Advanced search


છત્તીસગઢમાં નક્સલી હુમલોઃ ૧૨

છત્તીસગઢના સુકમામાં ૧૧મીએ સવારે સીઆરપીએફ જવાનો ઉપર થયેલા નક્સલી હુમલામાં ૧૧ જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ હુમલો સુકમા જિલ્લાના ભેજ્જી વિસ્તારમાં થયો હતો. શહીદ થયેલા તમામ સીઆરપીએફની ૨૧૯ બટાલિયનના હતા.
છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમન સિંહે જણાવ્યું હતું કે, માહિતી પ્રમાણે ૧૧ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. વડા પ્રધાન મોદીએ સંવેદના વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. 

ahmedabad bjp celebration copy

ahmedabad bjp celebration copy

Button-Mushroom-Composting

Button-Mushroom-Composting

સોખડા સ્વામિનારાયણ મંદિરના સ

સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞયદાસે કેનેડાના ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગુજરાતી યુવતીએ કરી છે. સાધુ સુજ્ઞયદાસ વિરુદ્ધ ટોરેન્ટો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં જ સાધુ વડોદરા ભાગી આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.
૩૦ વર્ષીય ગુજરાતી યુવતીએ ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ટોરેન્ટો પોલીસ મુથકમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞયદાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે. તેનાં પરિવાર સાથે કેનેડામાં રહેતી યુવતી માનસિક શાંતિ મેળવવા માટે ટોરેન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં જતી હતી. તે વખતે સાધુ સુજ્ઞયદાસ પણ મંદિરની મુલાકાતે આવ્યા હતા. યુવતી રોજ મંદિરે જતી હોવાથી સાધુ સુજ્ઞયદાસ સાથે સંપર્ક થયો હતો અને સ્વામીએ તેને ફસાવી લીધી.

હોળીની જ્વાળા ઉત્તરની રહેતાં

રવિવારે હોળીના પર્વે લોકોએ હોલિકાદહન-પૂજન કર્યું હતું. શાસ્ત્રોમાં હોળીના કદ, આકાર અને ઉંચાઈ અંગે સ્પષ્ટ વર્ણન કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ઇકોફ્રેન્ડલી હોળિકા દહન કરાયું હતું. હોળીની જ્વાળા પરથી ખેડૂતો, જ્યોતિષાચાર્યો ચોમાસાની આગાહી કરતા હોય છે. આ વખતે હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ જતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

The European Court of Justice has ruled that a workplace ban on the wearing of any "political, philosophical or religious sign" does not call out direct discrimination.

ગાંધીનગર સિસ્મોલોજી કચેરીની નોંધ પ્રમાણે ૫ માર્ચે રાત્રે ૧.૨૬ વાગ્યે ૧.૧ની તીવ્રતા સાથે રાપર પાસે, રાત્રે ૨.૪૫ વાગ્યે ૪.૦ની તીવ્રતા સાથે ફરી રાપર પાસે, સવારે ૫.૩૧ વાગ્યે ૧.૩ની તીવ્રતા સાથે ભચાઉ પાસે, બપોરે ૧૨.૩૪ વાગ્યે ૧.૯ની તીવ્રતા સાથે દુધઈ પાસે ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા. છઠ્ઠીએ ભચાઉ પાસે સવારે ૪.૩૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે નલિયાકાંડની ન્યાયિક તપાસ કરવા માટે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનું પંચ નિમવાની જાહેરાત સાતમીએ કરી છે. કોંગ્રેસે સિટિંગ જજ દ્વારા તપાસની માગ કરી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ શોભા ઓઝાએ પક્ષના બે સભ્યોની ટીમ દ્વારા સ્વતંત્ર તપાસ શરૂ કરવાનું જણાવ્યું છે.

preetbharara

preetbharara

holi

holi