બીસીસીઆઇના પ્રમુખપદે અનુરાગ ઠાકુર 23/05/2016 1:07 pm Nilesh Parmar ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની રવિવારે યોજાયેલી વિશેષ સામાન્ય બેઠકમાં અનુરાગ ઠાકરને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત પ્રમુખનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનો રહેશે. ૪૧ વર્ષીય અનુરાગ ક્રિકેટ બોર્ડના ૩૪મા અને બીજા નંબરના સૌથી નાની વયના પ્રમુખ બન્યા છે. આ અગાઉ ૧૯૬૩માં વડોદરાના ફતેહસિંહરાવ ગાયકવાડે માત્ર ૩૩ વર્ષની વયે બોર્ડનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
મેરિ કોમ - સરિતા દેવીનું ‘ઓલિમ્પિક ડ્રીમ’ તૂટ્યું 23/05/2016 12:47 pm Nilesh Parmar પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ. સી. મેરિ કોમનું સતત બીજી વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાનું સપનું રોળાઇ ગયું છે. ભારતની સ્ટાર બોક્સર મેરિ કોમ ૨૧ મેના રોજ એઆઇબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં જ હારી ગઇ હતી.
પુસ્તકાલયના સભ્યનું ૬૭ વર્ષે હૃદયપરિવર્તન! 24/05/2016 3:08 am Nilesh Parmar ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં અનોખી ઘટના બની છે. આ શહેરની એક કમ્યુનિટી લાઇબ્રેરીમાં સ્થાનિક મહિલા સભ્યે છેક ૬૭ વર્ષ પછી પુસ્તક પરત કર્યું છે. મહિલા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ લાઇબ્રેરીમાંથી આ પુસ્તક વાંચવા લઈ ગઈ હતી.
માધાપર રૂ. ૩,૪૭૭ કરોડ બેંક ડિપોઝીટ સાથે એશિયાનું સૌથી ધનિક ગામ 23/05/2016 10:16 am Khushali Dave કચ્છમાં લેવા પટેલોના ૨૪ ગામની બેકોંમાં અબજોની સંપત્તિ ડિપોઝીટ રૂપે છે. તેના પગલે માધાપરનો એશિયાના સૌથી ધનિક ગામમાં સમાવેશ થાય છે. માધાપરની ડિપોઝીટમાં મંદીના માર વચ્ચે પણ ૫૮ ટકા જેટલો વધારો નોંધાયો હતો. વર્તમાન સમયમાં માધાપરમાં રૂ. ૩૪૭૭ કરોડનો ખજાનો બેંકો અને પોસ્ટના ખાતાંઓમાં સચવાયેલો છે.