Advanced search


ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલા...

ઝુબિન મહેતા ૨૯ એપ્રિલે ૮૦ વર્ષના થયા. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એક કારણ એ હોઈ શકે કે તેઓ ગ્લોબલ સેલિબ્રિટી ખરા, પણ એમની કર્મભૂમિ ભારત નહીં, બલકે યુરોપ-અમેરિકા છે. તેઓ મ્યુઝિકલ કંડક્ટર છે. બીથોવન અને મોઝાર્ટ જેવા પશ્ચિમના મહાનતમ સંગીતકારોની રચનાઓ તેઓ મંચ પરથી પેશ કરે છે. એમના ઓપેરા અને કોન્સર્ટ્સ દુનિયાભરમાં મશહૂર છે. મુંબઈમાં તાજેતરમાં એમના એંશીમા જન્મદિન નિમિત્તે બેક-ટુ-બેક ત્રણ કોન્સર્ટ્સ યોજાઈ ગઈ. પહેલી બે એનસીપીએમાં અને ત્રીજી બ્રેબોર્ન સ્ટેડિયમમાં. 

માર્ગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુને ભેટેલા સુરતના દિશાંક જરીવાલાનું હૃદય રાજસ્થાનમાં આવેલા અલવરના વતની ૪૩ વર્ષીય મોઇનુદ્દીન ખાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ૩૦મી એપ્રિલના રોજ દિશાંકને ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી પરિવારજનોએ દિશાંકનું હૃદય દાન કરવાનો નિર્ણય લઈ ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી તેના હૃદય દાન કર્યું હતું. હૃદયને માત્ર ૭૫ મિનિટમાં સુરતથી મુંબઈ લઈ જવામાં આવ્યું હતું.

શહેરના હેકર મનીષ ભંગોલેએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડની સાઇટ હેક કરીને દાઉદના ઘરના ચાર પૈકી એક ફોન કોલ ડિટેઇલ્સ મેળવી હોવાનો દાવો કર્યો છે.

પત્નીનો ચંદુને SMSઃ કેટલી વારમાં આવો છો?
ચંદુનો જવાબઃ ૨૦-૨૫ મિનિટમાં આવું છું અને વાર લાગે તો આ SMS ફરીથી વાંચી લેજે.

guj bjp meeting

guj bjp meeting

અરબી સમુદ્રમાં આવેલા શિયાળબેટ ટાપુને આઝાદી પછી પણ વીજળી પૂરી પાડી શકાઈ નહોતી. પાંચ હજારની વસ્તી અને મુખ્યત્વે માછીમાર પરિવારો ધરાવતા આ ટાપુની પ્રજા છ દાયકાથીય વધુ સમયથી અંધકારમાં જીવતી હતી. ત્યાં હવે વીજળીની સગવડ અપાઈ છે.

બ્રિસ્ટોલના સ્મિતા પંડ્યાએ જ

બ્રિસ્ટોલના પોશ વિસ્તાર ક્લીફ્ટન ખાતે રહેતા અને ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ખુદની રિક્રૂટમેન્ટ એજન્સી ચલાવતા ગુજરાતી મૂળના સ્મિતા પંડ્યાએ આત્મહત્યા કરી લીધા બાદ તેમનો મૃતદેહ ગત તા. ૨૪મી એપ્રિલ ૨૦૧૬ના રોજ સવારે તેમના ફ્લેટમાંથી મળી આવતા બ્રિટનના સમસ્ત બ્રાહ્મણ સમાજ સહિત વિશાળ ભારતીય સમુદાયમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઝળહળતી કારકિર્દી ધરાવતા સ્મિતાબેને પોતાના બિઝનેસમાં તકલીફ જણાતા ફાર્મસી ચેઇન બુટ્સમાં નોકરી માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક બુટ્સ સ્ટોર્સ દ્વારા તેમની અરજી નકારવામાં આવી હતી. જે પત્ર તેમના મૃતદેહ પાસેથી મળી આવ્યો હતો. ૪૬ વર્ષના સ્મિતા પંડ્યા ૨૦૦૩માં ડીપ્રેશનથી પિડાતા હોવાનું નિદાન થયું હતું અને છેલ્લે ૨૦૧૫માં પણ તેમને માનસિક તણાવ હોવાનો જણાયું હતું.

Bura Jadeja 3

Bura Jadeja 3

dadeshwar

dadeshwar

હારાષ્ટ્રના દુષ્કાળે સર્જેલાં દૃશ્યો કાળજું કપાવનારા છે. આવું એક ગામ પાલઘર તાલુકાનું ટીપીનપાળા છે. સોએક ઘરની માંડ વસતી. બધા આદિવાસીઓ છે. કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓ આ ગામના સરપંચને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પાણીની તકલીફ તો છે જ એ સાથે ચામડી અને સ્ત્રીઓને લગતા રોગો પણ વકર્યા છે. ગામની મુલાકાત લેનારા કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓમાં ટ્રસ્ટી તલકશીભાઈ ફરીઆ પણ હતા. તેમણે નિશ્ચય કર્યો કે પહેલી મેના રોજ લગ્નજીવનની ૫૦મી વર્ષગાંઠે કોઈ જલસો કર્યા વગર આ ગામમાં જરૂરી સગવડ કરી આપવી.