ઓછી ઊંઘથી વડોદરાના શિક્ષકે અનોખી શક્તિ કેળવી 15/05/2015 6:12 am Viren Vyas ધ્યાન, યોગ અને ઓછી ઊંઘથી વ્યક્તિની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવામાં મદદ મળે છે તેવું સાબિત થઇ રહ્યું છે.
અમૂલ ડેરીનું શાસન કોંગ્રેસના હાથમાંઃ 15/05/2015 6:19 am Viren Vyas ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે.
પ્રિન્સ ચાર્લ્સની હત્યાના કાવતરામાં છ પકડાયા 15/05/2015 6:19 am Achyut Sanghavi લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાની હત્યાનું કાવતરું આઈરિશ રીપબ્લિક પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. શાહી દંપતી ચાર દિવસ માટે આયર્લેન્ડ અને નોર્ધર્ન આયરલેન્ડ જવાના છે. તેઓ ૧૯ મેએ લોર્ડ માઉન્ટબેટનને અંજલિ આપવા મુલાકાત લેવાના હતા તે સ્થળેથી થોડાં માઈલના અંતરે ૨૧થી ૬૨ વર્ષના છ આઈરિશ પુરુષોની ધરપકડ કરાઈ હતી.
લેસ્ટરના ડાન્સરનો અદ્ભૂત બચાવ 15/05/2015 6:23 am Achyut Sanghavi લેસ્ટરઃ ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટે ગેરલાયકાત અને ઈન્સ્યુરન્સ ન હોવા છતાં વાહન ચલાવવાના ગુના સહિત અપરાધો બદલ લેસ્ટરના ૨૯ વર્ષીય પ્રતિભાશાળી ડાન્સર સતવિન્દર સિંહને ૧૨ મહિના માટે સસ્પેન્ડ કરાયેલી છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. આ ઉપરાંત, ૧૬૦ કલાક અવેતન કામગીરી, £૧,૨૦૦નો દંડ અને બે વર્ષ સુધી ડ્રાઈવિંગના પ્રતિબંધના આદેશો અપાયા હતા.