ગુજરાતઃ ભારતના વિકાસની પ્રયોગશાળા 11/01/2017 5:25 am Achyut Sanghavi યુનાઈટેડ નેશન્સ સહિત સમગ્ર વિશ્વમાં જેની સતત પ્રશંસા થતી રહી છે તેવા વિકાસના ગુજરાત મોડેલ વિશે ઘણું લખાયું છે અને તેથી વધુ તો બોલાયું પણ છે. જોકે, ભારતમાં મીડિયા વર્ણનો મિશ્ર રહ્યા છે જ્યાં, ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ આ મોડેલનું આલેખન કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કાંઈ કરતા હોય તે તમામ બાબતોને માત્ર વિરોધના ચશ્માથી નિહાળનારા લોકો દ્વારા મુખ્યત્વે તેનો અપપ્રચાર જ થઈ રહ્યો છે.
હિન્દુઓ માટે પવિત્ર ગૌમાતાના રક્ષણાર્થે બેનબરીની યશવી કાલિયાની પિટિશન 11/01/2017 5:25 am Achyut Sanghavi હિંદુઓમાં ખૂબ પવિત્ર ગણાતી ગાય એટલે કે ગૌમાતાના રક્ષણ માટે યુકેના બેનબરીની યશવી કાલિયાએ બીડું ઝડપ્યું છે. તેમણે પોતાના અભિયાનની શરૂઆત એક પિટિશન દ્વારા કરી છે. હિંદુઓ ગાયને ખૂબ પવિત્ર માને છે અને ધર્મગ્રંથો પ્રમાણે તેને દિવ્ય સ્ત્રી અને માતા ગણવામાં આવે છે. તેના દૂધમાંથી બનતા પદાર્થો પણ પવિત્ર મનાય છે. દૂધ, દહીં, ઘી અને માખણનો ઉપયોગ લગભગ દરેક હિંદુ પૂજા અને વિધિમાં થાય છે. શિવલિંગો પર હજારો ગેલન દૂધ ચડાવવામાં આવે છે અને હવનમાં તેમજ આપણે જે પ્રસાદ આરોગીએ છીએ તેના માટે વિવિધ સ્વરૂપે દૂધનો ઉપયોગ થાય છે.
વાઈબ્રન્ટ ગુજરાતઃ ભારત સાથે વિશ્વનો સંપર્ક 11/01/2017 5:25 am Achyut Sanghavi સમગ્ર વિશ્વના હજારો ડેલિગેટ્સ વાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજધાની ગાંધીનગરમાં ઉમટ્યાં છે. આ સંજોગોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની મિડલેન્ડ્સ શાખાએ બુધવાર, ૪ જાન્યુઆરીની સાંજે લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે જાગૃત કરવા સાથે તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા નોટિંગહામ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સેમિનારનું આયોજન કર્યું હતું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ થયો હતો અને આ તેનું આઠમું વર્ષ છે. આ સમિટ નેટવર્કિંગ અને પારસ્પરિક લાભાર્થે પ્લેટફોર્મ પુરું પાડે છે.
મીરાબેન વ્યાસને MBE એનાયત 11/01/2017 5:25 am Achyut Sanghavi ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શનમાં લાગલગાટ ૩૩ વર્ષ સુધી સેવાઓ આપનાર મૂળ ગુજરાતના અમદાવાદના વતની અને મ્વાંજા - ટાન્ઝાનીયામાં જન્મેલાં મીરાબેન વ્યાસને તેમની સમાજોપયોગી સેવાઓ બદલ MBE એનાયત કરાયું હતું. બાર્નેટ, હેરીંગે અને એન્ફીલ્ડ વિસ્તારમાં વસતા સ્થાનિક નાગરિકોના બાળકો માટે આફ્ટર સ્કૂલ ક્લબ અને બ્રેક્ફાસ્ટ ક્લબની સ્થાપનામાં મીરાબેનનો ફાળો મહત્વનો હતો.
ક્વીન હવે સ્વસ્થ અને શરદીમુક્ત 11/01/2017 5:25 am Achyut Sanghavi ક્રિસમસ પહેલાથી ભારે શરદીના કારણે જાહેરમાં નહિ દેખાયેલાં ૯૦ વર્ષના ક્વીન એલિઝાબેથ દ્વિતીય સૌપ્રથમ વખત ડ્યુક ઓફ એડિનબરા તથા ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ઉપરાંત શાહી પરિવારના સીનિયર સભ્યો સાથે સાન્ડ્રિઘામમાં સેન્ટ મેરી મેગ્ડેલેન ચર્ચમાં સર્વિસમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સંસ્થા સમાચાર તા. ૧૪-૧-૨૦૧૭ માટે 11/01/2017 6:19 am Vikram Nayak • કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી, યુકે દ્વારા બોબ બ્લેકમેન MPના યજમાનપદે જમ્મુ - કાશ્મીર અને બાંગ્લાદેશ સહિત વિશ્વમાં હિંદુઓ પર દમન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા માટે સેમિનારનું બુધવાર તા. ૧૮-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન કમિટી રૂમ, હાઉસ ઓફ કોમન્સ, હાઉસ ઓફ પાર્લામેન્ટ, વેસ્ટમિન્સ્ટર ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. લક્ષ્મી કૌલ 07896851813
Salman, Akshay and Karan Johar join hands for a new film 11/01/2017 6:26 am Mitul Paniker Hold your breath! A whopping big entertainer is on your way.
Kohli named ODI and T20I captain 11/01/2017 6:36 am Mitul Paniker Virat Kohli was named the captain of both limited-overs formats after MS Dhoni stepped down last week