Advanced search


મણિપુરનું ‘ઇમા કેઇથલ’ છે એશિય

ભારતના પૂર્વોતર રાજય મણિપુરના ઇમ્ફાલ શહેરમાં ૨૦૦ વર્ષથી ચાલતા બજારમાં માત્ર મહિલાઓનું જ રાજ ચાલે છે. સ્થાનિક ભાષામાં આ બજાર 'ઇમા કેઇથલ' તરીકે ઓળખાય છે જેનો અર્થ માતાનું માર્કેટ એવો થાય છે. મહિલાઓ દ્વારા સંચાલિત એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. જેમાં દરરોજ ૪ હજાર મહિલાઓ આવીને શાકભાજી, હેન્ડલૂમ કપડા, ફર્નિચર સહિતની તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વેચે છે. આ અનોખા માર્કેટમાં પુરુષોને કોઇ સ્થાન ન હોવા ઉપરાંત માત્ર પરણીત મહિલા જ અહીં વેપારી બની શકે છે. માતા પોતાની દીકરીને વારસામાં વેપારનો વારસો આપતી જાય છે. આ પરંપરા આગળ વધવાથી છેલ્લા ૨૦૦ કરતાં પણ વધુ વર્ષોથી મહિલાઓનું માર્કેટ ધમધમી રહ્યું છે.

૨૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ મહિલા

લગભગ ૨૦ વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી દેનાર મેરી એન ફ્રેન્ક તેનાં ઘરમાં પડી જતાં આંખોની રોશની પાછી આવી ગઈ છે. ૧૯૯૩માં કરોડરજ્જુના ભાગે ઇજા થયા બાદ મેરીની આંખોનું તેજ જતું રહ્યું હતું.

કુવૈતના રણમાં સી-સિટી બની રહ્ય...

કુવૈતના રણમાં 'દરિયાઇ શહેર' સાકાર થઇ રહ્યું છે. આ સી-સિટીને હાલમાં અદભૂત એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવાઇ રહ્યું છે. આ શહેર બનાવવા માટે ૧૦ કિલોમિટર દૂરથી દરિયાનું પાણી અહીં લાવવામાં આવ્યું છે અને ૧૨૪ કિલોમિટરનો દરિયાકિનારો પણ અહીં બનાવાયો છે. સાકાર થઇ રહેલા આ શહેરને 'સબાહ અલ અહેમદ સી સિટી' નામ અપાયું છે.

mary-ann-franco

mary-ann-franco

ima market1

ima market1

mary-ann-franco 1

mary-ann-franco 1

kuwait sea city

kuwait sea city

તાલાલા વિધાનસભા બેઠક પર ભાજપન

તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર ગોવિંદભાઈ પરમારનો વિજય થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના નિધનથી ખાલી પડેલી એક બેઠકની પેટાચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. કોંગ્રેસના ભગવાનભાઈ ધનાભાઈ બારડને ૬૧,૪૫૮ જ્યારે ભાજપનાં ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમારને ૬૩,૮૯૯ મત મળ્યા હતા. આમ તેમનો ૨૪૪૧ મતની લીડથી વિજય થયો હતો.

અમદાવાદમાં ૪૮ ડિગ્રીઃ ગરમીએ ૧

ગુજરાતના મહાનગર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને ડિસામાં ૨૦ મેના રોજ ગરમીનો પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાખ્યો હતો અને ગરમીનો પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. ૧૦૦ વર્ષ પહેલાં ૨૭મી મે, ૧૯૧૬ના રોજ રેકર્ડ બ્રેક ૪૭.૭ ડિગ્રી ગરમી નોંધાઈ હતી.