Advanced search


એક સમારંભમાં દરમિયાન રિજિજુએ જણાવ્યું હતું કે અમે આ પ્રકારના બનાવો મામલે હવે ઘણા સ્પષ્ટ છીએ. અમે ભારતીય પ્રદેશમાં ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી સાંખી લઇશું નહીં. ભારતને આ પ્રકારની ઘૂસણખોરી સ્વીકાર્ય નથી. ભારત સરહદ પર શાંત વાતાવરણ ઇચ્છે છે અને તેનાં વલણમાં કોઇ આક્રમકતા નથી. ભારતમાં ચીન દ્વારા થતી અવારનવાર ઘૂસણખોરી સામે ભારત સરકારે આંખ લાલ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરેન રિજિજુએ ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરહદ પર ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી ભારત સાંખી લેશે નહિ અને સરહદોનું રક્ષણ કરશે.

એનડીએથી બહાર જવું સરળ નથી: ઉદ્ધવ

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, એનડીએનો સાથ છોડવા બાબતે પક્ષ પોતાનો અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી લેશે. ઉદ્ધવનું આ નિવેદન એવો સંકેત આપે છે કે મહારાષ્ટ્રમાં ભાજપનો સાથ છોડ્યા છતાં શિવસેના કેન્દ્રમાં સત્તાધારી ગઠબંધનની સાથે જ રહેશે. 

રાજ્યભરમાં નવરાત્રિના રાસગરબાની રમઝટ બરાબર જામી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડેલા વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. 

તમે સહુ મારા દિલમાં જ છો...

અમદાવાદઃ દેશનું સુકાન સંભાળ્યા બાદ મંગળવારે પ્રથમ વખત માદરે વતન ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર જોશભેર ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકારના ઉમળકાભેર આવકારથી ગદગદિત થઇ ગયેલા નરેન્દ્ર મોદીએ એટલો જ લાગણીસભર પ્રતિભાવ આપતા કહ્યું હતું કે હું ભલે ક્યાંય પણ હોઉં તમે બધા મારા દિલમાં જ છો. આપનો પ્રેમ-લાગણી મારા માટે અમૂલ્ય મૂડી છે.

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આવકારવા નરેન્દ્ર મોદી અને અમદાવાદ આતુર

અમદાવાદઃ ગુજરાતની સ્થાપના પછી કોઇપણ દેશના પ્રમુખની ભારતની મુલાકાત અહીંથી થઇ હોય એવી પ્રથમ ઘટના ૧૭ સપ્ટેમ્બરે બનશે. 

પાદરીએ ૪ વર્ષમાં ૪૯૪ બનાવટી લગ્નો કરાવ્યા!

લંડનઃ આશરે ૫૦૦ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બ્રિટનમાં વસવાટની પરવાનગી મળી રહે તે માટે બનાવટી લગ્નોનાં ‘કન્વેયર બેલ્ટ’ કૌભાંડમાં પાદરીની સંડોવણી બહાર આવી છે. 

લંડનઃ ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ૩૪ દેશના અભ્યાસના તારણો અનુસાર યુકે ગ્રેજ્યુએટ્સના માત્ર ૨૫ ટકા જ ઉચ્ચ સ્તરીય સાક્ષરતા કૌશલ્ય ધરાવે છે. 

લંડનઃ ભારત સરકારના ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલય દ્વારા લંડનમાં પ્રથમ પ્રાદેશિક પ્રવાસી ભારતીય દિવસ (RPBD) અધિવેશન ૧૬થી ૧૮ ઓક્ટોબર, ૨૦૧૪ના ત્રણ દિવસ માટે યોજાનાર છે. યુકે અને યુરોપના અન્ય દેશોમાંથી ૧,૦૦૦ ઉપરાંત, ડેલીગેટ્સ અધિવેશનમાં જોડાવાની અપેક્ષા છે. ભારતના વિદેશપ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજ પણ અધિવેશનમાં ઉપસ્થિત રહે તેવી ધારણા છે. ભારતના વિકાસમાં દરિયાપારના ભારતીયોના પ્રદાનના પ્રતીકરુપે ૨૦૦૩થી દર વર્ષે ૯ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઊજવાય છે.

ઈચિયોનઃ એશિયન ગેમ્સની એથ્લેટિક્સ હરિફાઈમાં ત્રીજા દિવસે ભારતના ગોલ્ડ મેડલની અછત પૂરી કરતાં સીમા પૂનિયાએ ડિસ્કસ થ્રોમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે ટેનિસમાં સાનિયા મિર્ઝા અને સાકેતની જોડીએ મિક્સ ડબલ્સમાં ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.