Advanced search


યુએસની સાયન્સ કમ્પિટિશનમાં ખ

વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે ‘આઇ સ્વીપ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઓલિમ્પિયાડ ૨૦૧૬નું આયોજન થયું હતું. જેમાં ૬૨ દેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ભારતમાંથી ૩ પ્રોજેક્ટ પસંદગી પામ્યા હતા. ગણપત યુનિ.માંથી બીટેક કરી રહેલા શહેરના ખુશ પટેલે વિકલાંગો માટેની મુવેબલ કાર સીટનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેને ફાઇનલ રાઉન્ડમાં ઓનરેબલ મેડલ મળ્યો છે.

આનંદીબહેનની અલવિદાની અટકળો...

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ દુકાળ રાહતના પગલાંની ચર્ચા કરવા સોમવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં તે પછી હવે આનંદીબહેનની વિદાય લગભગ નિશ્ચિત હોવાની વાત ગાંધીનગરથી દિલ્હી સુધીના રાજકીય વર્તુળોમાં ગાજી ઊઠી છે. આનંદીબહેન રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરે તે પછી તેમને ગાંધીનગરની ગાદી પરથી સન્યાસ અપાશે અને તેમને પંજાબ કે હરિયાણા જેવાં રાજ્યના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવે તેવા એંધાણો છે. આનંદીબહેનના અનુગામી તરીકે નીતિન પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની વરણી થઇ શકે છે તેવી ચર્ચાઓએ વેગ પક્ડયો છે. જોકે, પ્રદેશ ભાજપે રાજ્યમાં હાલ સત્તા પરિવર્તનની વાતોને માત્ર અફવા જ ગણાવી છે. 

નરનારાયણદેવને હીરાજડિત બે સુ

શહેરના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણદેવના ૧૯૩મા પાટોત્સવ પ્રસંગે હીરાજડિત બે સુવર્ણ મુગટ શ્રીજીને અર્પણ થયા છે. સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં યજમાન પરિવારો કે. ડી. ડેવલપર-લંડનના કુંવરજી દેવરાજ વેકરિયા પરિવાર અને નારણપરના રામજી દેવજી વેકરિયા પરિવાર દ્વારા આ મૂલ્યવાન મુગટો મહંત પુરાણી ધર્મનંદનદાસજીને સોંપાયા ત્યારે સમગ્ર માહોલ જયઘોષથી ગાજી ઉઠ્યો હતો. આ પ્રસંગે આવતા વર્ષે વધુ ચાર હીરાજડિત મુગટો અર્પણ કરવાની જાહેરાત થઇ હતી.

સુરતમાં ત્રિપલ મર્ડર કેસઃ કોમ

જમીન અને પૈસાની લેતીદેતીના મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા અને સુરત મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા પ્રફુલ્લભાઈના નાનાભાઈ ભરત તોગડિયા, એસ્ટેટ બ્રોકર અને ફાયનાન્સર બાલુ હિરાણી અને તેના મિત્ર અશોક પટેલની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ૧૫મી મેએ હત્યા કરાઈ હતી. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. 

ભુજ સ્વામિ. મંદિર દ્વારા રૂ. ૧૨...

કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ઉમદા સેવા કરી રહેલા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણદેવના ૧૯૩મા વાર્ષિક પાટોત્સવ દરમિયાન હિસાબ પુસ્તિકાનું વિમોચન થયું હતું. મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ સત્સંગીઓ સમક્ષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. જેમાં મંદિર દ્વારા શરૂ થયેલા આયુર્વેદિક ઔષધાલયથી માંડીને અત્યાર સુધીની આરોગ્ય સેવાની ઝાંખી રજૂ કરાઇ છે. પુસ્તિકા અનુસાર છેલ્લા છ વર્ષમાં ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્ય સેવા પૂરી પડાઇ છે.

પૂનમ માડમ કેનાલમાં પડતાં ઈજાગ

જલારામ નગરમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિક લોકોના વિરોધને પગલે સાંસદ પૂનમબહેન માડમ ડિમોલેશન રોકવા ગયા હતા. તેઓ અધિકારીઓ તથા મીડિયા સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે અચાનક એમનાં પગ નીચેનો એક સ્લેબ તૂટતાં પૂનમબહેન તથા કેટલાંક આઠથી દસ ફૂટ ઊંડા નાળામાં પડ્યા હતા.

કચ્છી મહિલાને નાઈરોબીમાં નોક

નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા અને શરીરે ગરમ ઇસ્ત્રીના ડામ ઉપસી આવ્યાં છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપઃ  ૧,૩૦૦...

રાજ્યમાં કાળઝાળ ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રવિવારે રાજ્યમાં રેડએલર્ટ જાહેર કરાયું છે. ગરમીના કારણે માનસિક રોગ દર્દીઓમાં ૧૦ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં જ બે દિવસમાં ૩૨૦ મળીને રાજ્યમાં ૧૩૦૦ નાગરિકોને ગરમીના લીધે સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી છે. ગરમીથી હીટસ્ટ્રોકના બનાવો વધ્યા છે.

Heat-wave-one4

Heat-wave-one4

પનામા પેપર્સ લીકમાં ગુજરાતની

ભારતમાં હલચલ મચાવી દેનારા પનામા પેપર લીક્સમાં ભાવનગરના ઉદ્યોગપતિ અબ્દુલકાદર કાસમભાઇ પરવાણીનું નામ તાજેતરમાં જાહેર થયા બાદ ગુજરાતની લગભગ ૩૪ પેઢીનાં આ કાંડમાં કનેક્શન હોવાનું ખૂલ્યું છે. જેમાં રાજકોટના રાજેશ ધ્રુવ, મોડાસાના ઈસ્માઈલ અને અઝીઝ હુકાવાલા, પેટલાદના ઈલેશ પટેલ, નવસારીના ધર્મેશ ભાણાભાઈનો સમાવેશ થાય છે.