VW to recall 1.9 lakh cars in India 08/06/2016 7:09 am Mitul Paniker German car-making company Volkswagen is all set to recall 1.9 lakh cars in India from July 2016, launching the process of calling back 3.23 lakh cars to fix the emission software.
Adani may walk away from Auz project 08/06/2016 7:09 am Mitul Paniker Long delays and steady legal challenges have impeded Adani Enterprise's dream to build one of the world's biggest coal mines in Australia.
ગુજરાતમાં આ સપ્તાહે ‘હિટએલેર્ટ’ 08/06/2016 7:42 am Khushali Dave ફરી એક વાર આકરી ગરમી સાથે ગુજરાતમાં જાણે અગનવર્ષા શરૂ થઇ હોય તેમ હવામાન ખાતા દ્વારા આ અઠવાડિયા માટે રાજ્યમાં હિટએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છઠ્ઠી અને સાતમી જૂને સરેરાશ ૪૬ ડિગ્રી તાપમાન સાથે ઇડર સૌથી ગરમ શહેર રહ્યું હતું.
ભરવાડ ગેંગ દ્વારા રૂ. પાંચ કરોડના સોનાની લૂંટ 08/06/2016 7:40 am Khushali Dave બાવળા - રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર ચોથી જૂને આંગડિયા પેઢીના રૂ. પાંચ કરોડના સોનાના પાર્સલોની લૂંટની ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ આ કેસમાં છઠ્ઠી જૂને પોલીસે છ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ. ૩.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુંબઇની પવાર અને ગુજરાતની ભરવાડ ગેંગે લૂંટને અંજામ આપ્યો હતો.
કોંગ્રેસ લોકદરબારમાં પાટીદારોએ હોબાળો કર્યો 08/06/2016 7:49 am Khushali Dave ભાજપ સરકારના વિકાસના દાવાની પોલ ખોલવાના ઇરાદા સાથે ચોથી જૂને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુરતના વરાછા રોડ પર હીરાબાગ ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. જોકે આ લોકદરબારમાં પાસના કાર્યકરો હાવિ થઈ જતાં લોકદરબાર પાટીદારોની સભા જેવો બની ગયો હતો. તેમાં પણ પાસના કન્વિનર ધાર્મિક માલવિયાને બોલવા નહીં દેવાતા કોંગ્રેસ અને શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓની હાય હાય બોલાવતા સૂત્રોચ્ચાર કરાયા હતા.
અમદાવાદ બ્લાસ્ટનો આરોપી સાજિદ ISમાં દેખાતાં સેન્ટ્રલ એજન્સીઓ સક્રિય 08/06/2016 7:38 am Khushali Dave ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટમાં સંડોલાયેલો મહંમદ સાજિદ ઉર્ફે સાજિદ બડા ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના તાજા વીડિયોમાં દેખાતા ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ હરકતમાં આવી ગઈ છે. એટીએસ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી કરાઈ ખાતે ગુજરાતભરના એસઓજીના અધિકારીઓને ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો કેવી રીતે સામનો કરવો તેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ સાથે જ યુવકોને ઈન્ટરનેટ દ્વારા ફોસલાવીને ભોળવવામાં આવતા હોય છે, તેની ઉપર વોચ રાખવા ભાર મુકાઈ રહ્યો છે. આમ ગુજરાતમાં આઈએસઆઈએસનો પગ પેસારો ના થાય તેની ઉપર સતત ટ્રેનિંગ અપાય છે.
ડાંગનો મુરલી ગાવિત વિયેતનામમાં ભારતીય તિરંગો લહેરાવવા તત્પર 08/06/2016 7:46 am Khushali Dave ડાંગ એક્સપ્રેસના નામે ઓળખાતો ડાંગ જિલ્લાના પહાડી પ્રદેશનો યુવા દોડવીર મુરલી ગાવિત વિયેતનામમાં યોજાઈ રહેલી ૧૭મી જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૧૬માં ૫૦૦ મીટરની દોડમાં ભાગ લઈને, ભારત માટે ગોલ્ડ મેડલ મેળવીને ભારતીય તિરંગો લહેરાવવા માટે વિદેશી ધરતી પર પહોંચી ગયો છે.