Advanced search


આંધ્રપ્રદેશ, તેલાંગણ અને પશ્ચિમ બંગાળમાં તીવ્ર ગરમીને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને ૪૩૨ સુધી પહોંચી છે. 

મોદી સરકાર પાસેની આશા 'અવાસ્તવ...

ન્યૂ યોર્કઃ રિઝર્વ બેન્ક ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે ગયા વર્ષે જ્યારે દેશમાં નવી સરકાર રચાઇ ત્યારે તેની પાસેથી રખાયેલી આશાઓ અવાસ્તવિક હતી, પણ સરકારે દેશમાં મૂડીરોકાણ માટે યોગ્ય માહોલ ઊભો કરવા માટે પગલાં ભર્યા છે તે મહત્વપૂર્ણ છે. ભારતમાં રોકાણ વધી રહ્યું છે, ભલે તેની ઝડપ હાલ ધીમી કેમ ના હોય. સરકાર રોકાણકારોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે.

ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓનો બ

મુંબઇ, અમદાવાદઃ ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓ હવે સમય સાથે સ્માર્ટ બની રહી છે. આ કંપનીઓ સંભવિત ગ્રાહકોને, ખાસ તો વિદેશી ખરીદદારોને, નવા રિઅલ્ટી પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી પૂરી પાડી શકાય તે હેતુસર સ્માર્ટફોન માટે ઝડપભેર એપ્લિકેશન લોન્ચ કરવા લાગી છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા પાંચમા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅો, સાડી-જ્વેલરી, શણગાર, મહેંદી ઉપરાંત પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણવા મારા વ્હાલા તમારે આનંદમેળામાં આવવું જ પડશે.

crossword this week...

આ સપ્તાહનું હીંચકે બેઠાં

sudoku this week

આ સપ્તાહનું સુડોકુ

જગતજનની ગાયત્રીઃ સંસારના આધિ-

શક્તિપ્રાપ્તિ માટે શક્તિપર્વ નવરાત્રિ, ધનપ્રાપ્તિ માટે ધનતેરસે લક્ષ્મીપૂજન, જ્ઞાનપ્રાપ્તિ માટે દિવાળીએ શારદાપૂજન કરાય છે. જો સદબુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ગાયત્રી જયંતીએ દેવી ગાયત્રીના મંત્ર-જપ-તપ દ્વારા ગાયત્રીપૂજન કરવું જોઈએ. ગાયત્રી, ગંગા, ગીતા અને ગાય એ ભારતીય સંસ્કૃતિની ચાર આધારશિલા છે. તે બધામાં ગાયત્રીનું સ્થાન સૌપ્રથમ છે.

gayatri

gayatri

હાથ મીલાવો અને જાણો કે હ્રદયરો...

કાળા માથાનો માનવી કેટલી શોધ કરશે એની કોઇ જ સીમા નથી. આ હકિકત એટલા માટે સાચી જણાઇ રહી છે કેમ કે ધ લેન્સેટમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે તમે જ્યારે કોઇની સાથે હાથ મીલાવો ત્યારે હાથના પંજાની પક્કડ દર્શાવે છે કે તમને ભવિષ્યમાં હ્રદય રોગ કે પક્ષઘાત એટલે કે સ્ટ્રોકની બીમારી થશે કે નહિં.