Advanced search


શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સાંજે બોલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અભિનિત ફિલ્મોના યાદગાર ગીતોની મહેફિલનું અાયોજન કરવામાં અાવ્યું છે. વેજ-નોનવેજ ફૂડ અને સોફ્ટ ડ્રીંક્સ સાથે ટિકિટ £૨૦. (સાથે pay Barફેસીલીટી). ડિનર ૪.૩૦ વાગે અને કાર્યક્રમ માટે ડોર ખુલશે ૬.૦૦ વાગ્યે. મનજીત અને વેદાના સુરીલા કંઠે ગીતો રજૂ થશે. સંપર્ક: ભાવના 07725 762 484.

Image1

Image1

Mahatma Gandhi outside 10 Downing Street in 1931

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહનું આયોજન

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના લગ્ન, ભજન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Krupali Patel: Radiographer of the Year

Last week the talented Krupali Patel was awarded London Radiographer of the Year at the House of Commons. This well-deserved honour was bestowed by The Society and College of Radiographers at the Radiography Awards 2014 for all Krupali's mentorship and training work with students in fetal cardiac sonography. Proud parents Nirish and Giru Patel said: “she has worked very hard for this.”

બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બર્મિંગહામના લોર્ડ મેયર અને કાઉન્સિલર શફીક શાહ અને સોલીહલના મેયર કાઉન્સિલર કેટ વાઇલ્ડ, એમપી લોર્લી બર્ટ, કાઉન્સિલરો સર્વશ્રી સામ બર્ડન અને જેરી ઇવાન્સ ઉપસ્થિત રહ્યા હતા. 

Image1

Image1

Krupali Patel

અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે દીપાવલિની ઉજવણી થઇ

ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

દિવ કડિયા જ્ઞાતિ સમાજે વેમ્બલીમાં ઉજવ્યો દિપોત્સવી મહોત્સવ

દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.

મારા પૂ. પિતાશ્રી તેમજ તેમના જેવા જ ૮૫ વર્ષની પાકટ વય વટાવી ચૂકેલા અન્ય ૪૭ વડિલોનું આપ સૌ દ્વારા સુંદર શબ્દોમાં લખાયેલ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું તે બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા દીપાવલિ ઉત્સવ ઉજવાયો

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.