બન્નીમાં ભેંસ ચોરીને કચ્છ બહાર વેચવાનું ષડયંત્ર 07/05/2015 8:40 am Viren Vyas બન્નીની ભેંસ ખૂબ જ પ્રખ્યાત છે, અને તેની માગ પણ વધુ રહે છે.
ગઠબંધનમાં જોડાવાની સજા મળીઃ હતાશ નિક ક્લેગનું રાજીનામું 12/05/2015 3:27 pm Achyut Sanghavi લંડનઃ જાહેર હિતમાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે ૨૦૧૦માં સાધેલા ગઠબંધનના નિર્ણયની સજા મતદારોએ આપી હોવાનું લિબરલ ડેમોક્રેટ્સ કહી રહ્યા છે. હતાશ પૂર્વ નાયબ વડા પ્રધાન નિક ક્લેગે રાજીનામું આપી દીધું છે. ગત ચૂંટણીમાં ૫૭ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવનારા પક્ષને આ ચૂંટણીમાં માત્ર આઠ બેઠક મળતાં ભારે પછડાટ ખાવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સને આઘાતની કળ વળતા દાયકા લાગી જશે. પરાજિત ઉમેદવારોમાં એનર્જી સેક્રેટરી એડ ડેવી, બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલ, ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ડેની એલેકઝાન્ડર જેવા માંધાતા નેતાઓનો સમાવેશ થયો છે.
સ્વામીનારાયણ મંદિરની શોભાયાત્રામાં ૧૫ રાઉન્ડ ફાયરિંગ 07/05/2015 8:44 am Viren Vyas કુંદનપુરમાં મહિલાઓના સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરિભક્તોએ ઉત્સાહમાં આવીને ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જૈનોમાં બાળ દીક્ષા ગંભીર મુદ્દોઃ હાઇકોર્ટ 12/05/2015 3:28 pm Viren Vyas જૈન સમાજમાં બાળકોને સંસાર ત્યાગીને દીક્ષા લેવાના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
ડીસા પંથકમાં બટાટાની સાથે ફાલસાનું પણ મબલખ ઉત્પાદન 07/05/2015 8:54 am Viren Vyas બટાટાના મબલખ ઉત્પાદન માટે જાણીતા ડીસામાંઉનાળામાં ફાલસાનું પણ મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે.
Ukipના નાઈજેલ ફરાજ સાંસદ તરીકે પણ ન ચૂંટાયા, નેતાપદે યથાવત 12/05/2015 3:30 pm Achyut Sanghavi લંડનઃ યુનાઈટેડ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) ૩.૭ મિલિયન મત સાથે આ ચૂંટણીમાં સમગ્ર બ્રિટનમાં ત્રીજા સ્થાને રહેવા છતાં તેનો માત્ર એક સાંસદ ચૂંટાયો છે. Ukipના ડગ્લાસ કાર્સવેલ ૧૯,૬૪૨ મત સાથે ક્લેકટન બેઠક પર વિજેતા જાહેર થયા છે. આઘાતજનક હકીકત એ છે કે પક્ષનો જાણીતો ચહેરો અને નેતા નાઈજેલ ફરાજ સાઉથ થાનેટ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. પાર્લામેન્ટમાં પ્રવેશવાનો તેમનો સાતમો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. જોકે, તેમણે વધુ પ્રયાસની શક્યતા નકારી નથી. જો કેન્ટની બેઠક પરથી નહિ ચૂંટાય તો નેતાપદેથી રાજીનામું આપી દેવાની પ્રતિજ્ઞાને અનુસરી ફરાજે રાજીનામું આપી જ દીધું હતું.
અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પરથી ગુજરાતીઓને ડિપોર્ટ કરવાનું પ્રમાણ વધ્યું 12/05/2015 3:34 pm Viren Vyas અમેરિકન વહીવટી તંત્રે છેલ્લા કેટલાક સમયથી ત્યાં ગેરકાયદે પ્રવેશ કરતા અન્ય દેશના નાગરિકો પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે.