Advanced search


 કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની રૂ. ૭૫ લાખની કિંમતની મિલ્કત ટાંચમાં લેવાનો વિશેષ કોર્ટે આદેશ કર્યો છે. એન્ટી મની લોન્ડરીંગ એક્ટ કોર્ટે આ આદેશ પ્રદીપ શર્મા સામેના સરકારી જમીન સસ્તા ભાવે ખાનગી કંપની આપવાના કેસમાં કર્યો છે અને હવે પ્રદીપ શર્માની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કચ્છ કલેક્ટર તરીકે પ્રદીપ શર્મા વિરુદ્ધ વર્ષ ૨૦૦૪માં ઔદ્યોગિક હેતુ માટે વેલ્સપન ઈન્ડિયા લિ. અને તેની સાથે કંપનીઓ વેલ્સપન પાવર અને વેલ્સપન સ્ટીલ તથા વેલ્સપન ગુજરાત સ્ટાઈલ રોહર્મ નામની કંપનીઓને સરકારી જમીન સસ્તા ભાવે આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Chudadsama-HOC

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અબ તક’ના તંત્રી સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. રાજકોટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. બી. પરમારે આ અખબારના તંત્રી અને માલિક સતીષ મહેતાને સમન્સ મોકલીને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. દાવા મુજબ ૨૦ નવેમ્બરે આ અખબારમાં એવું જણાવ્યું હતું કે જાડેજા અને તેના બિઝનેસ-પાર્ટનર જનેસિંહ અજમેરાના જમીન હડપ કરનારા તથા હપ્તા લેનારા આરોપી બલી ડાંગર સાથે સંબંધ છે. રવીન્દ્ર જાડેજાની શહેરના કાલાવડ રોડ પર જડુઝ ફૂડ ફીલ્ડ નામની રેસ્ટોરાં પણ છે. જાડેજાના વકીલ હિરેન ભટ્ટે કહ્યું હતું કે, ‘અખબારે હકીકત જાણ્યા વગર જ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેને કારણે રવીન્દ્ર જાડેજાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. જાડેજાના ડાંગર સાથે કોઈ સંબંધ નથી અને તેમની વચ્ચે ક્યારેય મુલાકાત પણ નથી થઇ. અખબારે અજમેરાને જાડેજાનો બિઝનેસ પાર્ટનર ગણાવ્યો હતો એ વાત પણ ખોટી છે. અજમેરા કોઈ પણ ધંધામાં તેનો પાર્ટનર નથી.’

શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડને ૨૧મી સદીને અનુરૂપ મંદિર અને બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે તાજેતરમાં ઇલીંગ કાઉન્સિલ તરફથી મંજુરી આપવામાં આવી હતી. મંજુરી મળી ત્યારે કાઉન્સિલની ગેલેરીમાં સો કરતા વધારે સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્

શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.

Shivam-Toors1

Shivam-Toors1

શીવમ ટુર્સમાં જોડાયેલા સદસ્યોની આગ્રામાં લેવાયેલ તસવીર

graphics1

graphics1

graphics1

Pravasi Bharat 2

Pravasi Bharat 2

Lalit Lad Dt. 31-1-2015

Lalit Lad Dt. 31-1-2015

Week commencing 30/01/2015