Advanced search


ઇંગ્લિશ પ્રીમિયર લિગની મેચમા

વેસ્ટ હામ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની મેચ પૂર્વે સ્ટેડિયમ બહાર માન્ચેસ્ટરની ટીમ બસ પર વેસ્ટ હામના સમર્થકોએ કેન્સ અને બોટલોથી હુમલા કરતા બસની બારીના કાચ તૂટી ગયા હતા. અશાંત માહોલના કારણે ઈંગ્લિશ પ્રિમિયર લીગ (ઇપીએલ)ની આ મેચ લગભગ મોડી શરૂ થઇ હતી. વેસ્ટ હામના સમર્થકોનો હુમલો માત્ર બસ સુધી સીમિત રહ્યો ન હતો, પરંતુ મેદાન પર પણ યુનાઈટેડના ગોલકીપર ડેવિડ ડે જીય પર બોટલ પણ ફેંકાઇ હતી. બુધવારે બોલિયન ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ માટે રમત શરૂ થવાના કલાક પૂર્વે માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ સ્ટેડિયમ નજીક પહોંચી અને કેપ્ટન વાયને રૂની બસમાંથી ઊતર્યો કે વેસ્ટ હામના સમર્થકોએ બસ પર હુમલો કર્યો હતો. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં એક પોલીસ અને એક નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈની ધરપકડ કરાઈ નથી. વેસ્ટ હામના કો-ચેરમેન ડેવિડ સુલિવાને માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ બસ પર થયેલા હુમલા માટે માફી માગી હતી.

બેંગ્લૂરુના 'નારાયણ મૂર્તિ': ચ

બેંગ્લૂરુના આ મૂર્તિ ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ તો નથી, પરંતુ તેમની કંપનીએ હોર્ટોનવર્ક્સે માત્ર ચાર જ વર્ષમાં છ બિલિયન રૂપિયાની કમાણી કરીને સાબિત કરી આપ્યું છે કે, તેઓ કોઈનાથી કમ નથી. અરુણ મૂર્તિનો ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ કોઈ સંબંધ નથી, પરંતુ આ ૩૫ વર્ષની આ વ્યક્તિ એ જ ઝડપથી પ્રગતિની સીડીઓ ચઢી રહી છે, જે રીતે ક્યારેક નારાયણ મૂર્તિ ચડયા હતા.

વિન્ડિઝના જાણીતા કોમેન્ટેટર

વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટ રાઈટર, કોમેન્ટ્રેટર અને પત્રકાર ટોની કોઝિયરનું ૭૫ વર્ષની વયે બાર્બાડોસમાં નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિન્ડિઝનો અવાજ બની રહેલા કોઝિયર તેમની આગવી શૈલી અને ક્રિકેટના ગહન જ્ઞાનને કારણે વિશ્વભરમાં આદરપાત્ર સ્થાન ધરાવતા હતા.

ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમની કે

ઇંગ્લેન્ડની ૩૬ વર્ષની કેપ્ટન શાર્લોટ એડવર્ડસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ૧૯૯૬માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેના નામે વન-ડેમાં સૌથી વધારે રન નોંધાયેલા છે.

કેનેડામાં ફોર્ટ મેકમર્રેના જ

કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલા ફોર્ટ મેકમર્રે શહેરને અડીને આવેલા જંગલમાં લાગેલી ભયાનક આગને પગલે ૮૦ હજાર લોકોને શહેર છોડી સલામત જગ્યાએ જતા રહેવાના આદેશ અપાયા છે. કેનેડાના આ શહેરમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ છે. આગને કારણે કોઈ ગુજરાતીને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ રાતોરાત શહેરને ખાલી કરાવાતા તેમજ આસપાસના વિસ્તારોમાંથી પણ આગથી બચવા લોકો હિજરત કરી રહ્યા હોવાથી હાઇ-વે પર પણ ભારે ચક્કાજામ થયો હતો. મંગળવારે રાત્રે સ્થિતિ વિકટ બનતાં આલ્બર્ટા સ્ટેટના લોકોને ઘરો ખાલી કરવાની ફરજ પડી હતી. એક સ્થાનિક રહેવાસીએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, હવે તમને તમારું ઘર જોવા નહીં મળે એવો ખ્યાલ રાખીને ઘર છોડવું ખરેખર મુશ્કેલ હોય છે.

લાલુએ રંગ બદલ્યોઃ હું રામદેવન

પતંજલિની આયુર્વેદિક પ્રોડક્ટ્સ મારફત મોટી-મોટી કંપનીઓને પડકાર આપી રહેલા બાબા રામદેવે બુધવારે બધાને ચોંકાવી દીધા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ફરિદાબાદમાં યોજાનારા પોતાના પાંચ દિવસના કાર્યક્રમનું આમંત્રણ આપવા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નવી દિલ્હી સ્થિત ઘરે પહોંચી ગયા હતા.

કાગડો રામ બોલ્યોઃ સઇદ કહે છે પ

પાકિસ્તાનના પ્રતિબંધિત જમાત-ઉદ્દ-દાવાના (જેયુડી)ના વડા હાફિઝ સઇદે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં રહેલાં હિન્દુ મંદિરો અને અન્ય બિન-મુસ્લિમ ધાર્મિક સ્થળોને તેમનું સંગઠન તૂટવા દેશે નહીં.

Asian Voice and Gujarat Samachar reader Survey 2016

Hafiz Saeed

Hafiz Saeed

Ramdev and Lalu

Ramdev and Lalu