Advanced search


Reliance Logo

Reliance Logo

લોર્ડ ભીખુભાઇ પારેખ અને 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' દ્વારા તા. ૨૭ના રોજ હાઉસ અોફ લોર્ડ્ઝના કમીટી રૂમ નં. ૪એ ખાતે તાજેતરમાં યોજાયેલી બ્રિટનની ચૂંટણીઅોમાં ભારતીયોનું યોગદાન વિષે પેનલ ડિસ્કશન યોજાયું હતું. ખૂબ જ મનનીય અને આ ક્ષેત્રે અગ્રેસર કદમ ગણાતા આ ચર્ચા સભા અંગે વધુ અહેવાલ 'ગુજરાત સમાચાર'ના આગામી અંકમાં પ્રકાશિત કરાશે. જ્યારે ઇંગ્લીશમાં અહેવાલ માટે જુઅો આ સપ્તાહનું 'એશિયન વોઇસ' પાન નં. ૧૭.

Aditya_Birla_Group_logo

Aditya_Birla_Group_logo

ઇશાન ભારતીય રાજ્ય ત્રિપુરાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. મુખ્ય પ્રધાન માણિક સરકારના નેતૃત્વ હેઠળની ડાબેરી મોરચા સરકારે રાજ્યમાં ૧૮ વર્ષથી લાગુ આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ ૧૯૫૮ (AFSPA - ‘આફસ્પા’) પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

ઇમામીનું કિંગસાઇઝ ટેઇઓવરઃ ‘ક

કોલકતાઃ ભારતના એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની ઇમામીએ હિમાચલ પ્રદેશની એસબીએસ બાયોટેકની માલિકીની ‘કેશ કિંગ’ બ્રાન્ડ હસ્તગત કરી છે. મંગળવારે રૂ. ૧૬૫૧ કરોડમાં થયેલો આ સોદો એફએમસીજી સેક્ટરનો છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો સોદો છે.

emami-keshking joint

emami-keshking joint

ભારતીય રાજકારણમાં વધુ એક વખત મતબેન્કનું પલડું વજનદાર પુરવાર થયું છે. રાજસ્થાન સરકારે ગુર્જર સમુદાયને અનામતમાં આવરી લેવાની જાહેરાત કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કરેલી ૪૯ ટકાની સીમાથી ઉપરવટ જઇને ગુર્જરોને પાંચ ટકા વિશેષ અનામત આપવાનો નિર્ણય ભલે આમ આદમીને સમજાય તેવો ન હોય, પણ શાસક પક્ષ માટે તો  લાભકારક છે જ. 

બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર...

પશુપાલકોની આવડત અને મહેનત લીધે પાલનપુરની બનાસ ડેરીએ દૂર ઉત્પાદન કરવાના વાર્ષિક ટર્ન ઓવરના આંકડાને ગત વર્ષની સરખામણીએ વટાવ્યા છે. 

રોમેન્ટિક ફિલ્મ

આ ફિલ્મની કથા પારિવારિક છે. પારિવારિક જીવન માણવા માટે મહેરા પરિવાર ક્રૂઝમાં વેકેશન કરવા નીકળે છે અને આ સફર દરમિયાન દરેક વ્યક્તિ પોતાનો આત્મા શોધે છે. 

પ્રવચન આપતા પૂ. દ્વારકેશલાલજી- આસિત અને હેમા દેસાઈ સંગીતસંધ્યા - પૂ. રામબાપા અને પૂ. દ્વારકેશલાલજી - મીરા સલાટ અને પ્રીતિ વરસાણી આયોજિત આફ્રિકન મ્યુઝીક સાથે ગુજરાતી લોકગીતો/નૃત્યનો કાર્યક્રમ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વેમ્બલીના ઇલિંગ રોડ સ્થિત શ્રી સનાતન હિન્દુ મંદિરનો પંચમ્ પાટોત્સવ પર્વ ખૂબ ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવાયો. પૂજ્ય દ્વારકેશલાલજીના જ્ઞાનસભર મધુર સ્વરમાં ગીતા અમૃત મહોત્સવ તેમ જ અન્ય પ્રસંગો પણ હરખભેર સંપન્ન થયા. શુક્રવાર, ૨૯મીએ સાંજે લોહાણા કોમ્યુનિટી - નોર્થ લંડનના ઉપક્રમે હેરોમાં આવેલા ધામેચા લોહાણા સેન્ટરના ભવ્ય હોલમાં પૂ. દ્વારકેશલાલજીએ ‘જીવન એક અવસર’ વિષયક અત્યંત મનનીય પ્રવચન કર્યું. આ આખુંય પ્રવચન અન્ય સેંકડો શ્રોતાજનોની જેમ મેં પણ પળ પળ માણ્યું.  તૃષાતુર ચાતક પક્ષી વર્ષાના બુંદ બુંદથી જે આહલાદક તૃપ્તિનો અનુભવ કરતું હશે કંઇક તેવી જ લાગણી, સંતોષ અમે સહુએ અનુભવ્યા.