જમ્મુ-કાશ્મીરમાં યુતિ સરકારનો તખ્તો તૈયાર 03/02/2015 2:04 pm Vikram Nayak રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. કોઇ કાયમી દોસ્ત નથી કે કોઇ કાયમી દુશ્મન પણ હોતું નથી. જો બધું સમૂસૂતરું પાર પડ્યું અને છેલ્લી ઘડીએ કોઇ અવરોધ ન આવી પડ્યો તો જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની સંયુક્ત સરકાર ટૂંક સમયમાં રચાઇ શકે છે. આમ જૂઓ તો સ્વતંત્ર ભારત અનેક રાજકીય પ્રયોગો જોઇ ચૂક્યું છે, અને સત્તા હાંસલ કરવા રચાયેલા મેળમાથાં વગરના ગઠબંધનો પણ નિહાળ્યાં છે. દેશવાસીઓ કટોકટી બાદ પહેલી વાર બિન-કોંગ્રેસી જનતા પાર્ટીની સરકાર પણ જોઇ ચૂક્યા છે ને ૨૩ પક્ષોની મોરચા સરકારનું શાસન પણ જોયું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના રાજકીય ઘટનાક્રમે રાજકીય વિશ્લેષકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.
• રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર, ૪૨નાં મોતઃ 04/02/2015 6:51 am Viren Vyas • રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર, ૪૨નાં મોતઃ રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર ઉત્તરોત્તર વધતાં રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કેન્દ્રના આરોગ્ય પ્રધાન સાથે મસલત કરી માર્ગદર્શન માગ્યું છે. આથી કેન્દ્ર સરકારે ત્રણ નિષ્ણાત તબીબોની એક ટીમને ગુજરાત મોકલી છે. આ ટીમે ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત કચ્છમાં ભૂજની પણ ખાસ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રિપોર્ટ તૈયાર કરશે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધુ ૧૧ કેસ નોંધાયા હતા જ્યારે કચ્છમાં ત્રણ અને બનાસકાંઠામાં એક મળીને કુલ ચાર વ્યક્તિના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં ૪૨ લોકોનાં મૃત્યુ થયા છે.
• નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીન જશેઃ 04/02/2015 8:20 am Viren Vyas ચીનની ચાર દિવસની મુલાકાતે પહોંચેલા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીનની મુલાકાત લેશે. ચીનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની મુલાકાતની તૈયારીના ભાગરૂપે ચીન આવી છું. મોદીની ચીન મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ મળશે. ગયા સપ્ટેમ્બર મહિનામાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચીનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. સુષમા સ્વરાજ સાથેની મુલાકાતમાં શિ જિનપિંગે પોતાના ભારત પ્રવાસની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ભારતીયો દ્વારા તેમનું જે સ્વાગત થયું તેની યાદો હજુ પણ તેમના મનમાં તાજા છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને ગુજરાતમાં વડા પ્રધાન મોદીના ગૃહનગરની મુલાકાત હજુ પણ તેમના મનમાં તાજા છે અને તેને તેઓ વાગોળી રહ્યા છે.
નૂતન વર્ષ પછીનું સક્રિય ગુજરાત 05/02/2015 7:50 am Vikram Nayak દીપોત્સવી અને ૨૦૭૧ વિક્રમ સંવતનું નવું વર્ષ ‘ગુજરાતી માણુષે’ રંગેચંગે ઊજવ્યું. લાભપાંચમ અને દેવદિવાળી સુધી તેનો માહોલ રહેશે. ડાકોરના રણ-છોડરાય, દ્વારકાના દ્વારિકાધીશ, અંબાજીના ‘મા અંબા’, બહુચરાજીનાં ‘માતા બહુચરા’, મહુડીના ઘંટાકર્ણ, કચ્છનાં આશાપુરા, સોમનાથના મહાદેવ, સમુદ્ર તટે હરસિદ્ધિ દેવી, પાવાગઢનાં આરાસુરી, જસદણ પાસે ઘેલા સોમનાથ, ગીરમાં સતાધારના ‘સત દેવીદાસ’, આપા ગીગાનો ઓટલો, સાયલાના ‘ભગતની જગા’, ચોટિલાનાં ચામુંડા, વીરપુરના ‘જલા ભકત’, દેવાધિદેવ મહાદેવ ક્યાંક ઉત્કંઠેશ્વર, ક્યાંક ધોળેશ્વર, ક્યાંક કર્ણમુક્તેશ્વર, ક્યાંક ભીમનાથ તો વળી ગિરનાર તળેટીમાં ભવનાથ સ્વરૂપે આ દિવસોમાં ભક્તોની તીર્થયાત્રા, ભજનવાણીનો મહોત્સવ અને પ્રાર્થનાના રંગોથી સભર બને છે. હિન્દુસ્તાન વિશે એક ડાબેરી ક્રાંતિપૂજક સમાજશાસ્ત્રીએ કહ્યું હતું કે અહીં સામ્યવાદ લાવવો તદ્દન અશક્ય છે.
જીવન પંથ ખૂટે ના મારો... 05/02/2015 9:33 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે જે કથા હું માંડી રહ્યો છું તે સંભવ છે કે અમુક અંશે જીવન ઝરમરમાં ડોકિયું હોય શકે અથવા બીજા શબ્દોમાં કહું તો છેલ્લા ૬૪-૬૫ વર્ષનો ચિતાર હું મારી સમજ પ્રમાણે રજૂ કરી રહ્યો છું. તાજેતરમાં એક મિત્ર પાસેથી ફરી એ જ પ્રશ્ન સાંભળ્યો, જે એક યા બીજા સમયે સુજ્ઞ વાચકો એક કરતાં વધુ વખત મને પૂછી ચૂક્યા છેઃ સી.બી., તમારી કોલમનું શિર્ષક ‘જીવંત પંથ’ કેમ? વાચક મિત્રોને અત્યાર સુધી જે જવાબ છૂટોછવાયો આપ્યો છે, તે જ જવાબ આ મિત્રને પણ આપ્યો. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બદલાય એટલે કંઇ જવાબ તો ન બદલી નંખાયને?! પણ પ્રશ્નનો જવાબ આપવા મારે તમને લાં...બા ફ્લેશબેકમાં લઇ જવા પડશે.
પોલીસ રિપોર્ટર્સની જાસૂસી નહિ કરી શકે 06/02/2015 9:03 am Achyut Sanghavi લંડનઃ અખબારી સ્વાતંત્ર્યને સ્વીકારતા વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે જજની પરવાનગી વિના પોલીસ અખબારી સંવાદદાતાના ફોન રેકોર્ડ્સની જાસૂસી કરી શકશે નહિ. તેમણે પોલીસ દળો માહિતીસ્રોતની ઓળખ માટે ત્રાસવાદવિરોધી સત્તાનો દુરુપયોગ ન કરે તેવાં પગલાંની ખાતરી આપી હતી.
મહાશિવરાત્રી: આત્માને નિર્મળ બનાવવાનું મહા વ્રત 11/02/2015 6:34 am Nilesh Parmar મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. આમ તો શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશ (આ વર્ષે ૧૭ ફેબ્રુઆરી)ને મહાશિવરાત્રી કહેવામાં આવી છે.