રાજ્યમાં ધૂળની ડમરી વરસાદ અને કરાવર્ષા 10/05/2016 3:28 pm Khushali Dave સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં છઠ્ઠી મેથી શરૂ કરીને લગભગ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. ભરૂચ તાલુકના ટંકારીયા અને પાલેજ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શરૂઆત થતાં જ વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી અને અમરેલી જિલ્લાના ગાધકડા ગામે વીજળી પડતાં બે બળદના મોત નીપજ્યા હતા.
જોહાનિસબર્ગમાં કરજણની યુવતીની ગોળી મારી હત્યા 11/05/2016 6:49 am Mukesh Patel મધ્ય ગુજરાતના કરજણ તાલુકાના સાંસરોદ ગામની વતની અને હાલ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વસતી ૨૬ વર્ષની ફઝિલા મોગલનું અજાણ્યા હુમલાખોરે કરેલા ગોળીબારમાં મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી ભારતીય સમુદાયમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
યુએસથી વતન આવેલા નાનાલાલ ગોવાણીનું અકસ્માતમાં મૃત્યુ 10/05/2016 3:08 pm Khushali Dave ચીકુવાડી પાસે આવેલા ગોરાઈ રોડની પાછળ સાંજે સાડા પાંચ વાગ્યે ૭૫ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનને બાઇકસવારે અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. બોરીવલીના ચીકુવાડી પાસે સરસ્વતી બિલ્ડિંગમાં આઠમા માળે રહેતા અને અમેરિકાથી પાછી ફરેલા ૭૫ વર્ષીય નાનાલાલ ગોવાણી (પટેલ) નવમી મેએ ગોરાઈ રોડની પાછળ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે ૧૯ વર્ષના બાઇકસવાર વરુણ ટીસે તેમને અડફેટે લેતાં તેમને માથાના ભાગમાં તથા શરીરે ઇજા થઈ હતી. સારવાર માટે ગોવાણીને ભગવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અમિતાભના મીણના પૂતળાનું મેક ઓવર 11/05/2016 7:00 am Mukesh Patel લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયેલા અમિતાભ બચ્ચનના મીણના પૂતળાનું જલદીથી મેક ઓવર કરાશે. ખુદ બિગ બીએ પોતાના બ્લોગ પર આ જાણાકારી આપી છે. અમિતાભે બ્લોગ પર લખ્યું છે કે એમટીના લોકોએ મારી સાથે સમય વીતાવ્યો. થોડુંક માપ લીધું અને મારી તસવીરો પણ પાડી. તેઓ મારા વેક્સ ફિગરમાં ફેરફાર કરવા ઇચ્છે છે. તેથી મારાં જૂનાં કપડાં, શૂઝ, જેક્ટ્સ, ચશ્મા પણ મારી પાસેથી લેવામાં આવ્યા છે.
બુધનું ઐતિહાસિક પારગમન 10/05/2016 3:03 pm Khushali Dave સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થતા બુધની ઐતિહાસિક ઝાંખી કરવાનો અવસર સોમવારે ભારતવાસીઓને પ્રાપ્ત થયો હતો. એક દાયકા બાદ બનેલી આ ઘટનામાં બુધ ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થયો હતો. બુધ સૂર્યના ઉપરના ભાગેથી પસાર થયો ત્યારે સામાન તલ જેવો દેખાયો હતો. એક સદીમાં ૧૩થી ૧૪ વખત આવી ઘટના બને છે.