Advanced search


વિદેશી ભાષાની ચેનલો એકીકરણ મા

લંડનના મેયર શ્રી બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે 'દેશમાં મોટા પ્રમાણમાં ઇંગ્લીશ સિવાયની વિદેશી ભાષાઅોની ટીવી ચેનલોના કારણે લોકો ઇંગ્લીશ અોછું શિખે છે અને બ્રિટિશ સમાજમાં તેમનું એકીકરણ અોછું થાય છે.

Boris_Johnson-6a

Boris_Johnson-6a

માનો યા ના માનો, પણ ચીનના જીંગ્સુ પ્રવિન્સના નાનતોંગ શહેરના ૧૯ વર્ષના એક વિદ્યાર્થીએ ઇન્ટરનેટના વ્યસનથી છૂટકારો મેળવવાના આખરી પગલા તરીકે પોતાનો ડાબો હાથ કાપી નાંખ્યો હતો. 'લીટલ વેંગ' તરીકે અોળખાવાયેલા આ યુવાનની હાલત સુધારા પર છે.

જી હા, તસવીર જોશો એટલે બધું સમજાઇ જશે. નોર્થ ઇસ્ટ લંડનના રોમફર્ડમાં હાર્વેસ્ટર રોડ નજીક આવેલ મેશીટર્સ હિલ ખાતે કાઉન્સીલના કોન્ટ્રાક્ટરે લાઇટના થાંભલાની ચારે તરફ કાર પાર્ક કરવા માટે આમ સફેદ કલરથી બોક્સ દોરી દીધું હતું.

અલ-કાયદા જેહાદીઓ માટે વફાદારી

લંડનઃ માન્ચેસ્ટરના અર્નડેલ શોપિંગ સેન્ટરને ઉડાવી દેવાની યોજનાનો આરોપ ધરાવતા અલ-કાયદાના જેહાદી પાકિસ્તાની રીંગલીડર આબિદ નાસીરની ન્યૂ યોર્કમાં ચાલતી ટ્રાયલમાં પુરાવા તરીકે સૌપ્રથમ વખત જેહાદીઓ માટે ‘વફાદારીના શપથ’નો ઉલ્લેખ થયો હતો.

પુરૂષો હંમેશા કઠોર હ્રદયના હોવાનું કહેવાય છે. પરંતુ ના એવું નથી. તાજેતરમાં થયેલા અભ્યાસમાં ૨૮ ટકા પુરૂષોએ જણાવ્યું હતું તેઅો સગીર વયના હતા ત્યારે તેમને થયેલા પહેલા પ્રેમનો તેઅો હજુ અહેસાસ કરે છે. જ્યારે ૬૨% લોકોએ જણાવ્યું હતું કે તેઅો નિયમીતપણે તેમના પ્રથમ પ્રેમની યાદોને વાગોળે છે.

લંડનઃ વિશ્વમાં પ્રથમ પ્રકારની ઘટનામાં ૫૯ વર્ષની બ્રિટિશ મહિલા તેની મૃત પુત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવા પોતાના જ દોહિત્રને જન્મ આપવા કાનૂની લડાઈ લડી રહી છે. તેનો પતિ પણ આ યુદ્ધમાં તેની સાથે છે. ચાર વર્ષ પહેલા કેન્સરના કારણે પુત્રીનું મોત થયું હતું. આ પુત્રીએ ફ્રીઝ કરાવેલાં સ્ત્રીબીજને દાતાના વીર્યથી ફલિત કરીને બ્રિટિશ મહિલામાં સ્થાપિત કરવામાં આવશે.

મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય...

ન્યૂ યોર્કઃ રિલાયન્સ જૂથના મોભી મુકેશ અંબાણીએ સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીય તરીકેનું ગૌરવ જાળવ્યું છે. તેમની નેટવર્થ ૨૧ બિલિયન યુએસ ડોલર થાય છે. જ્યારે સોફ્ટવેર કિંગ બિલ ગેટ્સે વિશ્વના સૌથી ધનાઢયનું સ્થાન જાળવ્યું છે.

સાણંદ એશિયા-પેસિફિકનું સૌથી મ

સાણંદઃ ગુજરાતના મહાનગર અમદાવાદના સીમાડે આવેલું સાણંદ દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઝડપભેર વિકસી રહ્યું છે. જે ઝડપે વિકાસ થઇ રહ્યો છે તે જોતાં સાણંદ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટા ઓટો કેન્દ્ર તરીકે સ્થાન મેળવશે.