Advanced search


Nehru Prasad CR

Nehru Prasad CR

Rajendra Prasad, Jawaharlal Nehru and C Rajagopalachari.

એક વર્ષમાં ૨૮૪,૦૦૦ ઈયુ માઈગ્રન...

યુરોપથી યુકેમાં આવતાં માઈગ્રન્ટ્સની સંખ્યાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જુલાઈ સુધીના ૧૨ મહિનામાં ૨૮૪,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવ્યાં છે, જેમાંથી ૮૨,૦૦૦ લોકો નોકરીની શોધમાં આવ્યાં છે. રોમાનિયા અને બલ્ગેરિયાથી આવેલાં માઈગ્રન્ટ્સની સંખ્યા ૭૦,૦૦૦ હતી, જે ઓલ-ટાઈમ હાઈ છે. યુકેમાં આવનારા અને યુકેથી જનારા માઈગ્રન્ટ્સનો તફાવત ૧૮૯,૦૦૦ના આંકડે પહોંચ્યો છે, જે પણ નવો વિક્રમ છે. સમગ્ર વિશ્વમાંથી સમગ્રતયા ઈમિગ્રેશનનો આંકડો નવા ૬૫૦,૦૦૦ના વિક્રમે પહોંચ્યો છે. યુકે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા જૂન૨૦૧૬ સુધીના વર્ષમાં ૩૦,૦૦૦ના ઘટાડા સાથે ૧૯૩,૦૦૦માંથી ૧૬૩,૦૦૦ના આંકડે પહોંચી છે.

રેલવેનાં ભાડાં બે ટકા વધશે...

બ્રિટિશ રેલવેમાં ટ્રેનો રદ થવી, મોડી પડવી, હડતાળો અને ભારે ભીડની યાતના લાખો મુસાફરો સહન કરી રહ્યા છે ત્યારે જાન્યુઆરી ૨૦૧૭થી રેલવેનાં ભાડાંમાં લગભગ બે ટકાનો વધારો થઈ રહ્યો છે, જેની જાહેરાત નેશનલ રેલ ઈન્ક્વાયરીઝ સહિતની વેબસાઈટ્સ પર કરાય છે. આ વધારાના કારણે સિઝન ટિકિટના ભાડાંમાં સરેરાશ ૪૦ પાઉન્ડ વધી જશે. વાર્ષિક સિઝન ટિકિટમાં ૨૬૦ પાઉન્ડ જેટલી રકમ વધુ ચુકવવી પડશે. જોકે, કેટલાકે તેનાથી પણ વધુ ભાડું ચુકવવાનું થશે.

એફોર્ડેબલ હાઉસીસનું વચન તોડ્

મેયર સાદિક ખાને ચૂંટણી દરમિયાન નવા ૫૦ ટકા એફોર્ડેબલ હાઉસીસના મુદ્દે આપેલા વચનમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ લંડન એસેમ્બલીના ટોરી હાઉસિંગ પ્રવક્તા એન્ડ્રયુ બોફે કર્યો છે. મેયરના હાઉસિંગ ડેપ્યુટી જેમ્સ મરે દ્વારા જાહેર નવી પ્લાનિંગ ગાઈડન્સમાં બિલ્ડર્સની નવી સ્કીમ્સમાં ૩૫ ટકા એફોર્ડેબલ હાઉસીસ હશે તો પણ તેમને ધ્યાનમાં લેવાશે તેમ જણાવાયું હતું.

હવસખોર ઈમામ નાસી છૂટતા પીડિતા

વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા ગુનેગાર ઠરેલો બાળ યૌનશોષણખોર ઈમામ હાફિઝ રહેમાન બાંગલાદેશ નાસી છૂટ્યો હોવાનું જાણતા તેનો શિકાર બનેલી હાલ ૩૦ વર્,ીય નાબિલા શર્માને પૂર્ણ ન્યાય નહિ મળ્યાનો નિરાશાપૂર્ણ આઘાત લાગ્યો છે. ડડલીની મસ્જિદના ઈમામે ૩૦ વર્ષ અગાઉ નાબિલા અને અન્ય છોકરીને પોતાનો શિકાર બનાવી હતી. કોર્ટે હાફિઝને ૧૧ વર્ષ અને છ મહિનાના કારાવાસની સજા ફરમાવી હતી. જોકે, સત્તાવાળા હજુ તેને શોધી શક્યા નથી.

ટોરી પાર્ટીની આર્થિક નીતિના કારણે ઓછી આવક ધરાવતી અશ્વેત અને એશિયન મહિલાને ૨૦૨૦ સુધીમાં અન્ય કોઈ જૂથોની સરખામણીએ વધુ નાણા ગુમાવવા પડશે તેમ વિમેન્સ બજેટ ગ્રૂપ અને રનીમીડ ટ્રસ્ટના નવા સંશોધનમાં સ્પષ્ટ કરાયું છે.

ઝેક ગોલ્ડસ્મિથની પેટાચૂંટણીમ...

હીથ્રો એરપોર્ટના વિસ્તરણના વિરોધમાં રિચમન્ડ પાર્ક સંસદીય ક્ષેત્રની બેઠક પરથી રાજીનામું આપી દેનારા ઝેક ગોલ્ડસ્મિથને પેટાચૂંટણીમાં પરાજય થયો છે. સ્વતંત્ર ઉમેદવારી કરનારા ઝેકને ૧૮,૬૩૮ મત મળ્યા હતા, જ્યારે લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર સારાહ ઓલ્નીએ ૨૦,૫૧૨ મત મેળવ્યાં હતાં.

Zac Goldsmith- Sarah Olney

Zac Goldsmith- Sarah Olney

Hafiz Rahman- Imam -Dudley

Hafiz Rahman-   Imam -Dudley

Leicester Sanatan Temple

Leicester Sanatan Temple