am Nilesh Parmar ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ ગુરુવારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ના વૈશ્વિક નકશામાં દેશને સ્થાન અપાવીને ઐતિહાસિક સિમાચિહન હાંસલ કર્યું છે. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવાના ભાગરૂપે ‘ઇસરો’એ સાતમા અને અંતિમ સેટેલાઇટને ૨૮ એપ્રિલે અવકાશમાં તરતો મૂક્યો હતો. શ્રીહરિકોટાના શ્રી સતિષ ધવન સ્પેસ સેન્ટરેથી બપોરે ૧૨.૫૦ કલાકે પીએસએલવી સી-૩૩ રોકેટ દ્વારા આઈઆરએનએસએસ-૧જી નામના સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કરાયો હતો. ૨૦ મિનિટની યાત્રા બાદ પીએસએલવીએ સેટેલાઈટને અંતરિક્ષમાં ૪૯૮ કિલોમીટરની ઊંચાઇએ લોન્ચ કર્યો હતો. અત્યાર સુધી વિશ્વમાં અમેરિકા, રશિયા, ચીન અને યુરોપ સ્વતંત્ર જીપીએસ સિસ્ટમ ધરાવે છે. આ યાદીમાં હવે ભારતનું નામ પણ ઉમેરાયું છે. આમ ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે હરણફાળ ભરી છે.
યુએસની યુનિવર્સિટીમાં શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ શ્લોક બોલતાં વિરોધ 29/04/2016 5:07 am Khushali Dave આઈવી લીગ યુનિવર્સિટીની એક શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ સંગીત પીરસ્યું હતું અને ધ્યાન કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ તો સાંસ્કૃતિક કબજો છે.
એફ-૧૬ ફાઇટરનો ઉપયોગ પાક. ફક્ત ભારત સામે કરી શકશે: યુએસના સાંસદોની ચેતવણી 29/04/2016 4:15 am Khushali Dave અમેરિકાના સાંસદોએ ફરી એકવાર પાકિસ્તાનને એફ-૧૬ ફાઇટર જેટ્સ વેચવા સંબંધે વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાંસદોએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન એફ-૧૬ ફાઇટર જેટ્સનો ઉપયોગ આતંકવાદીઓ વિરુદ્ધ નહીં પરંતુ ભારતની વિરુદ્ધ કરશે.' સાંસદોએ ઓબામા સરકારને જણાવ્યું છે કે, તેઓ આ ડીલની પુનઃ સમીક્ષા કરે.
જે માણસો બહાનાં નથી બતાવતાં તે અમીર બને છે 29/04/2016 4:38 am Khushali Dave મહેનતતો બધા કરે છે, પરંતુ દરેક વ્યક્તિ કરોડપતિ નથી બનતી. તેનું કારણ છે કેટલીક આદતો. પોતાના બળે અમીર બનનારા લોકોમાં બહાનાબાજીની આદત નથી હોતી. તે રૂપિયાનો ખૂબ સારો ઉપયોગ કરી શકે છે. તેમને ગુસ્સો પણ ઓછો આવે છે. થોમસ સી. કાર્લે નામના લેખકે પાંચ વર્ષમાં ૧૭૭ કરોડપતિઓનું અધ્યયન કર્યા બાદ નિષ્કર્ષ કાઢ્યો છે. અધ્યયન પર તેમણે એક પુસ્તક લખ્યું છે - 'ચેન્જ યોર હેબિટ્સ, ચેન્જ યોર લાઈફ.'
ડાયાબિટીસ સામે લડત આપવા પટેલ ભાઈઓનો બાઈક પ્રવાસ 22/04/2016 5:58 am Jitendra Umatia એજવેરના આશિષ પટેલ અને વેમ્બલીમાં રહેતા તેમના પિતરાઈ પરેશ પટેલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ વેલનેસ ફાઉન્ડેશન માટે નાણા એકત્ર કરવા આગામી ૨૦મી જુલાઈએ લંડનથી પેરિસ સુધીનો ૩૦૦ માઈલનો ચાર દિવસનો બાઈક પ્રવાસ શરૂ કરશે. ગ્લોબલ એડવેન્ચર ચેલેન્જીસ દ્વારા આયોજીત રાઈડમાં ભાગ લેનારા પટેલ બંધુ ‘ટુર દ ફ્રાન્સ’ના ફિનાલે પહેલા પેરિસમાં તેમની યાત્રા પૂરી કરશે.
ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ ૩ વર્ષની જેલ 16/04/2016 5:53 am Achyut Sanghavi લંડનઃ ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ કેર એજન્સી CareFirst 24ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ કૌઝીરામને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા કરી હતી અને પાંચ વર્ષ સુધી કંપનીના ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા. જજ પીટર ગોવર QC એ તેમના પત્ની સારસપેડીને પણ બે વર્ષ સસ્પેન્ડ રખાયેલી ૧૨ મહિનાની જેલ અને ૧૫૦ કલાક કોમ્યુનિટી સર્વિસની સજા ફટકારી હતી.