Advanced search


£૩૦૬ મિલિયનનો તોતિંગ સોદોઃ પટે

લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિ-મિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝી આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ એક્ટાવિસને વેચીને ૩૦૬ મિલિયન પાઉન્ડ ઊભા કરી લીધાં છે. ઓડેન મેકેન્ઝી NHSને જેનરિક દવાઓની મુખ્ય સપ્લાયર છે. જોકે સોદામાં ઓડેન મેકેન્ઝીના પ્રોપર્ટી પોર્ટફોલિયો સામેલ નથી.

શું ભારત વર્લ્ડ કપ જાળવી શકશે? ટીમ ઇંડિયાના લેખાંજોખાં

૨૦૧૧માં ભારતને પ્રેક્ટિસનો લાભ મળ્યો
વર્ષ ૧૯૮૩માં ભારત વર્લ્ડ કપ જીતી લાવ્યું તે સુખદ આશ્ચર્ય હતું. તે સમયે દુનિયાની અન્ય ઘણી ટીમ એવી હતી કે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પણ ભારતે બાજી મારી લીધી. આ પછી સતત ત્રણ વર્લ્ડ કપ સુધી લોકોને આશા હતી કે ભારત કપ જાળવી રાખશે અથવા ફરીથી અપાવશે, પણ તેમ શક્ય બન્યું નહીં. ૨૦૧૧માં ભારતે વર્લ્ડ કપ જીત્યો તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને વર્લ્ડ કપ સમયે ભારતે ૯૫ મેચ રમી હતી જેમાંથી ૫૭ મેચમાં વિજય મેળવ્યો હતો. આ મેચના કારણે ભારતીય ખેલાડીઓને ઘણો મહાવરો મળ્યો હતો. તે ઉપરાંત ટીમમાં સિનિયર ખેલાડીઓની ભરમાર હતી તેથી તેમને સેટ થવામાં ખાસ મુશ્કેલી પડતી નહોતી.

મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા આ વર્લ્ડ કપની ઈનામી રકમમાં ૨૦૧૧ની ટુર્નામેન્ટ કરતાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.