Advanced search


વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ ૧૫ દર્દીને એચઆઇવી પોઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું.

costa

costa

ડેમોગ્રાફી, ડેમોક્રસી, ડિમાન્

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિશ્વની ટોચની કંપનીઓના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિ-મંડળોની ઉપસ્થિતિમાં આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે ભારતની તાકાત થ્રી-ડી એટલે કે ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડમાં સમાયેલી છે. આપણે જોયું છે કે લોકતાંત્રિક માળખામાં તેનું ઝડપથી પરિણામ મળ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં આપણે દરેક રાજ્યમાં એક તંદુરસ્ત સ્પર્ધા ઉભી કરી શક્યા છીએ. તેમણે કહ્યું હતું કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની ધરતી છે. તે પોતાની ઉદ્યોગ સાહસિક્તા માટે પણ જાણીતું છે. ગુજરાત ભારતના ભવ્ય વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ જ્યાં જ્યાં ગુજરાતીઓ ગયા, ત્યાં ત્યાં તેમણે નાનું ગુજરાત વસાવ્યું છે. અને આથી જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે છે ગુજરાત, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... મેઈક ઈન્ડિયા થકી ભારત ક્યારેય ન બન્યું હોય તેવું વિશ્વમાં સૌથી મોટી બ્રાન્ડ બન્યું છે. 

વડીલો માટે પોષણયુક્ત આહાર...

મોસમ બદલાવાની સાથે આપણે આપણા રોજિંદા આહારમાં પણ ફેરફાર કરીએ છીએ. આપણો આહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરતી વખતે આપણી ઉંમર પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વૃદ્ધાવસ્થા ઉંમરનો એક એવો પડાવ છે, જેમાં આરોગ્ય પર વાતાવરણ, ખોરાક, સ્થાન વગેરે જેવા પરિવર્તનોની તરત જ અસર થાય છે.

છેલ્લા ૨૦ વર્ષથી હ્યુસ્ટનમાં રહેતા મૂળ અમદાવાદના બિમલભાઈ નટવરલાલ વોરા અને તેમનાં પત્ની અલકાબહેને વતનમાં ૨૦૦ વૃદ્ધોના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન તાજેતરમાં કરાવ્યા હતા. દંપતી કહે છે કે, વતનમાં કંઈક સેવા કરવાની તીવ્ર ઇચ્છા પછી અમદાવાદ જિલ્લાના ત્રણ ગામડાંના ૨૦૦ જેટલા વૃદ્ધોનું અમે સ્ક્રિનિંગ કરાવ્યું. એ પછી નિષ્ણાત ડોક્ટરો અને લેટેસ્ટ ઈક્વિપમેન્ટની મદદથી વૃદ્ધોનાં મોતિયાના ઓપરેશન કરાવ્યા.

નોટબંધી પછી પણ સુરત - દિલ્હી વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની સવારની અને સાંજની એરબસ ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યામાં વધારો જ નોંધાયો છે. નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૧૬માં એર ઈન્ડિયાને સુરત-દિલ્હી રૂટ પર ૮૮ ટકાથી વધુ પેસેન્જર મળ્યા છે. નવેમ્બરમાં નોટબંધી હોવા છતાં ૧૫,૪૧૨ પેસેન્જર મળ્યા હતા. જોકે, ડિસેમ્બરમાં એર ઈન્ડિયાએ જૂની નોટમાં પેમેન્ટ લેવાનું બંધ કર્યું હોવા છતાં દિલ્હીથી ૧૦,૫૦૪ પ્રવાસીઓ સુરત આવ્યા હતા અને ૯,૬૦૯ પ્રવાસીઓ સુરતથી દિલ્હી ગયા હતા.

રાજ્ય સરકારે, આગામી દસકા દરમિયાન ગુજરાતને ઓટો અને ઓટો કોમ્પોનન્ટના ક્ષેત્રે દેશમાં મોખરે લાવી દેવાની ગણતરી રાખી છે. રાજ્યમાં ૧.૪૦ કરોડ વાહનો હતા, પણ જે ઝડપી આ સેકટરનો વિકાસ થઈ રહ્યો છે, તે જોતાં આગામી બે વર્ષમાં જ ૧૦.૪૬ લાખ જેટલી નવી કારોનું ઉત્પાદન વધશે. આ માટે ગુજરાતમાં આગામી ૧૦૦ વર્ષમાં ૧૫૦૦ કરોડ સુધીના રોકાણની સંભાવના છે.

પાટનગર ગાંધીનગરમાં વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન બનાવવા ગુજરાત સરકાર અને ભારતીય રેલવે મંત્રાલય એક થયું છે. 'ગરૂડ' નામની સંસ્થા દ્વારા ગાંધીનગરના રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે ટ્રેક ઉપર ૧૦૫ મીટર પહોળું ફ્રેમ સ્ટ્રકચર બનાવીને તેના ઉપર સ્વિમિંગપુલ અને ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ બનાવવામાં આવશે.

Gujarat teen signs Rs 5 Crore MoU...

A 14 year old boy, dressed in a smart blue suit, became the topic of conversation at the Vibrant Gujarat Global Summit, after he signed a Rs 5 Crore-worth memorandum of understanding with the state government. Teenaged Harshwardhan Zala signed a deal with the Department of Science and Technology, Government of Gujarat, to facilitate production of the drones that help detect and defuse landmines on war fields.