Dangs sprinter bags medal at Asian Athletics Championship 15/06/2016 7:06 am Mitul Paniker Dangs sprinter Murli Gavit, the son of a farmer and a third year arts college student, has bagged the bronze medal for the country in 5,000-metre race in the 17th Asian Junior Athletics Championship 2016 held at Ho Chi Minh City in Vietnam on June 5
Federer sets record with Stuttgart win 15/06/2016 7:04 am Mitul Paniker Roger Federer beat Florian Mayer 7-6 (7-2), 7-6 (7-1) to reach the Stuttgart grass semifinals with another tennis record.
મુઝકો યારો માફ કરના, મૈં નશેમેં હું.. 15/06/2016 7:08 am Mukesh Patel બ્રિટનમાં શરાબપાનનું પ્રમાણ વધી ગયું છે. ૧૯૬૦ના દાયકાની સરખામણીએ બ્રિટિશ લોકો ૬૫ ટકા વધુ શરાબ પીએ છે. અન્ય દેશોમાં શરાબપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે સરેરાશ બ્રિટિશર દર વર્ષે ૧૧.૬ લિટર શુદ્ધ આલ્કોહોલ ગટગટાવી જાય છે. આલ્કોહોલ સંબંધિત આરોગ્ય અને સામાજિક સમસ્યાઓ માત્ર બંધાણીઓ સુધી મર્યાદિત રહી નથી, મધ્યમ વર્ગ અને વૃદ્ધોમાં તેનું પ્રમાણ વધ્યું છે.
પેલેની યાદગાર ચીજોના પાંચ મિલિયન ડોલર ઉપજ્યા 13/06/2016 1:08 pm Nilesh Parmar મહાન ફૂટબોલ ખેલાડી પેલેની જુદી જુદી યાદગાર ચીજવસ્તુઓની ત્રણ દિવસની હરાજીને અંતે ૧૦ જૂને પાંચ મિલિયન ડોલરની માતબર રકમ એકત્રિત કરી શકાઈ હતી. લોસ એન્જલસસ્થિત ઓક્શન હાઉસ જુલિયનના બેનર હેઠળ લંડનમાં આ ઓકશનનું આયોજન થયું હતું. બ્રાઝિલના ૭૫ વર્ષીય પેલે છેલ્લે ૧૯૭૦માં વર્લ્ડ કપમાં રમ્યા હતા, જેમાં તેમણે જીતેલા મેડલના ૩.૪૬ લાખ ડોલર ઉપજ્યા હતા. ૧૯૫૮ અને ૧૯૬૨માં પેલે જે મેડલ જીત્યા હતા તેની સરખામણીએ આ રકમ ઘણી મોટી હતી કેમ કે એ બંને મેડલના મળીને ૩.૪૦ લાખ ડોલરની આવક થઈ હતી.
સાસણગીરને નો સેલ્ફી ઝોન જાહેર કરાયો 15/06/2016 7:27 am Khushali Dave સામાન્ય રીતે ગીરમાં આવતા મુસાફરો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ગીર-સોમનાથમાં સિંહોના માનવી પર વધતા હુમલા ઘટનાને લઈને ગીરને નો સેલ્ફી ઝોન જાહેર કરાયું છે.
સાઇના નેહવાલ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન 13/06/2016 12:40 pm Nilesh Parmar ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે ઓલિમ્પિક્સ પૂર્વે ‘ચાઇના વોલ’ને ભેદતો ઝમકદાર દેખાવ કર્યો છે. સાઇનાએ રવિવારે ચીનની સુન યુને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. ૭.૫ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સાઇનાએ ૧૧-૨૧, ૨૧-૧૪, ૨૧-૧થી જીત મેળવી સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. સાઇના નેહવાલે આ સિઝનમાં પાંચ વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં સેમિ-ફાઇનલથી આગળ વધી શકી નહોતી.