Advanced search


આફ્રિદીની આંતરરાષ્ટ્રીય ક્રિ...

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ૨૧ વર્ષની કેરિયર દરમિયાન તે ક્યારેક શાનદાર રમતના કારણે તો ક્યારેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. આ પહેલાં તેણે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ જાહેરાત કરતાં હતું કે હવે તે ફ્રીલાન્સ ક્રિકેટર બનીને દુનિયાભરની અલગ અલગ ક્રિકેટ લીગમાં રમીને રમતનો આનંદ ઉઠાવવા માગે છે. 

અફઘાન ક્રિકેટરનો હૈદરાબાદમાં...

અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદાયેલો પોતાના દેશનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આઇપીએલ-૯માં ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે. 

ફાસ્ટેસ્ટ ૨૫૦ઃ અશ્વિને ડેનીસ લ

ભારતીય સ્પિનર અશ્વિને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગમાં રહીમને આઉટ કરવાની સાથે કારકિર્દીની ૪૫મી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સાથે અશ્વિને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાનો ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ડેનીસ લીલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

સચિન બાદ વિરાટ કોહલી વિઝડનના ક...

ભારતીય સુકાની વિરાટ કોહલીને ૨૦૧૬માં કરેલા ધમાકેદાર પ્રદર્શનનું સારું ફળ મળ્યું છે અને તેના જગવિખ્યાત વિઝડન ક્રિકેટર્સ આલ્મેનાકના કવરપેજ પર તેને સ્થાન મળ્યું છે. કવર પેજ પર કોહલી સ્વિપ શોટ રમતો જોવા મળી રહ્યો છે. કોહલીએ ૨૦૧૬માં ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને કુલ ૨૫૯૫ રન બનાવ્યા હતા. તે ગયા વર્ષે વિશ્વમાં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર બન્યો હતો. 

bhadraben

bhadraben

દર્દીનારાયણ અને દરિદ્રનારાયણ...

ઇન્ટર સાયન્સમાં સારા માર્કસને લીધે ભદ્રાબહેનને અમદાવાદની મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. મેડિકલ સ્ટુડન્ટ તરીકે આસપાસની ચાલીઓમાં સર્વે માટે જતાં દારૂણ ગરીબી, અજ્ઞાન, વહેમ, સ્ત્રીઓ પર થતા જુલમ જોતાં હૃદય દ્રવે. વિચારે કે શું કરવાથી દુઃખ ઘટે, સુખ વધે. આવાં તે. ૧૯૬૯માં એમ.ડી. થઈને અમેરિકા આવ્યાં. ન્યૂ યોર્કના બ્રોન્કસ વિસ્તારની હોસ્પિટલમાં જોડાયા જ્યાં મોટા ભાગની વસ્તી શ્યામવર્ણી. ગરીબી, ડ્રગ્ઝ, દારૂ, સ્ત્રીઓ તરફની દાદાગીરી અને બળાત્કારની બોલબાલા. હોસ્પિટલમાં અપરણિત કિશોરીઓ ગર્ભપાત કરાવવા આવતી. ક્યારેક ડોક્ટરની ભૂલથી આવી કિશોરીઓ મરતી અને ભદ્રાબહેન આ જોઈને દુઃખી થઈને એકાંતમાં રડી લેતાં. પોતે આવી કિશોરીઓને બચાવી ના શકે તો અહીં કામ કરવાનો શો અર્થ? માની એમણે પોતાના ઘરની દશા વિચાર્યા વિના નોકરી છોડી.

લેટિન અમેરિકન દેશ ગ્વાટેમાલામાં બાળ સંરક્ષણ ગૃહમાં આઠમીએ આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ૨૨ છોકરીઓના દાઝી જવાથી મોત થયા હતાં અને ૩૭ બાળકો દાઝી ગયા હતા. અકસ્માત આઠમીએ સવારે વર્જેન ડી અસન્શિયન સરકારી બાળસંરક્ષણ ગૃહમાં સર્જાયો હતો. મૃતકો અને ઘાયલ થનારાં બાળકોની વય ૧૩થી ૧૭ વર્ષની વચ્ચે છે. રાષ્ટ્રપતિ જિમી મોરાલેસે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

for atit thi aaj2

for atit thi aaj2

for atit thi aaj3

for atit thi aaj3

for atit thi aaj1

for atit thi aaj1