નવસારીમાં NRI ઓછા આવતા બજારમાં મંદીનો માહોલ 31/01/2015 6:50 am Viren Vyas નવસારીઃ દિવાળી પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ખાસ કરીને શુભ પ્રસંગોની સિઝન શરૂ થતી હોવાથી તેમની વતનની મુલાકાત વધી જાય છે. જેને કારણે કારણે સ્થાનિક બજારમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરઆઇ દ્વારા ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે.
Phone use may lead to brain cancer 03/02/2015 7:00 am Arvind Rajput The longer someone talks over the phone - in terms of hours and years - the more likely is he/she to develop glioma, a deadly form of brain cancer, says a new study.
નહેરુ-મોદીની કામગીરીમાં કેટલીક સમાનતા: પારેખ 31/01/2015 7:16 am Viren Vyas વડોદરાઃ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતિના વર્ષની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ગત સપ્તાહે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. જેમાં નહેરુની રાજકીય પ્રતિભા, નીતિઓનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતાં જાણીતા પોલિટીકલ ફિલોસોફર તથા એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકે અત્યાર સુધીની કાર્યપદ્ધતિ કેટલાક મુદ્દામાં નહેરુની કામગીરી સાથે સમાન ગણાવી હતી.
રણછોડપુરામાં સતત ચોથીવાર પંચાયતની ચૂંટણીનો બહિષ્કારઃ 31/01/2015 7:18 am Viren Vyas આંકલાવ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન સાત વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં સતત ચોથી વખત ચૂંટણી યોજાશે નહીં. કંથારીયા ગામમાંથી અલગ ગામનો દરજ્જો રણછોડપુરાની પ્રજાને સ્વીકાર્ય ન હોવાથી સતત ચોથી વખત ચૂંટણીના ફોર્મ નહીં ભરી આડકતરી રીતે બહિષ્કાર કર્યો છે. કંથારીયાથી વર્ષ ૨૦૧૧માં સરકારે નિયમ મુજબ રણછોડપુરાને અલગ ગામનો દરજ્જો આપીને ગામના ૮૫૧ મતદારોની મતદાર યાદી પણ અલગ બનાવી હતી. વર્ષ ૨૦૧૨માં ગ્રામ પંચાયતના સાત વોર્ડની રચના કરી પંચાયતની ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ રાજકીય કાવાદાવા શરૂ થતાં વર્ષ ૨૦૧૨માં એક પણ ઉમેદવારી પત્ર નહીં ભરી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. પછી અલગ ગામનો મુદ્દો હાઇ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ હાઇ કોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. બાદમાં વર્ષ ૨૦૧૩માં ફરીથી ચૂંટણી જાહેર થઈ ત્યારે પણ ગ્રામજનોએ એક પણ ઉમેદવારી પત્ર નહીં ભરતાં ચૂંટણી યોજાઈ ન હતી. હવે ૮ ફેબ્રુઆરીએ રણછોડપુરા સહિત જિલ્લાના ૪૮ ગામોમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની છે ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી રણછોડપુરા ગ્રામ પંચાયત માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં ભારે ચકચાર મચી છે.
Beware! Your cosmetics can cause irreparable damage 03/02/2015 7:00 am Arvind Rajput With most of us buying cosmetics over the counter without any proper guidance we might be inviting trouble for ourselves
આગામી ચૂંટણીની ચાવી માઈગ્રન્ટ્સ મતદારો હસ્તક 02/02/2015 5:53 am Achyut Sanghavi લંડનઃ યુકેની બહાર જન્મેલા લોકો વિક્રમી સંખ્યામાં મે-૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં મત આપી શકશે અને ઘણા ચાવીરૂપ મતક્ષેત્રોમાં સત્તાની સમતુલા પોતાના હસ્તક રાખશે, તેમ માઈગ્રન્ટ્સ વોટનું સઘન વિશ્લેષણ જણાવે છે. આશરે ૪૦ લાખ મતદારો, ઈંગ્લેન્ડ અને વેલ્સના સમગ્ર મતક્ષેત્રોમાં ૧૦માંથી એક મતદાર દરિયાપાર જન્મેલો હશે. બે બેઠકોમાં તો ૫૦ ટકાથી વધુ મતદાર વિદેશમાં જન્મેલા હશે અને તેના વિજેતાનો નિર્ણય સૌપ્રથમ વખત આ મતદારોના હાથમાં હશે.
Salt affects brain circuit leading to rise in BP 03/02/2015 7:00 am Arvind Rajput A new study has recently provided a deeper insight into how salt affects brain circuit leading to rise in BP