Ukip ના અમજાદ બશીર ટોરી પાર્ટીમાં જોડાયા 28/01/2015 5:53 am Achyut Sanghavi લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip)ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ચીફ પ્રવક્તા અને અગ્ર એશિયન રાજકારણી અમજાદ બશીર પક્ષાંતર કરીને કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આના પરિણામે નાઈજેલ ફરાજના ચૂંટણી અભિયાનને મોટો ધક્કો પડ્યો છે. તેઓ પક્ષાંતર અગાઉ વડા પ્રધાન ડેવિડ કેમરનને પણ મળ્યા હતા.
'Make in India' tableau steals the show 29/01/2015 4:11 am Arvind Rajput “The Make in India” tableau stole the show at the Republic Day parade
ઘરચોરીની રાજધાની ડાગેનહામ ટાઉન 28/01/2015 5:56 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં ગયા વર્ષે ૧૦૦૦ ઘરદીઠ હોમ ઈન્સ્યુરન્સના ૫૫ ક્લેઈમ્સ સાથે ડાગેનહામ ઘરચોરીની રાજધાની બન્યું છે. તેની સાથે બીકોનટ્રી ટાઉન પણ છે. આ ક્લેઈમ હેઠળ સરેરાશ £૫,૧૧૭ની ચૂકવણી કરવામાં આવી હતી.
NHS માં ભારતીય ડોક્ટરોનું ભાવિ ધૂંધળુ 28/01/2015 6:01 am Achyut Sanghavi લંડનઃ નવા વિઝા નિયંત્રણોના કારણે બ્રિટનમાં ભારતીય ડોક્ટરોનું ભાવિ ધૂંધળું બન્યું છે. ૧૯૬૦ના દાયકામાં તેના ડોક્ટરોની ફોજનો ત્રીજો ભાગ ભારતીય ઉપખંડમાંથી મેળવતી હતી. સત્તાવાર આંકડા મુજબ ગત પાંચ વર્ષમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં કાર્યરત ભારતીય ડોક્ટરોની સંખ્યામાં લગભગ એક તૃતીઆંશ ઘટાડો થયો છે. ઈમિગ્રેશન નિયંત્રણો ભારતથી બ્રિટનમાં ડોક્ટર તરીકે તાલીમ મેળવવા આવતા ભારતીય ડોક્ટરોને અટકાવે છે.
શ્રીયેન દેવાણી કેસના જજ જેનેટ ટ્રાવર્સો સામે ફરિયાદઃ સસ્પેન્શનની માગણી થઈ 28/01/2015 6:06 am Achyut Sanghavi કેપ ટાઉન, લંડનઃ અની દેવાણી હત્યાકેસમાં તેનાં પતિ અને બ્રિસ્ટલના ધનિક બિઝનેસમેન શ્રીયેન દેવાણી સામે આરોપોમાં પૂરતાં પુરાવા ન હોવાથી કેસ ચાલી શકે નહિ તેવો ચુકાદો આપનારા દક્ષિણ આફ્રિકન જજ જેનેટ ટ્રાવર્સો વિવાદમાં સપડાયાં છે. બે મહિના ચાલેલી મર્ડર ટ્રાયલ ફગાવી દેવા અંગે જજ ટ્રાવર્સો સામે સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાના લીગલ ગ્રૂપે આ કેસની તપાસ ચાલે ત્યાં સુધી જજ ટ્રાઉસોને સસ્પેન્ડ કરવાની માગણી પણ કરી છે. આ કેસમાં શ્રીયેને સાક્ષીના પાંજરામાં પણ જુબાની આપવી પડી નથી અને જાહેર ટિપ્પણી વિના તે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે.
India shows its military might, cultural heritage 29/01/2015 4:18 am Arvind Rajput Multi-hued images of India's rich cultural diversity and military might as well as achievements in diverse fields unfolded on Monday at the 66th Republic Day parade which had US President Barack Obama as the chief guest for the first time.