Advanced search


આપ સૌ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પ્રસ્તુત આનંદ મેળાની ઉજવણીનો સમય આવી પહોંચ્યો છે. શનિવાર અને રવિવાર તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે આપ સૌનું આનંદ મેળામાં સ્વાગત કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી માત્ર લંડન જ નહિં પણ યુકેના અન્ય શહેરોમાંથી પણ કોચ દ્વારા લોકો મોટી સંખ્યામાં 'આનંદ મેળા'માં ભાગ લેવા ઉમટી પડે છે. ઘરઘરમાં લોકપ્રિય થયેલા 'આનંદ મેળા'માં જો તમે આ વખતે હાજર ન રહ્યા તો ઘણું બધું ચૂકી જશો એમાં જરાય શંકા નથી.

તમે અત્યારે 'ગુજરાત સમાચાર' વાંચી રહ્યા છો તે કેવું હોવું જોઇએ? માત્ર 'ગુજરાત સમાચાર' જ નહિં પણ અન્ય અખબાર કે મેગેઝીન કેવા હોવા જોઇએ? શું અખબારના ધારાધોરણ, નીતિમત્તા કે સત્યતા હોવા જોઇએ કે નહિં? કદી આપે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો? કોઇક વિચારકે કહ્યું છે કે 'તમે કદાચ બોલતી વખતે નહિં વિચારો કે શું બોલો છો, પરંતુ જો તમારે લખવું હશે તો તમારી ખુદની બુધ્ધી મુજબ જરૂર વિચાર કરશો કે શું લખવું છે. હું ચોક્કસપણે કહીશ કે તમે વિચારીને સમજીને જ લખશો. પરંતુ જો તમારે વિશાળ ફેલાવો ધરાવતા અખબારમાં લખવાનું હોય તો? અનિષ્ટ, ગેરસમજ કે અંધવિશ્વાસ ફેલાવતી જાહેરખબર છાપવાની હોય તો આખું ગામ જ નહિં આખો દેશ તે વાંચે અને તમારી કિંમત કરે.

Narendra Modi

Narendra Modi

Narendra Modi

સ્થાનિક પોલીસે એક મજૂરની ધરપકડ કરી છે. મજૂરીકામ કરતા મહેશ હળપતિ પાસેથી ત્રણ કેરી મળી હતી જે તેણે વલસાડમાં રહેતા મહેશ દેસાઈના ખેતરમાંથી ચોરી હતી. 

An array of Yoga demonstrations and taster meditation sessions shall take place at Alexandra Palace grounds continuously from sunrise to sunset on 21st June, on the occasion of United Nations International Day of Yoga. 177 countries in the world have adopted the charter.

વડોદરાનાં મહિલા દોડવીરે દક્ષ

દક્ષિણ આફ્રિકામાં યોજાતી કોમરેડ અલ્ટ્રા મેરેથોન દોડ વિશ્વની સૌથી કઠીન મેરેથોન પૈકીની એક કહેવાય છે. જેમાં સ્પર્ધકોએ ખરબચડા રસ્તાઓ પર ૧૨ કલાકમાં ૮૭.૭ કિ.મી.નું અંતર દોડીને કાપવાનું હોય છે. વડોદરાનાં ૪૩ વર્ષીય મહિલા વંદના પારેખે આ સ્પર્ધામાં ભાગ લઈને ૧૦ કલાક અને ૪૬ મિનિટમાં દોડ પૂર્ણ કરીને ઈતિહાસ સર્જયો હતો.

નવી દિલ્હીઃ લક્ઝુરિયસ હોટેલોના હાઈફાઈ સ્યુટના કસ્ટમર્સને મનગમતી ફિલ્મો, મર્સીડિઝ બેન્ઝ જેવી પોશ કારમાં પ્રવાસ અને સ્પા-મસાજ જેવી સુવિધાઓ અપાતી હોય છે. જોકે, હવે ભારતની હોસ્પિટલોએ દેશ-વિદેશના ધનિક દર્દીઓને આકર્ષવા માટે આવી ફાઇવસ્ટાર સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈઝ અને મેદાન્તા જેવી કંપનીઓએ ધનિક દર્દીઓને આકર્ષવા માટે આ પ્રકારની વિશેષ સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે.