યુકેના ઈસ્લામી આતંકવાદમાં બર્મિંગહામનો ૧૦ ટકા હિસ્સોઃ મહિલા આતંકી ત્રણ ગણા વધ્યાં 08/03/2017 5:40 am Achyut Sanghavi બ્રિટનના આતંકવાદીઓ પૈકી ૧૦ ટકા તો બર્મિંગહામના પાંચ કાઉન્સિલ વોર્ડના હોવાનું તેમજ ૧૯૮૮થી ૨૦૧૫ વચ્ચે શિરચ્છેદ અને છૂરાબાજીની ઘટનાઓ ૪ ટકાથી વધીને ૪૪ ટકા થઈ હોવાનું સિક્યુરિટી થીંક ટેંક ‘હેનરી જેક્સન સોસાયટી’ના ૧,૦૦૦ પાનાના અહેવાલે જણાવ્યું છે. યુકેનો આતંકવાદનો નક્શો દર્શાવે છે કે ૨૬૯ પૈકી ૨૬ આતંકી નજીકના છૂટાછવાયા પ્રદેશોમાંથી આવે છે. આ વોર્ડ્સમાં બહુમતી વસ્તી મુસ્લિમોની છે. અભ્યાસમાં ૧૯૮૮થી લઈને ૨૦૧૬ના આરંભ સુધીમાં જેટલાં મુસ્લિમોને ગુનેગાર ઠેરવાયા હોય તે તેમજ સુસાઈડ બોમ્બરોની વિગતો આવરી લેવાઈ છે.
મિનિસ્ટર લોર્ડ નાશે કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલની મુલાકાત લીધી 08/03/2017 5:40 am Achyut Sanghavi મિનિસ્ટર ફોર સ્કૂલ્સ લોર્ડ નાશે ગુરુવાર, બીજી માર્ચે હેરોસ્થિત કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ (KAPSH)ની મુલાકાત લીધી હતી. સરકારી ભંડોળ સાથેની પ્રથમ હિન્દુ સ્કૂલની મુલાકાતમાં મિનિસ્ટર સાથે વડા પ્રધાનના ફેઈથ એડવાઈઝર જોનાથન હેલવેલ, નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેષ વારા તેમજ લોર્ડ નાશના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી લોરેલી બેરે પણ સામેલ હતાં.
ઘાટ કરતા ઘડામણ મોંઘુઃ ક્વીનના ૯૦મા જન્મદિને ચેરિટી ઓછી મળી 08/03/2017 5:40 am Achyut Sanghavi ગુજરાતીમાં કહેવત છે કે ઘાટ કરતા ઘડામણ મોંઘું, લગભગ આવી જ દશા ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ૯૦મા જન્મદિનની ઉજવણી અંગે થઈ છે. ક્વીનના ગ્રાન્ડસન પીટર ફિલિપ્સની ફર્મને ગયા વર્ષે જન્મદિનની પાર્ટીનું આયોજન કરવા માટે ૭૫૦,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા પરંતુ, ટિકિટ અને વસ્તુઓના વેચાણમાંથી ચેરિટી માટે માત્ર ૩૦૬,૦૦૦ પાઉન્ડ જ એકત્ર કરી શકાયા હતા.
ઈમિગ્રન્ટના પુત્ર કાસીફને એટન સ્કૂલમાં અભ્યાસની સ્કોલરશિપ 08/03/2017 5:40 am Achyut Sanghavi તમારા સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકુળ હોય પણ તમે ઉદ્યમમાં માનતા હોવ અને જરૂરી પ્રયાસો કરો તો તમે સમૃદ્ધ થઈ જ શકો. લંડનના સૌથી વંચિત વિસ્તારના રહેવાસી શાહ મીયાના ૧૫ વર્ષીય પુત્ર કાસીફ કામલી £૭૬,૦૦૦ની બે વર્ષની સ્કોલરશિપ જીત્યા પછી પ્રિન્સ વિલિયમ અને હેરીના પગલે ચાલીને એટનની વિશ્વવિખ્યાત પબ્લિક સ્કૂલમાં ભણશે.
વેલ્ડસ્ટન હત્યાના આરોપીને કોર્ટમાં હાજર કરાયો 08/03/2017 5:40 am Achyut Sanghavi વેલ્ડસ્ટનની હાઈસ્ટ્રીટમાં ૨૭ ફેબ્રુઆરીએ ૩૪ વર્ષીય મોહમ્મદ અલ – ઝુફૈરીની હત્યાના આરોપી વેલ્ડસ્ટનના ટ્યુડર ગાર્ડન્સમા રહેતા ૨૬ વર્ષીય ફેમી ઓમોટોસોને ૬ઠ્ઠી માર્ચે લંડન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરાયો હતો.
તૈયારી રાખજો, હવે NHS આપણી આખરી ઈચ્છાઓ પણ પૂછશે 08/03/2017 5:40 am Achyut Sanghavi નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (Nice) દ્વારા NHSને અપાયેલી નવી સલાહ અનુસાર હેલ્થકેર વર્કર્સે મરણપથારી પરના દર્દીના આખરી દિવસોમાં તેમને શ્રેષ્ઠ સારસંભાળ આપી શકાય તે માટે તેમની આધ્યાત્મિક માન્યતાઓ વિશે અવશ્ય પૂછવું જોઈએ. ડોક્ટરોએ તેમના પેશન્ટ માટે ઈશ્વર બનતા ખચકાવું ન જોઈએ અને આખરી ક્ષણોમાં પાલતુ પશુઓ તેમની પાસે રાખવાની ઈચ્છા છે કે કેમ તે પણ પૂછવું જોઈએ.
લંડન ફેશન વીકમાં ભારતને ‘બેસ્ટ કન્ટ્રી’ એવોર્ડ એનાયત 08/03/2017 5:40 am Achyut Sanghavi ભારતીય હાઈ કમિશને ૨૧ ફેબ્રુઆરીએ ભાવિ ભારતીય ફેશન ડિઝાઈનર્સ અને ક્યુરેટર્સની ટીમ માટે સમારંભનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ લંડનમાં ઈન્ટરનેશનલ ફેશ શોકેસ (IFS)માં તેમના પ્રદર્શન બદલ ‘બેસ્ટ કન્ટ્રી’નો એવોર્ડ હાંસલ કર્યો હતો.
ગ્લાસગોની સ્કૂલોમાં યુનિસેક્સ ટોઈલેટ્સ બનશે 08/03/2017 5:40 am Achyut Sanghavi નવી પ્રાઈમરી સ્કૂલોમાં ટૂંક સમયમાં છોકરા અને છોકરીઓ બન્ને જાતિના બાળકો ઉપયોગમાં લઈ શકે તેવા યુનિસેક્સ ટોઈલેટ્સ તૈયાર કરવાની ગ્લાસગો કાઉન્સિલે જાહેરાત કરી હતી. જાતિલક્ષી ઓળખ માટે મુશ્કેલી વેઠી રહેલા બાળકોને તેનાથી રાહત થશે.