૮મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થશે 31/05/2016 4:20 pm Khushali Dave રાજ્ય સરકારના અત્યંત મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ એવા ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ સિરિઝ હેઠળ ૮મી સમિટ શરૂ થવાની છે. તેનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે.
ગુજરાતના સિંહોએ લંડનમાં અંદાજે ૨.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી 31/05/2016 4:28 pm Khushali Dave સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયનની એક જોડી લંડન ઝૂમાં મોકલાઇ છે. જ્યાં તેમને જોવા ટિકિટ રાખવામાં આવી છે. ટિકિટમાંથી થતી આવકનો અમૂક હિસ્સો લંડન ઝૂ સોસાયટી દ્વારા ગુજરાત સરકારના વન વિભાગને સિંહ સંવર્ધનના વિશેષ કાર્યક્રમો માટે આપવાનો નિર્ણય લેવાયો છે. એ પેટે વન વિભાગને ભારત સરકારના માધ્યમથી અંદાજે ૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા છે. જેમાંથી સિંહના સંવર્ધન અને સંશોધનના કાર્યક્રમો હાથ ધરાયા છે.
દિલ્હીમાં ખરાબ હવામાનના લીધે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત રહ્યું 31/05/2016 4:09 pm Khushali Dave દિલ્હીમાં ૨૯મી મેએ જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા દિલ્હી એરપોર્ટનો રેન-વે ક્લોઝ કરી દેવાયો હતો. જેના કારણે અનેક ફલાઇટના શિડયુલને અસર પહોંચી હતી. દિલ્હી જતી એક આંતરરાષ્ટ્રીય તેમજ ચાર ડોમેસ્ટિક ફલાઇટ્સને અમદાવાદ ડાયવર્ટ કરાતાં મોડી રાત સુધી એરપોર્ટ વ્યસ્ત રહ્યું હતું. જોકે કેથે પેસેફિકના ૨૦૦થી વધુ પ્રવાસીઓ અટવાતા તેમને ૨૪ કલાક બાદ રવાના કરાતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
પુરુષોત્તમ રૂપાલાની કુલ મિલકત રૂ. ૪.૨૪ કરોડ 31/05/2016 4:16 pm Khushali Dave રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભરનારા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોતમ રૂપાલાએ પોતાની મિલકતો અને આવકનાં પુરાવાઓ આપતું એફિડેવિટ ૩૦મીએ રજૂ કર્યું હતું. એ પ્રમાણે રૂપાલા પાસે સ્થાવર અને જંગમ મિલકતો, બેન્કની ફિક્સ ડિપોઝીટ, વગેરેનું મૂલ્ય રૂ. ૪.૨૪ કરોડ છે. જ્યારે તેમનાં પત્ની સવિતાબહેન પાસે પણ રૂ. સાડા ત્રણ કરોડની મિલકતો છે. રૂપાલા પાસે હાથ પર રૂ. ૭.૬૫ લાખની રોકડ જ છે.
પુત્રને બ્રિટનમાં પિતા પાસે મોકલવા પર સુપ્રીમનો સ્ટે 31/05/2016 4:24 pm Khushali Dave ગુજરાતની એક મહિલાએ ૨૦૦૬ના વર્ષમાં પોરબંદરના યુવક સાથે લગ્ન કરીને બ્રિટન ગઈ હતી. ૨૦૦૮માં મહિલાએ બ્રિટનમાં જ પુત્રને જન્મ આપ્યો. જોકે પછીથી મહિલાએ પતિ પર સારો વ્યવહાર ન કરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા પુત્રની સાથે ભારત આવી ગઇ હતી. બાળકની કસ્ટડી હાઈ કોર્ટે પતિને આપ્યા બાદ પત્ની સુપ્રીમમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે ૩૦મી મેએ બાળકને બ્રિટનમાં તેમનાથી અલગ રહેતા પતિ પાસે મોકલી દેવાના ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકી દીધો છે.