પત્રકાર અને હાસ્ય લેખક તુષાર દવેની કલમથી, કી બોર્ડથી હાસ્યરસ છલકાવતી લેખન શ્રેણી એટલે ‘હોવ હમ્બો હમ્બો.’
આ પુસ્તકના નામ, તેના પીળા રંગના કવરપેજ અને પુસ્તકની ટેગલાઈન ‘હમકારા લેતા ઉડતા તીર જેવા હડેડાટ હાસ્ય લેખો’ પરથી જ લેખના ગુણો એટલે કે લખાણનો અંદાજ આવી જાય છે. આ પુસ્તકમાં સામાન્ય મધ્યમ વર્ગીય ઘરમાં રોજેરોજ થતી પતિ - પત્ની વચ્ચેની ઝીણી મજેદાર તકરારો હાસ્યમય રીતે વર્ણવાઈ છે તો બીજી તરફ સરકારી કામકાજોમાં થતી ઢીલ, વિધાનસભામાં ઉપસ્થિત થતા પ્રશ્નો અને સરકારી પ્રક્રિયાઓ અંગે હળવો કટાક્ષ કરતા લેખ છે.
પુસ્તક પરબ
Block: Site: Subtree Block
ગુજરાતી ભાષામાં કહેવત છે કે બારે બુદ્ધિ અને સોળે શાન. આ વયના તમામ બાળકો આજના શૈક્ષણિક મહત્ત્વના યુગમાં કારકિર્દી બાબતે સજાગ હોવા ખૂબ જ જરૂરી છે. તેઓને સાચું માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો સાથે ખુશાલી દવેનું પુસ્તક ‘કરિયર કોલિંગ’ આવ્યું છે. ખુશાલી ‘ગુજરાત સમાચાર’ (યુકે)માં સિનિયર સબ એડિટર તરીકે ફરજ પણ બજાવે છે.
બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર તરીકે નામના મેળવી અનેક એવોર્ડ મેળવનાર ડો. દવેએ જીવનના નવ દાયકા વટાવ્યા હોવા છતાં એમનું લેખન કાર્ય અવિરત ચાલી રહ્યું છે. એમનું ૪૨મું પુસ્તક ‘સમિધ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. ભાષા શાસ્ત્રીય અભ્યાસ વિવેચનનો મુખ્ય અભિગમ ધરાવતા આ પુસ્તકમાં મુખ્યત્વે બે ખંડ છે.
બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી નરેન્દ્રભાઈ મોદી માટે વિવિધ લેખો, સાહિત્ય, પુસ્તકો પ્રશંસાના પુષ્પો તરીકે અને ટીકાના તણખા તરીકે પ્રસિદ્ધ થયા છે અને હજુ પણ થતાં રહે છે. પરંતુ નરેન્દ્રભાઈની કમ્યુનિકેશન તરીકેની વિશેષતાની ઉજાગર કરતું ‘નરેન્દ્ર મોદી સફળ કોમ્યુનિકેટર’ પુસ્તક લેખક પાર્થ પટેલનું પ્રથમ પ્રકાશન છે.
દરિયાપારના ગુજરાતીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને જીવન પરિચય લખવામાં માહેર પ્રા. ચંદ્રકાન્ત પટેલનું આ ૧૦૯મું પુસ્તક સંસારી સાધુ શા ધીરુભાઈ બાબરિયાનો સુપેરે પરિચય આપે છે. રાજકોટ ગુરુકૂળમાં માત્ર એક વર્ષના અભ્યાસ દરમિયાન ગુરુકૂળના સ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજીનો તેમને પ્રત્યક્ષ અનુભવ થયો. ધર્મજીવનદાસજીના આચાર, વિદ્યાર્થીઓ પ્રત્યેનો અપાર પ્રેમ અને ભગવાન સ્વામિનારાયણ તરફની તેમની અપ્રતિમ શ્રદ્ધાએ ધીરુભાઈનું જીવન પલટાયું. આચાર, વિચાર અને આહારથી તેઓ પૂરા સ્વામિનારાયણ બન્યા.
આ શીર્ષક વાંચીને આપણને સંગમ ફિલ્મનું ગીત ‘દોસ્ત દોસ્ત ના રહા...પ્યાર પ્યાર ના રહા...’ યાદ આવી જાય. પરંતુ અહિ લેખકે સકારાત્મક વાત કરી છે. એમની વાર્તામાં દોસ્તની વફાદારી જીવનપર્યંત ટકી રહ્યાની વાત છે. 'દોસ્ત, દોસ્ત હી રહા' વાર્તાસંગ્રહમાં ૨૦ વાર્તાઓ છે. બ્રિટનમાં વસતા ભારતીય સમાજની વ્યક્તિઓની અવ્યક્ત વેદના, સંવેદના, લોકજીવન અને સંસ્કૃતિના તાણાંવાણાં વગેરેની વિવિધ લક્ષી અભિવ્યક્તિ એમની વાર્તાઓમાં થઇ છે.
તાજેતરમાં પ્રા. ચંદ્રકાંત પટેલનું ૧૧૦મું પ્રકાશન ‘રોજીરોટીના સર્જક કર્મયોગી સાહસવીરઃ દિલીપ બારોટ’ માત્ર જાણવા જેવું જ નહીં, માણવા જેવું પણ છે. પિતૃગૃહ અને શ્વસુરગૃહ બંનેને શોભાવનાર જૂજ મહિલાઓની જેમ કર્મભૂમિ અને જન્મભૂમિ બંનેને શોભાવનાર પણ જૂજ હોય છે. દિલીપ બારોટ આમાંના એક છે. રેલવેમાં ગાર્ડ એવા સોમાભાઈ બારોટનાં આઠ સંતાનોમાં એક તે દિલીપ. શાળાજીવનમાં પ્રથમ નંબરે રહેનાર, રમતગમતોમાં મોખરે. કુસ્તીમાં વિજેતા એવા દિલીપનો મેડિકલ પ્રવેશ જરાકમાં રહી જતાં ફાર્માસિસ્ટ થવું પડ્યું.
આફ્રિકા, યુકે અને ભારતના ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી વલ્લભદાસ નાંઢાનું નામ જાણીતું છે. "ગુજરાત સમાચાર"ના વાચકો પણ આ નામથી પરિચિત છે જ. લગભગ ચારેક દાયકાથી આપણા ગુજરાત સમાચારના દીપોત્સવી અંકમાં એમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી રહી છે. નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ દ્વારા તાજેતરમાં એમનું ૧૧મું પુસ્તક "ગુલામ" પ્રકાશિત થયું છે. લેખકનું આ પુસ્તક મને રીવ્યુ માટે પોસ્ટમાં મળ્યું. બે-ત્રણ બેઠકમાં આગળ શું થશે એ જાણવાની ઇંતેજારીમાં મેં એનું પહેલા પાનથી છેલ્લા પાન સુધી વાંચન કરી એ માણ્યું. મારા જેવા અનેક વાચકો માટે એ રસપ્રદ નીવડશે.
કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન લાવીને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરતું હોય છે. યુવલ નોઆ હરારીનું એવું જ એક ક્રાંતિકારી પુસ્તક છે ‘સેપિયન્સ’.
કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન લાવીને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરતું હોય છે.
