Advanced search


તાલુકાના સારસા ગામે સત્ કૈવલ મંદિરના ગાદિપતિ અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને જૈશ-એ-મહંમદ આતંકવાદીઓના નામે મારી નાખવા ઉપરાંત મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બે પત્રો મળતા ભારે ચકચાર મચી છે.

બ્રેક્ઝિટ કેમ્પનું જોર વધ્યુ

ઈયુ રેફરન્ડમના ૨૩ જૂનના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુગવ દ્વારા નવા સર્વેમાં બ્રેક્ઝિટ કેમ્પે સરસાઈ મેળવી જણાય છે. રીમેઈન કેમ્પના ૪૧ ટકાની સામે લીવ છાવણીએ ૪૫ ટકા સમર્થન મેળવ્યું હતું, જ્યારે ૧૧ ટકા મતદાર અનિર્ણાયક રહ્યા હતા. ડેવિડ કેમરન અને લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સન વચ્ચે છેડાયેલાં શાબ્દિક યુદ્ધમાં બોરિસ ઈયુમાં બ્રિટનનો ફાળો વધી જવા વિશે ખોટાં દાવાઓ કરતા હોવાનું કેમરને જણાવ્યું છે. ઈયુમાં રહેવાના મુદ્દે વિપક્ષ લેબર અને ટોરી પાર્ટી એકમત ધરાવતી થઈ છે.

ચૂકાદો તો બાકી, પરંતુ જલ્લાદો

તાજેતરમાં બિઝનેસમેન ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ સામે આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતા તેમજ જવાબદાર પત્રકારત્વમાં અગ્રેસર પબ્લિકેશન ‘ધ ટાઇમ્સ’ અને ‘ધ ડેઇલી મેઇલ’માં NHS ઔષધોની કિંમતમાં કથિત ભાવવધારા સંબંધે કરાયેલા પ્રહારોથી પ્રસિદ્ધિ આપવા જે પ્રકારની રીતિનીતિ અપનાવાઈ છે. તેનાથી ગંભીર ચિંતા ઊભી થાય છે. કમનસીબે અને કદાચ રહસ્યમય રીતે આ વાતની સાથોસાથ ભીખુભાઈ અને વિજયભાઈ પટેલની પ્રતિષ્ઠાને જાહેરમાં ખરડવાનો ખુલ્લો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈને પણ આશ્ચર્ય થયા વિના રહેશે નહીં કે સનસનાટી મચાવવાની નિરંકુશ માનસિકતાથી આવું થઈ રહ્યું છે.

ભારત-અમેરિકા સંબંધમાં સોનેરી

છ દિવસમાં પાંચ દેશોના પવનવેગી પ્રવાસે નીકળેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ ચરણમાં મંગળવારે અમેરિકા પહોંચ્યા હતા. અફઘાનિસ્તાન, કતાર અને સ્વિત્ઝર્લેન્ડમાં મહત્ત્વના દ્વિપક્ષીય કરારો થકી રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરીને વોશિંગ્ટન પહોંચેલા વડા પ્રધાન મોદીએ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતને સ્થાન માટે અમેરિકાનું સમર્થન મેળવીને મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ઓબામા વચ્ચે ઓવલ હાઉસમાં એક કલાક મંત્રણા યોજાઇ હતી. આ બેઠક બાદ મોદીએ કહ્યું હતું કે, અમે પ્રાદેશિક સુરક્ષા, સાયબર સુરક્ષા, નાગરિક પરમાણુ ક્ષેત્રે સહકાર સહિતના મુદ્દે ચર્ચા કરી છે. એનએસજીમાં ભારતના સભ્યપદને સમર્થનની સાથોસાથ જ અમેરિકાએ મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (એમટીસીઆર)માં ભારતને સ્થાન મળવું જોઇએ તે વાતે પણ ટેકો જાહેર કર્યો છે.

લેસ્ટર ખાતે ભરૂચ વહોરા પટેલ સમ...

ભરૂચ વહોરા પટેલોના પ્રથમ સંમેલનમાં સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં લેસ્ટરમાં ઊમટી પડયા હતા. જેમાં લેસ્ટરસ્થિત લો ફર્મના ડિરેકટર રફીકભાઈએ સમાજના બાળકોને હાયર એજયુકેશન લઈ શિક્ષિત બનાવવા પોતાની ફર્મ તરફથી સંગઠનને શક્ય તમામ સહાય કરવા જણાવ્યું હતું.

યુકેના જૈન અગ્રણીઓએ પોપ ફ્રાન

ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના સભ્યોએ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જૈન ધર્મ પ્રાચીન ભારતીય હિંદુ ધર્મ છે અને શિક્ષણ, કલા અને સંસ્કૃતિના માધ્યમથી દયા અને અહિંસાનો સંદેશો ફેલાવે છે. પોપ ફ્રાન્સિસે તેમને સંબોધતા કુદરત અને ધરતી માતાનું જતન કરવાની જવાબદારી આપણા સૌની હોવાનું કહ્યું હતું. જૈન અગ્રણીઓ વિશ્વને જે રીતે મૂલવે છે તે બદલ પોપે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે આવેલા અંબુજા ફેક્ટરી કે જેમાં કોટન વિભાગમાં કામ કરતાં ૩૫ જેટલા કામદારોને અડધી રાત્રે કંપની દ્વારા સિક્યુરીટીની મદદથી બળજબરી રૂમોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમને સામાન સાથે બસમાં બેસાડી હિંમતનગર છોડી દેવામાં આવ્યા હતા. અમને કંપનીમાં રાતદિવસ કામ કરાવાય છે તેના બદલામાં પૂરતું વળતર મળતું નથી.

Jain Leaders from UK meet the Pope - Vatican

Jain Leaders from UK meet the Pope - Vatican

ઓશવાળ એસોસિયેશન યુકેના પ્રમુખ તુષાર શાહ સાથે પોપ ફ્રાન્સિસ

Bhikhu-Vijay-Patel

Bhikhu-Vijay-Patel

વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલ