હા, હું નરેન્દ્ર મોદીનો ચમચો છું: નિહલાણી 09/06/2016 3:17 am Khushali Dave ફિલ્મ ‘ઉડતા પંજાબ’ના કેટલાક દૃશ્યો માટેનો વિવાદ વકરતો જ જાય છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યો સેન્સર બોર્ડે પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સહિતના ફિલ્મકારોએ સેન્સર બોર્ડના ચેરમેનને બદલી નાંખવાની માગ કરી છે. બીજી તરફ એવી વાત પણ ચાલી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ જોઈ અને તેમને ફિલ્મના કેટલાક દૃશ્યો સામે વાંધો ઊઠતાં સેન્સર બોર્ડના ચેરમેને ખાસ રસ લઈને ફિલ્મમાંથી એમને વાંધાજનક લાગતાં દૃશ્યો મનફાવે તેમ દૂર કરવાનું ફરમાન છોડ્યું છે. આ બધા હોબાળા પછી પહલાજ નિહલાણીએ અકળાઈને તાજેતરમાં કહ્યું છે કે, ‘હું નરેન્દ્ર મોદીનો ચમચો છું. બોલો કોઈને કંઈ કહેવું છે? આપણા દેશના વડા પ્રધાનનો નહીં તો શું ઇટાલીના વડા પ્રધાનનો ચમચો હોવાનો?
ગરમી મેં ઠંડી કા અહેસાસઃ મેઘરાજાની કેરળમાં પધરામણી 09/06/2016 2:59 am Nilesh Parmar કાળઝાળ ગરમીથી શેકાઇ રહેલા ભારતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે. દક્ષિણ કેરળમાં બુધવારે નૈઋત્યનું (દક્ષિણ-પશ્ચિમી) ચોમાસું આવી પહોંચ્યું હોવાની ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે. સામાન્ય રીતે અહીં પહેલી જૂને ચોમાસું પહોંચી જાય છે, પરંતુ હવામાન વિભાગે આ વખતે નવમી જૂને પહોંચવાનું અનુમાન લગાવ્યું હતું. આમ અનુમાન કરતાં ચોમાસાનું આગમન એક દિવસ વહેલું થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૫ જુલાઈ સુધીમાં દેશના લગભગ તમામ ભાગોમાં ચોમાસું પહોંચી જશે. ચોમાસું આગામી ચારેક દિવસમાં મહારાષ્ટ્રમાં અને ૧૫-૨૦ જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી જવા સંભાવના છે. રાજસ્થાનમાં મોનસૂન ૨૦થી ૨૨ જૂન દરમિયાન પહોંચી જશે. રાહતની વાત એ છે કે મધ્ય અને પૂર્વ ભારતમાં ચોમાસું સમય કરતાં વહેલું પહોંચવાની આશા વ્યક્ત કરાઇ છે.
Come celebrate Queen’s Birthday at our Anand Mela this weekend 08/06/2016 10:11 am Ajay Kumar The countdown to Anand Mela 2016 has begun as it returns in its 6th year as a grand two-day family event. It will be held on the 11th and 12th of June at the Harrow Leisure Centre. As the community celebrates Queen’s 90th birthday over this weekend all across the country, Asian Voice and Gujarat Samachar will also attribute the sixth year of our Anand Mela celebration to Her Majesty’s good and long life.
રામવૃક્ષ યાદવ મથુરાના જવાહર બાગમાં સમાંતર સરકાર ચલાવતો હતો 09/06/2016 3:36 am Nilesh Parmar કૃષ્ણનગરી મથુરામાં આંદોલનકારીઓને હટાવાતા ફાટી નીકળેલી હિંસાની આગ તો શમી ગઇ છે, પણ આ આંદોલનકારીઓનો નેતા રામવૃક્ષ યાદવ હજુ સમાચારોમાં છવાયેલો છે. પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે તેમ રામવૃક્ષ જવાહર બાગમાં સમાંતર સરકાર ચલાવતો હતો. ૨૭૦ એકર જમીન પર કબજો જમાવી બેઠેલાં રામવૃક્ષે જવાહર બાગનો ઉપયોગ એક સ્વતંત્ર દેશ તરીકે કર્યો હતો. આ દેશનું નામ ‘આઝાદ હિન્દ’ હતું. સમાંતર સરકારનું નામ ‘આઝાદ હિન્દ સરકાર’ હતું. આ સરકારની એક સંસદ હતી. બાળકોને નાનપણથી લશ્કરી તાલીમ અપાતી હતી. આ જૂથના સભ્યો આર્થિક લેવડદેવડ માટે ભારતની કરન્સીનો ઉપયોગ નહોતા કરતા, પણ આઝાદ હિન્દ કરન્સીમાં લેવડદેવડ કરતા હતા. મ્યુનિસિપાલિટીએ બાગનો પાણી પુરવઠો બંધ કર્યો તો તેમણે ટાંકા અને તળાવો બનાવી લીધાં હતાં. કોઈ પણ રહેવાસી જવાહર બાગ છોડીને કોઈ કામ માટે બહાર જાય તો તેણે પાસપોર્ટ જેવો એક્ઝિટ પાસ લેવો પડતો હતો.
ડો. હોમી ભાભાનું ઘર ઇતિહાસ બની જશે 09/06/2016 5:13 am Khushali Dave પરમાણુ સંશોધનના પિતામહ ડો. હોમી ભાભા જેમાં વર્ષો સુધી રહ્યા હતાં તે દક્ષિણ મુંબઈમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. એટલે કે હવે હોમી ભાભાની સાથે તેમનો બંગલારૂપી વારસો પણ ઇતિહાસ બની ચૂક્યો છે. દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલો તેમનો 'મહેરાંગીર' બંગલો સંપૂર્ણ પડે તોડી પાડવામાં આવ્યો છે.