હિંદુ કેદીઓને દિવાળી સહિત છ તહેવારોએ કામમાં મુક્તિ મળશે 09/05/2016 10:02 am Achyut Sanghavi લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોના હિંદુ કેદીઓેને પહેલી જૂનથી અમલી બનનારી માર્ગદર્શિકા મુજબ મહાશિવરાત્રિ, રક્ષાબંધન, કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશપૂજા, વિજયાદશમી અને દિવાળીના તહેવારોએ કામ કરવામાંથી મુક્તિ મળશે.
Harrassed Haryana girls stop going to school 09/05/2016 9:38 am Mitul Paniker With the increasing lack of safety, over 40 girls from two villages in Rewari district of Haryana have stopped attending classes at a government school in neighbouring Lala village.
બ્રિટિશ ગ્રેજ્યુએટ્સના શિરે દેવાંનો ડુંગર 09/05/2016 9:53 am Achyut Sanghavi લંડનઃ ઈંગ્લિશ યુનિવર્સિટીઝનાના ગ્રેજ્યુએટ્સ યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિત અંગ્રેજીભાષી દેશોની સરખામણીએ અભ્યાસ પછી દેવાંના ડુંગર હેઠળ દબાયેલાં હોવાનું સટન ટ્રસ્ટના અભ્યાસે જણાવ્યું છે. સૌથી ગરીબ બ્રિટિશ વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી ૫૦,૦૦૦ પાઉન્ડ સુધીના દેવાંમાં ડૂબેલા હોય છે. જોકે, અભ્યાસ પછીની કમાણી સાથે પરત ચુકવણી સંકળાયેલી છે તેવી સરકારી લોન્સ મેળવતાં વિદ્યાર્થીઓને લાભ અવશ્ય મળે છે.
ત્રણ વર્ષમાં યુકેના ૨૫ ટકા કેર હોમ્સ બંધ થવાનું જોખમ 09/05/2016 9:53 am Achyut Sanghavi લંડનઃ જંગી દેવાં તેમજ લોન રિપેમેન્ટ કરવા જેટલો નફો ન થવાથી આગામી ત્રણ વર્ષમાં બ્રિટનના ૨૫ ટકાથી વધુ અથવા લગભગ ૫,૦૦૦ કેર હોમ બંધ થવાની શક્યતા છે. રેડિયો-4 માટેના અભ્યાસ મુજબ કેર હોમનો ટેક્સ પહેલાનો સરેરાશ નફો ૧૭,૬૪૭ પાઉન્ડ હોય છે. નવા નેશનલ લિવિંગ વેજ સહિત વધતા ખર્ચથી કેર હોમ્સની નફાક્ષમતા ઘટી હોવાનું કહેવાય છે.
બ્રિટિશ મહિલા માટે મોર્નિંગ આફ્ટર પિલ્સ ભારે ખર્ચાળ 09/05/2016 9:53 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ મહિલા ઈમર્જન્સી ગર્ભનિરોધ પિલ્સ માટે ૨૮ પાઉન્ડ ચુકવે છે, જ્યારે ફ્રાન્સમાં આ ખર્ચ માત્ર ૫.૪૦ પાઉન્ડ છે. આમ, બાકીના યુરોપની સરખામણીએ બ્રિટનમાં મોર્નિંગ આફ્ટર પિલ્સની કિંમત અનેક ગણી ચુકવવી પડે છે. યુરોપમાં આયર્લેન્ડ જ બીજો દેશ છે, જ્યાં મોર્નિંગ આફ્ટર પિલ્સની વધુ કિંમત ચુકવવી પડે છે.