Dhoni steps down as India's ODI and T20 captain 05/01/2017 5:05 am K.K. Joseph M S Dhoni, India's most successful captain, has decided to hand over the baton to a new man, most probably Virat Kohli
સવાણી પરિવારે ૨૩૬ યુવતીઓનું કન્યાદાન કર્યું 05/01/2017 4:59 am Khushali Dave પી પી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩૬ જેટલી પિતાની છત્રછાયા ગુમાવી દેનારી દીકરીઓના લગ્ન કરાવાયાં હતાં. આ દીકરીઓનું પિતા બનીને મહેશભાઈ સવાણીએ કન્યાદાન કર્યું હતું. લગ્ન સમારંભમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહીદ થયેલા સૈનિકોની વિધવા બહેનોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. ૨૩૬ દીકરીઓ પૈકી ૪ મુસ્લિમ અને એક ખ્રિસ્તી હતી.
અનિલ કપૂરની દીકરી સોનમને જાહેરમાં વઢ 05/01/2017 4:46 am Khushali Dave અનિલ કપૂર પુત્રી સોનમ પાસે કડક શિસ્તપાલનો આગ્રહ રાખે છે. જ્યારે સોનમ બેફિકર છે. તાજેતરમાં પિતા પુત્રી એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા જ્યાં સોનમને પિતાએ આડકતરો ઠપકો આપ્યો હતો.
સળગતા કાશ્મીરમાં વર્ષ ૨૦૧૬માં ૨૧૬ આતંકી હુમલાઃ ૮૧ જવાન શહીદ 05/01/2017 4:20 am Khushali Dave ગત વર્ષે કાશ્મીરમાં હિઝબુલના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જે બાદ અલગાવવાદીઓએ તકનો લાભ લઇને બુરહાનને કાશ્મીરના શહીદનો દરજ્જો આપી ઠેર ઠેર હિંસાઓ ભડકાવી હતી. આ દરમિયાન આશરે ૮૧ જેટલા લોકોએ ગત વર્ષે જીવ ગુમાવ્યો હોવાનું મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ૩જી જાન્યુઆરીએ જણાવ્યું હતું.
પાંચ રાજ્યોમાં ચોથી ફેબ્રુઆરીથી વિધાનસભા ચૂંટણીજંગ જામશે 05/01/2017 3:55 am Khushali Dave નોટબંધીના માહોલમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ચૂંટણીની શરૂઆત ચોથી ફેબ્રુઆરીથી થશે. જ્યારે પાંચેય રાજ્યો પરિણામ ૧૧મી માર્ચે જાહેર થશે. સૌ પ્રથમ પંજાબ અને ગોવામાં એક જ તબક્કામાં ચાર ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ઉત્તરાંખડમાં પણ એક જ તબક્કામાં ૧૫મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મણિપુરમાં ચાર માર્ચ અને આઠ માર્ચે બે તબક્કામાં મતદાન થશે. સૌથી મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન ૧૧મી ફેબ્રુઆરી, બીજા તબક્કાનું ૧૫મી ફેબ્રુઆરી, ત્રીજા તબક્કાનું ૨૩મી ફેબ્રુઆરી, પાંચમા તબક્કાનું ૨૭મી ફેબ્રુઆરીએ અને છઠ્ઠા તબક્કાનું ચોથી માર્ચ અને સાતમા તબક્કાનું મતદાન ૮મી માર્ચે યોજાશે. આ પાંચેય રાજ્યોની ચૂંટણીના પરિણામો ૧૧મી માર્ચે જાહેર કરાશે.
• ઈશ્વર પ્રત્યે શ્રદ્ધામાં ઘટાડો થયો 05/01/2017 6:41 am Achyut Sanghavi વિશ્વમાં ગત ૧૮ મહિનાઓમા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો, સંઘર્ષના સંજોગો, શરણાર્થી કટોકટી અને ત્રાસવાદની સમસ્યાઓ લોકોએ અનુભવી છે. તેનાથી લોકોનો ઈશ્વરમાં વિશ્વાસ ઘટી ગયો હોવાનું જણાય છે. YouGovના પોલમાં જણાયું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઈશ્વરમાં શ્રદ્ધા હોવાનું જણાવનારા લોકો ૩૨ ટકા હતા તેની સરખામણીએ આજે તેમની સંખ્યા ૨૮ ટકા થઈ છે. કોઈ પણ ઈશ્વર અથવા સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિ નહિ હોવાનું માનનારા લોકોની સંખ્યા ૩૩ ટકાથી વધીને ૩૮ ટકા થઈ છે. ઈશ્વર નથી પરંતુ, કોઈ પ્રકારની આધ્યાત્મિક શક્તિ હોવાનું માનનારા લોકોની સંખ્યા ૨૦ ટકા યથાવત રહી છે, જ્યારે ૧૪ ટકાએ કશું જાણતા નહિ હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.
• વૃદ્ધ લોકો સાથે ઈમેઈલ છેતરપિંડી 05/01/2017 6:41 am Achyut Sanghavi ઈમેઈલ કૌભાંડકારોએ યુકેમાં દસ લાખથી વધુ વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા એક અભ્યાસ ‘રીઅલ રિટાયરમેન્ટ’માં દર્શાવાઈ છે. ઈન્ટરનેટ સુવિધા ધરાવતા અને ૪૫થી વધુ વયના લગભગ ૭૫ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ઈમેઈલ કૌભાંડનું નિશાન બનાવાયા હતા. આમાંથી છ ટકાએ કહ્યું હતું કે તેઓ આ કૌભાંડનો શિકાર બની ગયાં હતા. બીજી તરફ, આ કૌભાંડનો શિકાર બન્યાં હોય તેવા ૭૫થી વધુ વયના લોકોની સંખ્યા આઠ ટકા હતી.