વલસાડના ડો. ખાલિદ ફોર્બ્સના બિઝનેસ લીડર્સની યાદીમાં 18/05/2016 7:33 am Khushali Dave મોટા તાઇવાડના ડો. ખાલિદ ગુલામબશીર મણિયારને મિડલ ઇસ્ટના દેશો જેવા કે દુબઈ, ઓમાન, અફઘાન, ઇરાન, ભારત અને ભાઇઝાનમાં સીએ ફર્મ અને બિઝનેસ એડવાઇઝરીની સર્વિસ કંપની ચલાવવા ૧૦૦ ભારતીય બિઝનેસ લીડરમાં સ્થાન મળ્યું છે. તેઓ ૧૯૭૩માં વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાંથી બી.કોમ કર્યા બાદ ૧૯૭૪માં લંડન પહોંચ્યા હતા. જ્યાં ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસક્રમ પૂરો કરી દુબઈમાં સીએ ફર્મની પ્રથમ ઓફિસ શરૂ કરી હતી.
NRIએ વાલ્મીકિ સમાજની ૭ કન્યાને કરિયાવર આપ્યું 18/05/2016 7:36 am Khushali Dave મૂળ દાવોલના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ જે. ડી. પટેલે ૧૪મી મેએ બોરસદ તાલુકાના ૬૫ ગામના જરૂરિયાતમંદ ૨૯૪ વિદ્યાર્થીને શાળાની ફીની રકમના ચેક આપ્યા બાદ બીજા દિવસે રવિવારે વાલ્મિકી સમાજની સાત દીકરીને કરિયાવર આપ્યું હતું, જેમાં દીકરીઓને સોનાના દાગીનાથી લઈને ઘરવખરી આપી હતી. બોરસદમાં જે. ડી. પટેલ કોલેજના પટાંગણમાં ચરોતર વાલ્મીકિ સમાજ મહાપંચાયત આણંદના તૃતીય સમૂહ લગ્નોત્સવમાં સાત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
રણમાં પાકિસ્તાની યુવકની લાશ મળી 18/05/2016 7:47 am Khushali Dave વીઘાકોટ સરહદે કાંટાળી વાડ પાસે ૧૪મીએ પાકિસ્તાની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરમી, ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયાની શંકા છે. મૃતકની ઓળખ થઈ નથી અને પાક. સુરક્ષા દળે યુવકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે તો બીજી તરફ ભારતીય સીમા સુરક્ષા દળે ૧૪મીએ બપોરે એક પાકિસ્તાની આધેડને ભારતમાં ઘૂસતાં ઝડપી લીધો હતો.
પૂર્વ પ્રધાન દોલત પરમારનું નિધન 18/05/2016 7:44 am Khushali Dave રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન પીઢ કોંગ્રેસ અગ્રણી, કેળવણીકાર અને જાણીતા દલિત નેતા દોલતભાઈ ચેલારામ પરમારનું નવમી મેએ ડીસામાં તેમના નિવાસસ્થાને બ્રેઇન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. ગુજરાત વિધાનસભાની ૧૯૭૨થી ૨૦૦૭ સુધી તમામ ચૂંટણીઓમાં ઉભા રહી છ વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલનું અવસાન 18/05/2016 7:50 am Khushali Dave રાજ્યસભાના સંસદસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ૧૨મી મેએ દિલ્હીમાં અવસાન થયું હતું. ૭૭ વર્ષના નેતા ૧૩મી લોકસભામાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન પાટણના લોકસભાના સાંસદ હતા અને ૨૦૦૬થી રાજ્યસભામાં ગયા હતા.